Tuesday, November 26, 2024
More
    હોમપેજરાજકારણઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીઆર પાટીલની આગેવાનીમાં જ લડાશે: ઉત્તરાયણ બાદ ગુજરાત...

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીઆર પાટીલની આગેવાનીમાં જ લડાશે: ઉત્તરાયણ બાદ ગુજરાત ભાજપને મળી શકે નવા અધ્યક્ષ

    હાલ ભાજપના તમામ જિલ્લા પ્રમુખ અને મંડળ પ્રમુખ અંગે નિર્ણય લેવામાં આવશે. બુધવારે સી.આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાવાની છે.

    - Advertisement -

    ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ (Gujarat BJP President) ઉત્તરાયણ સુધી સીઆર પાટીલ જ રહેશે. એવી અટકળો હતી કે વાવ સીટ પરની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ સીઆર પાટીલનું (C R Patil) સ્થાન કોઈ અન્ય વ્યક્તિ લેશે. પરંતુ હવે એવા અહેવાલ આવ્યા છે કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કમુરતા એટલે કે ઉત્તરાયણ બાદ થશે. ત્યાં સુધી ગુજરાતમાં ભાજપ પક્ષની કમાન સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જ રહેશે.

    નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સીઆર પાટીલના માર્ગદર્શન હેઠળ જ લડાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તરફી મોરચો સીઆર પાટીલ જ સંભાળવાના છે. અહેવાલો મુજબ 27 નવેમ્બરે ગાંધીનગરમાં સી.આર પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો નક્કી થાય એવી શક્યતા છે.

    અહેવાલો અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાટીલની અધ્યક્ષતામાં પૂર્ણ થયા બાદ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી કરવામાં આવશે. ઉત્તરાયણ પછી જ નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. હાલ ભાજપના તમામ જિલ્લા પ્રમુખ અને મંડળ પ્રમુખ અંગે નિર્ણય લેવામાં આવશે. બુધવારે સી.આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાવાની છે.

    - Advertisement -

    આ બેઠકમાં મંડળ અને જિલ્લા સ્તરની સંગઠન રચનાને લઈને ચર્ચા થવાની છે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહેવાના છે સાથે ભાજપના ગુજરાત પ્રભારી રાજદીપ રોય પણ ઉપસ્થિત રહેવાના છે. વર્તમાન બેઠકમાં આગામી પ્રદેશ અધ્યક્ષ અંગે કોઈ ચર્ચા થવાની નથી પરંતુ બુથ લેવલના સંગઠન સંરચનનું નિર્માણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 

    નોંધનીય છે કે  સી.આર પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યા બાદ તેમના સ્થાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદ પર કોની નિમણૂક થશે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. વર્તમાનમાં પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌધરી, જગદીશ પંચાલ અને મયંક નાયકમાંથી કોઈ એક ભવિષ્યના ભાજપ અધ્યક્ષ બને તેવી અટકળો ચાલી રહી છે. જોકે ઉત્તરાયણ સુધી સી.આર જ પાટીલ જ ભાજપનો મોરચો સંભાળશે.

    સી.આર પાટીલે વાવ પેટાચૂંટણીના પરિણામ બાદ પદ છોડવાના સંકેત આપ્યા હતા. પાટીલે જણાવ્યું હતું કે 2 દિવસમાં સંગઠન અંગે નિર્ણય લેવાનો તેમને સંકેત મળ્યો હતો. ઉપરાંત તેમણે આગામી અધ્યક્ષ બનનારને અગાઉથી અભિનંદન પણ આપી દીધા હતા, જોકે તે સમયે કોઈ નિર્ણય લેવાયો નહોતો. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં