દેશની સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે (14 જુલાઈ) ઇન્દોરના કાર્ટૂનિસ્ટ હેમંત માલવીયની (Cartoonist Hemant Malviya) તેના એક કાર્ટૂન માટે ઝાટકણી કાઢી હતી. અહેવાલો અનુસાર, માલવીયએ પોતાના એક કાર્ટૂનમાં વડાપ્રધાન મોદી (PM MODI) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને (RSS) ‘અભદ્ર’ રીતે દર્શાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન માલવીયને ‘અપરિપક્વ’ અને તેની પોસ્ટને (કાર્ટૂનવાળી) ‘ભડકાઉ’ ગણાવી હતી. કોર્ટે કેસની આગામી સુનાવણી 16 જુલાઈ 2025 સુધી મુલતવી રાખી છે.
Indore-based cartoonist Hemant Malviya, who was booked over objectionable cartoon on PM Narendra Modi and the RSS, agreed to delete these posts after SC came down heavily on him, noting that his conduct was inflammatory and immature. https://t.co/9mCoqBEBts
— The New Indian Express (@NewIndianXpress) July 14, 2025
સુપ્રીમ કોર્ટ માલવીયને આ કાર્ટૂનવાળી ફેસબુક પોસ્ટને ત્યાંથી હટાવવાનું કહ્યું હતું, જેનાં બદલામાં તેમના વકીલ વૃંદા ગ્રોવરે દલીલ કરી હતી કે, “તે (હેમંત માલવીય) 50 વર્ષથી વધુ ઉંમરના છે અને આ પોસ્ટ કોઈ ગુનો નથી. આ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મામલો છે.” જોકે, કોર્ટના આદેશ બાદ માલવીયએ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી.
ઉલ્લેખનીય છે કે, જે મામલે હેમંત માલવીય પર સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવી હતી, તે કાર્ટૂનમાં તેણે RSS યુનિફોર્મ પહેરેલા એક માણસને વડાપ્રધાનના સામે ઝૂકતો બતાવ્યો છે. આ સાથે, પીએમ મોદીને ગળામાં સ્ટેથોસ્કોપ સાથે, હાથમાં ઇન્જેક્શન પકડેલા દર્શાવવામાં આવ્યા હતા. આ વાંધાજનક પોસ્ટ પર કેસ દાખલ થયો હતો. જે મામલે હેમંત માલવીયને કાયદા અનુસાર ત્રણ વર્ષની જેલ થવાની હતી. પરંતુ માલવીયએ સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન અરજી દાખલ કરી હતી.

