શુક્રવાર સાંજથી (22 ઑગસ્ટ) સોશિયલ મીડિયા પર એક ચર્ચા ચાલી રહી છે કે ચાઈનીઝ શોર્ટ વિડીયો એપ્લિકેશન ‘ટિકટોક’ પર 2020માં કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધ હટવા જઈ રહ્યો છે. અનેક યુઝરોએ આવી પોસ્ટ કરી છે.
ફેસબુક પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જય વસાવડા નામના કોઈ શખ્સે કરેલી પોસ્ટમાં લખ્યું છે, ‘ટિક ટોક (અહીં વ્યાકરણની સમજણના અભાવે ‘ટિક’ અને ‘ટોક’ છૂટાં લખાયાં હોય શકે, વાસ્તવમાં સાથે આવશે.) પરની રોકટોક હટી? હિન્દી ચીની ભાઈ ભાઈ ફેઝ 2.0 શરૂ? The game is on !’

આ સિવાય પણ ફેસબુક-ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો પર આવી પોસ્ટ જોવા મળશે.
સરકારે કરી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે આ મુદ્દે હવે સ્પષ્ટતા કરી છે. સરકારે જણાવ્યું કે, તેમના તરફથી ટિકટોક અનબ્લૉક કરવા માટે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી અને આ પ્રકારના દાવા કરતાં નિવેદનો, સમાચારો ખોટાં અને ભ્રામક છે.
The Government of India has not issued any unblocking order for TikTok. Any such statement/news is false and misleading: Govt Sources pic.twitter.com/1BxK5jE4xG
— ANI (@ANI) August 22, 2025
ન્યૂઝ એજન્સી ANIએ સરકારનાં સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે અમુક યુઝરોને ટિકટોકની વેબસાઈટ દેખાય રહી છે, પરંતુ તેમાં ક્યાંય લૉગઇન કે અન્ય પ્રવૃત્તિ માટેનો વિકલ્પ જોવા મળતો નથી. જોકે ઘણાને વેબસાઈટ પણ જોવા મળી રહી નથી.

