Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના નામે હિંદુઓની પવિત્ર સત્યનારાયણ કથા અટકાવી, બ્રહ્મ સમાજ ધૂંઆપૂંઆ:...

    વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના નામે હિંદુઓની પવિત્ર સત્યનારાયણ કથા અટકાવી, બ્રહ્મ સમાજ ધૂંઆપૂંઆ: રાજકોટ પાસે પારડીમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે થયું હતું આયોજન

    સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત તેમણે જયંત પંડ્યાને ફોન કોલ કરીને વાત પણ કરી હતી. ત્યારે તેમણે હેમાંગ રાવલને કહ્યું હતું કે, “હું શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે.”

    - Advertisement -

    રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાએ ફરી એક વાર હિંદુ સંપ્રદાયની અસ્થાનું અપમાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા રાજકોટમાં PGVCL ઓફીસમાં કોન્ટ્રાકટરના ખર્ચે આયોજિત ભગવાન સત્યનારાયણની કથા અટકાવાતા વિવાદ સર્જાયો હતો. મામલો સામે આવતા બ્રહ્મ સમાજના હેમાંગ રાવલે વિજ્ઞાન જાથાને કોલ કર્યો હતો એ દરમિયાન પણ જયંત પંડ્યા ઉશ્કેરાઈને વાત કરતા જોવા મળ્યા હતા.

    રાજકોટ અને શાપરની વચ્ચે આવેલા PGVCLના પારડી સબ ડિવિઝનમાં કોન્ટ્રાકટરના સ્વખર્ચે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેની ટીમે પારડી સબ ડિવિઝને પહોંચીને સત્યનારાયણની કથા અટકાવી દીધી હતી. આ મામલો સામે આવતાં જ હિંદુઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

    ગુજરાતના કેબિનેટમંત્રી પફુલ પાનસરિયાએ પણ સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “હું પણ સત્યનારાયણની કથા કરું છું! આ કથા અને પૂજા આપણા માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે, જે અંધશ્રદ્ધાનો વિષય નથી. આ ભવ્ય વારસાને જીવંત રાખવા વાર-તહેવારે દરેક ઘરે સત્યનારાયણની કથા અવશ્ય કરવી જોઈએ. આ આપણી સદીઓ પુરાની પૂજા-અર્ચનાની પૂજા છે; જેને આંતરિક ઉર્જાના સ્ત્રોત તરીકે જોવી જોઈએ.”

    - Advertisement -
    (ફોટો: ફેસબુક)

    ઉલ્લેખનીય છે કે આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત તેમણે જયંત પંડ્યાને ફોન કોલ કરીને વાત પણ કરી હતી. ત્યારે તેમણે હેમાંગ રાવલને કહ્યું હતું કે, “હું શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે.”

    ઉપરાંત હેમાંગ રાવલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “નાણાકીય ઉચાપતમાં સાત વર્ષની સજા પામેલો આરોપી જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને પડકારી રહ્યો છે. બ્રહ્મ સમાજ અન્ય સમાજ દ્વારા સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.”

    તેમણે આગળ કહ્યું હતું કે, “વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં  રહેલા વિધિવિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે અને સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો આ વિજ્ઞાન જાથા અને તેના મળતીયાઓ છોડતા નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય.”

    હેમાંગ રાવલે આગળ કહ્યું કે, “દેશના મહાન સપૂત ડો બાબા સાહેબ આંબેડકરે પણ આપણા દેશના બંધારણની અંદર પણ દેશના નાગરિકોને પોતાનો ધર્મ અને આસ્થા માનવાની છૂટ આપેલી છે. આજે જે પ્રમાણે કરોડો હિંદુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે.“

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં