Tuesday, November 26, 2024
More
    હોમપેજદેશજેમને ન મારી શકી આતંકીઓની ગોળીઓ, તેમને ગરીબીએ માર્યા: જાણો કસાબની ઓળખ...

    જેમને ન મારી શકી આતંકીઓની ગોળીઓ, તેમને ગરીબીએ માર્યા: જાણો કસાબની ઓળખ કરી ‘હિંદુ આતંકવાદ’ના પ્રોપગેન્ડાને નાકામ કરનાર હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકર અને દેવિકા રોતાવન વિશે

    26/11ના આતંકવાદી હુમલાના અન્ય એક સાક્ષી હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકરે પણ કોર્ટમાં આતંકવાદી અજમલ કસાબની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. પરંતુ થોડા વર્ષો પછી ડેન ડિસોઝા નામના વ્યક્તિને તેઓ ફૂટપાથ પર પડેલા મળ્યા હતા.

    - Advertisement -

    હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકર (Harishchandra Shrivardhankar) હવે આ દુનિયામાં નથી અને દેવિકા રોતાવન (Devika Rotavan) ગરીબીનું જીવન જીવી રહી હતા. ખરેખર તો આ બંને વચ્ચે દૂર-દૂર સુધી કોઈ સબંધ નથી. પરંતુ 26 નવેમ્બર 2008ના રોજ થયેલો મુંબઈ હુમલો (26th November Mumbai Terrorist Attack)(26/11) આ બંને જણાને એકસાથે જોડે છે. આ બંને જણા આ જ હુમલામાં ઘાયલ થયા હતા. આ બંનેએ હુમલા દરમિયાન જીવતા પકડાયેલા આતંકવાદી આમિર અજમલ કસાબને (Azmal Kasab) ઓળખી કાઢ્યો હતો.

    ગરીબીનું જીવન જીવી રહી છે દેવિકા રોતાવન

    દેવિકા રોતાવનની ચર્ચા છેલ્લે ઓગસ્ટ 2020માં થઇ હતી. તેણે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. કારણ એ હતું કે મહારાષ્ટ્ર સરકારે EWS યોજના હેઠળ ઘર આપવાનું વચન આપ્યું હતું. તે સમયે તેણે કહ્યું હતું કે તેનો આખો પરિવાર ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અને ત્યારે તેમણે સરકાર સમક્ષ વિનંતી કરી હતી કે તેમની માટે ઘર અને સાથે થોડી એવી વ્યવસ્થા કરી આપવામાં આવે જેના કારણે તે તેનો અભ્યાસ પૂર્ણ કરી શકે.

    દેવિકાની ઉંમર હાલ 23 વર્ષની છે જયારે 26/11નો હુમલો થયો ત્યારે તે 10 વર્ષની હતી. તે પુણે જવા માટે તેના પિતા અને ભાઈ સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પહોંચી હતી. અહીં જ આતંકવાદીઓની ગોળી તેના પગમાં વાગી હતી. તેને ઈજાગ્રસ્ત હાલતમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બે મહિનામાં છ સર્જિકલ ઓપરેશન થયા. 6 મહિના પથારીમાં વિતાવ્યા. જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે તેણે કોર્ટમાં જઈને આતંકવાદી અજમલ કસાબ વિરુદ્ધ જુબાની આપી હતી. મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં તે સૌથી નાની વયની સાક્ષી હતી.

    - Advertisement -

    તત્કાલીન સમયે સરકારે દેવિકાને અનેક પ્રકારની સુવિધાઓ આપવાની જાહેરાત કરી હતી. બાદમાં સરકાર તેના વાયદા ભૂલી ગઈ હતી. જ્યારે દેવિકાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, “મને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તરફથી 10 લાખની સહાય રકમ મળી હતી, જે મારી ટીબીની સારવાર પાછળ ખર્ચવામાં આવી હતી. હું આ માટે આભારી છું પરંતુ મને જે વચનો આપવામાં આવ્યા હતા તે હજુ સુધી પૂરા થયા નથી.”

    આતંકવાદીને બેગ વડે મારનાર હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકર

    26/11ના આતંકવાદી હુમલાના અન્ય એક સાક્ષી હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકરે પણ કોર્ટમાં આતંકવાદી અજમલ કસાબની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. પરંતુ થોડા વર્ષો પછી ડેન ડિસોઝા નામના વ્યક્તિને તેઓ ફૂટપાથ પર પડેલા મળ્યા હતા. 26/11ના હુમલા દરમિયાન, કામા હોસ્પિટલની બહાર શ્રીવર્ધનકરને તેમની પીઠ પર આતંકવાદીઓની બે ગોળી વાગી હતી. તેમણે કસાબના સહયોગી ઈસ્માઈલને તેમની ઓફિસ બેગથી પણ માર્યો હતો.

    મે 2021માં શ્રીવર્ધનકરનું મૃત્યુ થઇ ગયું હતું. મૂળ પશ્ચિમ મહારાષ્ટ્રના કોંકણ જિલ્લાના હરિશ્ચંદ્ર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિવૃત્ત કર્મચારી હતા. જ્યારે તેઓ ફૂટપાથ પર મળી આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમના પરિવારના સભ્યોએ તેમને ઘર બહાર કાઢી મુક્યા હતા અને તેઓ ઘણા દિવસોથી રસ્તા પર પડેલા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં