Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઉજ્જૈન-ઇન્દોરમાં ગરબા પંડાલોમાંથી ઝડપાયા આસીમ, ફિરોઝ: હિંદુ નામ ધારણ કરી ઘૂસ્યા હતા...

    ઉજ્જૈન-ઇન્દોરમાં ગરબા પંડાલોમાંથી ઝડપાયા આસીમ, ફિરોઝ: હિંદુ નામ ધારણ કરી ઘૂસ્યા હતા કાર્યક્રમમાં, મળી આવી વાંધાજનક વસ્તુઓ અને અશ્લીલ મોબાઈલ ચેટ

    ઉજ્જૈનમાં હિંદુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ ફિરોઝને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. તે હિંદુ નામ ધારણ કરીને આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેવી જ ઘટના ઇન્દોરમાં પણ જોવા મળી હતી.

    - Advertisement -

    ઉજ્જૈન (Ujjain) અને ઇન્દોરમાં (Indore) ગરબા (Garba) પંડાલમાંથી મુસ્લિમ (Muslim) શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉજ્જૈનમાં હિંદુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ ફિરોઝને (Firoz) ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. તે હિંદુ નામ ધારણ કરીને આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તેવી જ ઘટના ઇન્દોરમાં પણ જોવા મળી હતી. અહીં પણ ગરબા પંડાલમાંથી બજરંગ દળે આસીમ નાગોરીને (Asim Nagauri) ઝડપી પાડ્યો હતો. બંને ઘટનાઓ મધ્ય પ્રદેશમાં બની હતી અને ઘટના બાદ તરત જ હિંદુ સંગઠનોએ આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા.

    મંગળવારે (8 ઑક્ટોબર) રાત્રે ઉજ્જૈનના ગરબા પંડાલમાં ફિરોઝ ખાન નામનો એક શખ્સ ઝડપાઇ આવ્યો હતો. માહિતી અનુસાર, તે શંકાસ્પદ હાલતમાં ગરબા પંડાલમાં ફરી રહ્યો હતો. જ્યારે હિંદુ સંગઠને તેને નામ પૂછ્યું ત્યારે તેણે પોતે ‘રાહુલ’ હોવાનું પણ જણાવ્યું હતું. સવાલના જવાબ આપતી વખતે તેનો વ્યવહાર યોગ્ય ન લાગતાં કાર્યકર્તાઓને તેના પર શંકા ગઈ હતી. હિંદુ સંગઠને કડક પૂછપરછ કરી તો તેણે પોતે કબૂલ્યું હતું કે, તેનું નામ ફિરોઝ ખાન છે. આ ઘટના બાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.

    આ સાથે જ પોલીસ તપાસમાં પણ અનેક બાબતો સામે આવી છે. પોલીસે જ્યારે તેની તપાસ કરી તો તેના ખિસ્સામાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. જોકે, ગરબા પંડાલમાંથી તેણે ભાગવાના પ્રયાસો પણ કર્યા હતા. પરંતુ હિંદુ સંગઠને તેને પકડીને પોલીસ સામે જ મેથીપાક આપી દીધો હતો. પોલીસે ફિરોઝ ખાન વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    પંકજ બનીને ગરબામાં ઘૂસ્યો આસીમ નાગોરી

    ઉજ્જૈન સિવાય અન્ય એક ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બનવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે, ઇન્દોરના એક ગરબા પંડાલમાં એક મુસ્લિમ શખ્સ મળી આવ્યો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ તેને ફટકાર્યો પણ હતો. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, પંડાલમાં ફરી રહેલા એક યુવકને તેમણે રોકીને નામ પૂછ્યું તો તેણે પંકજ હોવાનું કહ્યું હતું. જ્યારે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી તો તેનું નામ આસીમ હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ તેને પોલીસ હવાલે કરી દેવામાં આવ્યો હતો.

    આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું છે કે, પૂછપરછમાં આરોપીએ પોતે આસીમ નગોરી હોવાની કબૂલાત કરી છે અને તેણે એવું પણ જણાવ્યું છે કે, તે તેના ચાર મિત્રો સાથે ગરબા પંડાલમાં આવ્યો હતો. બંજરંગ દળ કાર્યકર્તાઓને જોઈને બાકીના તમામ મિત્રોને તેને છોડીને ભાગી નીકળ્યા હતા. જ્યારે આ ઝડપાયેલા એક વ્યક્તિને કાર્યકર્તાઓએ માર મારીને પોલીસ હવાલે કરી દીધો હતો.

    પોલીસે વધુમાં કહ્યું છે કે, આરોપી આસીમના મોબાઈલમાંથી અશ્લીલ ચેટ પણ મળી આવી છે. ઉપરાંત ગરબા દરમિયાન યુવતીઓ સાથે તેના ફોટા પણ મળી આવ્યા છે. તેમાંથી કેટલીક યુવતીઓને તે વિડીયો વાયરલ કરવાનું કહીને બ્લેકમેલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે આ મામલે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં