Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાકેનેડાએ ભારત સાથે સંબંધ સુધારવાનું શરૂ કરતા ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નૂ ચીનના...

    કેનેડાએ ભારત સાથે સંબંધ સુધારવાનું શરૂ કરતા ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નૂ ચીનના પખાળવા લાગ્યો ચરણ: વિડીયો જાહેર કરી ફરી ઓક્યું ઝેર

    પહેલા કેનેડા સરકારના ભારત વિરોધી મંત્રીઓની છત્રછાયામાં રહેતા પન્નૂએ હવે ચીનના તળિયા ચાત્વાનું શરૂ કરી દીધું છે. કારણકે કેનેડા હવે ભારત સાથે વણસેલા સંબંધો સુધારી રહ્યું છે.

    - Advertisement -

    કેનેડાની ધરતી પર રહીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં કુખ્યાત એવા ખાલિસ્તાની આતંકવાદી (Khalistani Terrorist) ગુરપતવંત પન્નૂએ (Gurpatwant Singh Pannun) ભારતના ટુકડા કરવાની માંગ કરી છે. મજાની વાત એ છે કે, પહેલા કેનેડા સરકારના (Canada) ભારત વિરોધી મંત્રીઓની છત્રછાયામાં રહેતા પન્નૂએ હવે ચીનના તળિયા ચાત્વાનું શરૂ કરી દીધું છે. કારણકે કેનેડા હવે ભારત સાથે વણસેલા સંબંધો સુધારી રહ્યું છે. પન્નૂની આ તાજી હરકત તેવા સમયે સામે આવી છે, જયારે કેનેડાના એક મંત્રીએ ભારતની ક્ષેત્રીય અખંડતાને સમર્થન આપ્યું છે.

    વાસ્તવમાં કેનેડીયન ડેપ્યુટી વિદેશ મંત્રી ડેવિડ મોરિસને તાજેતરમાં જ ભારતને સમર્થન આપતું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, “કેનેડાની નીતિ એકદમ સ્પષ્ટ છે, ભારતની ક્ષેત્રીય અખંડતાનું સનમન થવું જ જોઈએ. ભારત અખંડ અને એક છે જે સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.” કેનેડાના મંત્રીની આ વાત સાંભળીને આતંકવાદી ગુરપતવંત પન્નૂને મરચા લાગે તે સ્વભાવિક છે. કાયમ કેનેડામાં બેસીને ટુચકી ધમકીઓ આપતો પન્નૂ હાલ અમેરિકામાં છે. પહેલા જે દેશના મંત્રીઓના જોરે ઊછળકૂદ કરનાર ઉપદ્ર્વીએ કેનેડાનું બદલાયેલું વલણ જોઇને ચીનના તળિયા ચાટવાનું નક્કી કર્યું હોય તેમ વિડીયો બનાવીને ચીન પાસે મદદની માંગ કરી છે.

    આતંકવાદી ગુરપતવંત પન્નૂ હવે ચીનના શરણે?

    કેનેડાની વાત સાંભળીને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત પન્નૂએ ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગના પાસે માંગ કરીને ચીની સેનાને આદેશ દેવા કહ્યું છે. તેણે કહ્યું કે, “ચીનના રાષ્ટ્રપતિએ સેનાને આદેશ આપી દેવા જોઈએ, ભારત પાસેથી અરુણાચલ પ્રદેશ પરત લેવાનો આ જ સમય છે.” આટલું જ નહીં, ચીનની ચાપલુસી કરતા તેણે ભારતના અભિન્ન અંગ અરુણાચલને ચીનનો ભાગ ગણાવી દીધો. કેનેડા પ્રત્યે પોતાનું વલણ બદલતા તેણે કહ્યું કે, તેનું સંગઠન જસ્ટીસ ફોર શીખ (sikh for justice) અમેરિકા અને કેનેડાના નિયમો અનુસાર મળતી સુરક્ષા સુવિધાઓ લેતું રહેશે.

    - Advertisement -

    પોતાના આ વિડીયોમાં પન્નૂ એમ પણ કહે છે કે, તે અને તેનું આતંકવાદ સમર્થક સંગઠન ભારતની સંપ્રભુતાને ખતમ કરવાના પ્રયત્નો કરતા રહેશે. ભારતને વિશ્વના નકશામાંથી ગાયબ કરવાની ધમકી આપતા આ આતંકવાદીના પાછળ એક પોસ્ટર પણ લાગેલું જોવા મળ્યું, જેમાં “2047 ઇન્ડિયા નોન” લખેલું નજરે પડ્યું. જોકે એ અલગ વાત છે કે છાશવારે ઉછળકૂદ કરતા આ ખાલીસ્તાન સમર્થક આતંકવાદીને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં