Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમસલીમે સોનિયાને રખાવ્યું કડવા ચોથનું વ્રત..પૂજાના બહાને બોલાવી…મારી નાખીને દફનાવી આવ્યો લાશ:...

    સલીમે સોનિયાને રખાવ્યું કડવા ચોથનું વ્રત..પૂજાના બહાને બોલાવી…મારી નાખીને દફનાવી આવ્યો લાશ: દિલ્હીની ભયાનક ઘટના

    પરિવારનું કહેવું છે કે તેઓ જાણતા હતા કે તેમની પુત્રીના કોઈ યુવક સાથે સંબંધો છે, પરંતુ યુવક વિશે તેમને કોઈ જાણકારી ન હતી. થોડા સમય બાદ ખબર પડી કે તેનું નામ સંજુ છે. પરંતુ પછીથી જાણવા મળ્યું કે સંજુ ખરેખર સલીમ છે.

    - Advertisement -

    મુસ્લિમ યુવક સાથેના પ્રેમમાં વધુ એક હિંદુ યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કેસ છે દિલ્હીની (Delhi) એક સોનિયા (Sonia) નામની યુવતીની હત્યાનો. આરોપ લાગ્યો છે તેના ‘પ્રેમી’ સલીમ (Salim) નામના ઇસમ પર. જેણે સોનિયાને કડવા ચોથનું વ્રત રખાવ્યું હતું અને તેને તોડવાના બહાને બોલાવીને હત્યા કરીને લાશ દફનાવી દીધી. 

    મીડિયા અહેવાલોમાં જે જાણકારી મળી રહી છે તે અનુસાર યુવતીની ઉંમર 20 વર્ષ હતી અને દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં રહેતી હતી. એક યુવક સાથે તેના પ્રેમસંબંધો હતા, પરંતુ આ યુવક વિશે પરિવારમાં કોઈ જાણતું ન હતું. સોનિયાએ તેનું નામ ‘ભૂત’ નામથી સેવ કરી રાખ્યું હતું અને ક્યારેક ફોન પર વાતચીત કરતી વખતે તેને કોઈ પૂછે તો કહેતી કે તે ભૂત સાથે વાત કરે છે. પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં પણ તેણે ‘આઈ લવ ભૂત’ લખ્યું હતું. 

    પરિવારનું કહેવું છે કે તેઓ જાણતા હતા કે તેમની પુત્રીના કોઈ યુવક સાથે સંબંધો છે, પરંતુ યુવક વિશે તેમને કોઈ જાણકારી ન હતી. થોડા સમય બાદ ખબર પડી કે તેનું નામ સંજુ છે. પરંતુ પછીથી જાણવા મળ્યું કે સંજુ ખરેખર સલીમ છે. કહેવાય છે કે સોનિયાની નાની બહેન તેની સાથે સંજુના ઘરે ગઈ હતી, ત્યારે ખબર પડી હતી કે તે સંજુ નહીં સલીમ છે અને મુસ્લિમ છે. 

    - Advertisement -

    પરિવારે સોનિયાને ઘણી સમજાવી હતી પરંતુ તેણે સંબંધોનો અંત આણ્યો નહીં અને સલીમ સાથે વાતચીત ચાલુ રાખી. ત્યારબાદ દિવસ આવ્યો કડવા ચોથનો. આ દિવસે સરસામાન લઈને નીકળેલી સોનિયા પરત ફરી જ નહીં, જેથી પરિવારે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી. 

    રિપોર્ટ અનુસાર, પોલીસને યુવતી ગુમ થયાની ફરિયાદ 23 ઑક્ટોબરના રોજ મળી હતી. જોકે, પરિવારનું કહેવું છે કે શરૂઆતમાં તેમને સાંભળવામાં જ ન આવ્યા અને એમ કહેવાયું કે યુવતી મરજીથી ગઈ હશે અને પાછી આવી જશે. પરંતુ પછી દિવસો વધુ વીતતાં પોલીસે પરિવારની શંકાના આધારે સલીમની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો પોતે યુવતીની હત્યા કરી હોવાનું કબૂલી લીધું. 

    હત્યા પાછળ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે સોનિયા 7 મહિનાની ગર્ભવતી હતી અને સલીમ પર લગ્ન માટે દબાણ કરી રહી હતી, પરંતુ તે ટાળી રહ્યો હતો. આખરે દબાણ વધવા માંડ્યું તો સલીમે યુવતીને કડવા ચોથનું વ્રત રાખવા માટે કહ્યું અને તોડવા માટે બોલાવી, જ્યાં હત્યા કરી નાખી. અન્ય એક રિપોર્ટમાં જણાવાયું છે કે યુવતી અન્ય યુવક સાથે વાત કરે તે સલીમને પસંદ ન હતું. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

    હત્યાના દિવસે વ્રત તોડવાના નામે સોનિયાને બોલાવી હતી. ત્યારબાદ બે મિત્રો પંકજ અને ઋત્વિક સાથે એક ભાડાની કારમાં ફરવા જવાના બહાને લઈ ગયો હતો. જ્યાં કારમાં જ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને લાશ રોહતકના એક ખેતરમાં ફેંકી દીધી. એક ગામમાં તેમણે ત્રણ-ચાર ફૂટનો ખાડો ખોદીને લાશ દફનાવી દીધી હતી અને પરત દિલ્હી ફર્યા હતા. 

    પોલીસે આ મામલે સલીમ અને તેના સાથી પંકજની ધરપકડ કરી લીધી છે. અન્ય એક ઇસમ ફરાર છે. પોલીસ કહી રહી છે કે સંજુનું સાચું નામ સલીમ છે તે સોનિયા જાણતી હતી કે કેમ તે બાબતની હાલ તપાસ ચાલી રહી છે. જો એ એન્ગલથી કોઈ તથ્ય સામે આવ્યાં તો તે દિશામાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં