‘ભારત-પાકિસ્તાન પૂર્ણ અને તત્કાલ યુદ્ધવિરામ માટે સહમત થયાં છે’: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અગત્યની ઘોષણા કરતાં કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધવિરામ માટે સહમત થયાં છે. 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “અમેરિકાએ મધ્યસ્થી બનીને આખી રાત વાટાઘાટો કર્યા બાદ, મને એ જણાવતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયાં છે.”

તેમણે આગળ કહ્યું, “સામાન્ય સમજ અને ચાતુર્ય દર્શાવવા બદલ બંને દેશોને અભિનંદન. આ વિષય પર ધ્યાન આપવા બદલ તેમનો આભાર.”

આ મામલે ભારત સરકારની પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.