હોમપેજરાજકારણજેમનાં પુસ્તકોએ હિંદુવિરોધી પ્રોપગેન્ડા કર્યો ધ્વસ્ત, વામપંથી જુઠ્ઠાણાંની કાઢી હવા: કોણ છે...

જેમનાં પુસ્તકોએ હિંદુવિરોધી પ્રોપગેન્ડા કર્યો ધ્વસ્ત, વામપંથી જુઠ્ઠાણાંની કાઢી હવા: કોણ છે નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મીનાક્ષી જૈન, જેમના કારણે રામ મંદિરનો ચુકાદો પણ બન્યો હતો સરળ

ડૉ. મીનાક્ષી જૈને તેમના પુસ્તકો 'રામ એન્ડ અયોધ્યા' (2013) અને 'ધ બેટલ ફોર રામઃ કેસ ઑફ ધ ટેમ્પલ એટ અયોધ્યા'માં (2017) અયોધ્યા વિવાદ પર ઐતિહાસિક પુરાવાઓ પર આધારિત દલીલો રજૂ કરી હતી. તેમના પુસ્તકોએ 2019ના સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિવાદના ચુકાદા માટે માર્ગ મોકળો કર્યો હતો.

- Advertisement -

પ્રખ્યાત ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈનની (Dr. Meenakshi Jain) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે (12 જુલાઈ) રાજ્યસભામાં નામાંકિત સભ્ય તરીકે નિમણૂક કરી છે. ડૉ. જૈન દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કૉલેજમાં ઇતિહાસના એસોસિયેટ પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને રાજકારણ સાથે સંબંધિત અનેક પુસ્તકો લખ્યા છે.

રાજ્યસભામાં તેમનું નામાંકન સ્વદેશી દૃષ્ટિકોણ ધરાવતી વિદ્વત્તાને માન્યતા આપવાનું મહત્ત્વનું પગલું છે. વર્ષ 2020માં ભારત સરકારે તેમને ઇતિહાસના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કર્યો હતો. તેમના કેટલાક પુસ્તકો શાળાના અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે.

ડૉ. જૈન નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચની ગવર્નિંગ કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચના સિનિયર ફેલો છે. તેમના સંશોધનના ક્ષેત્રોમાં મધ્યયુગીન અને આધુનિક ભારતમાં સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસનો સમાવેશ થાય છે.

- Advertisement -

ડૉ. જૈને વિવિધ ઐતિહાસિક વિષયો પર વ્યાપક સંશોધન કર્યું છે અને મધ્યયુગીન તથા આધુનિક ભારતીય ઇતિહાસ સાથે સંબંધિત વિષયો પર તેમનું વિશાળ શોધકાર્ય છે. તેમના ઐતિહાસિક ગ્રંથોમાં ‘ફ્લાઇટ ઑફ ડેઇટીઝ એન્ડ રિબર્થ ઑફ ટેમ્પલ્સ’ (2019), ‘ધ બેટલ ફોર રામઃ કેસ ઑફ ધ ટેમ્પલ એટ અયોધ્યા’ (2017), ‘સતીઃ ઇવેન્જેલિકલ્સ, બેપ્ટિસ્ટ મિશનરીઝ એન્ડ ધ ચેન્જિંગ કોલોનિયલ ડિસ્કોર્સ’ (2016), ‘રામ એન્ડ અયોધ્યા’ (2013), ‘પેરેલલ પાથવેઝઃ એસેઝ ઑન હિન્દુ-મુસ્લિમ રિલેશન્સ’નો (1707-1857) (2010) સમાવેશ થાય છે.

જૈનના કાર્યો ભારતીય ઇતિહાસના વિશાળ વિષયોને આવરી લે છે, જેમાં સતી પ્રથા, પ્રાચીન મંદિરો અને ભારતનો સમૃદ્ધ ધાર્મિક વારસો સામેલ છે, પરંતુ અયોધ્યાના રામ મંદિર પરના તેમના કાર્યો વિશેષ રીતે ઉલ્લેખનીય છે. તેમના ઝીણવટભર્યા સંશોધન દ્વારા તેમણે રોમિલા થાપર અને ઇરફાન હબીબ જેવા વામપંથી વિચારધારાના ઇતિહાસકારો દ્વારા પ્રચારિત ખોટા નેરેટિવનું વિદ્વતાપૂર્ણ ખંડન કર્યું હતું. આ વામપંથી ઇતિહાસકારોએ અયોધ્યા રામ મંદિર જેવા રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મહત્ત્વના મુદ્દાઓ સાથે સંબંધિત ઐતિહાસિક તથ્યોને વિકૃત રીતે રજૂ કર્યાં હતા.

રામ મંદિર પરના લેફ્ટિસ્ટ નેરેટિવને કર્યાં હતા બેનકાબ

ડૉ. મીનાક્ષી જૈને તેમના પુસ્તકો ‘રામ એન્ડ અયોધ્યા’ (2013) અને ‘ધ બેટલ ફોર રામઃ કેસ ઑફ ધ ટેમ્પલ એટ અયોધ્યા’માં (2017) અયોધ્યા વિવાદ પર ઐતિહાસિક પુરાવાઓ પર આધારિત દલીલો રજૂ કરી હતી. તેમના પુસ્તકોએ 2019ના સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિવાદના ચુકાદા માટે માર્ગ મોકળો કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, જન્મભૂમિ સ્થળે ઐતિહાસિક રીતે રામ મંદિર અસ્તિત્વમાં હતું. રામ મંદિર પરના તેમના કાર્યોમાં તેમણે એ પણ ઉજાગર કર્યું હતું કે, કેવી રીતે વામપંથી ઇતિહાસકારોએ સત્યને વિકૃત કર્યું અને બ્રિટિશ શાસન દરમિયાન આ સ્થળને ભગવાન રામની જન્મભૂમિ તરીકે ગણવામાં આવ્યું હોવા છતાં ઐતિહાસિક અને સરકારી દસ્તાવેજો સાથે ચેડા કર્યાં. જૈનના જણાવ્યા અનુસાર, 1989 પહેલાંના તમામ સાહિત્યિક અને દસ્તાવેજી પુરાવા એ વાતની સાક્ષી આપે છે કે, બાબરી મસ્જિદ હિંદુ મંદિરને તોડીને તે જગ્યાએ બાંધવામાં આવી હતી, જ્યારે વામપંથી ઇતિહાસકારોએ આ સત્યને હાઇજેક કરી લીધું હતું.

તેમણે જણાવ્યું હતું કે, મુસ્લિમ સમુદાયનો એક મોટો વર્ગ અયોધ્યાના રામ મંદિરની જગ્યા હિંદુઓને સોંપવા ઇચ્છતો હતો. પરંતુ આ વામપંથી ઇતિહાસકારોએ મુસ્લિમોને એવી ખાતરી આપીને વિવાદને જીવતો રાખ્યો હતો કે, તેમની પાસે રામ મંદિરની વિરુદ્ધ મજબૂત કેસ છે અને તેના માટે તેમણે મુસ્લિમ સમુદાયને પુરાવા આપવાનું વચન પણ આપ્યું હતું. જેના કારણે આ વિવાદ સદીઓ સુધી ચાલતો રહ્યો હતો.

કાશીના ઇતિહાસ પર ડૉ. જૈનનું નવું પુસ્તક

પોતાના નવીનતમ પુસ્તક ‘વિશ્વનાથ રાઇઝેઝ એન્ડ રાઇઝેઝ’માં (2024) ડૉ. જૈન વિશ્વના સૌથી પ્રાચીન અને પવિત્ર શહેરોમાંના એક કાશીના ઇતિહાસ વિશે લખે છે. આ પુસ્તકમાં તેમણે પ્રારંભિક ઇસ્લામી આક્રમણોથી લઈને 1669માં કાશી વિશ્વનાથ મંદિરના વિધ્વંસ સુધી, સદીઓના આક્રમણો અને વિધ્વંસનું વર્ણન કર્યું છે. તેઓ હિંદુઓની અડગ પ્રતિબદ્ધતા પર પણ પ્રકાશ પાડે છે, જેમણે મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા નષ્ટ કરાયેલા કાશીના મંદિરોના પુનઃનિર્માણ માટે વારંવાર પ્રયાસો કર્યાં હતા. તેઓ અન્ય બાબતોની સાથે અહિલ્યાબાઈ હોલ્કર અને મરાઠાઓના મંદિર પુનઃસ્થાપનના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં