Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાપરિવાર સાથે દિલ્હી રહેતી ક્રિસ્ટન ફિશરે કરી ભારતની ભરપૂર પ્રશંસા: કહ્યું- ‘ભારત...

    પરિવાર સાથે દિલ્હી રહેતી ક્રિસ્ટન ફિશરે કરી ભારતની ભરપૂર પ્રશંસા: કહ્યું- ‘ભારત સબંધો, સમુદાય જેવી બાબતોમાં અમેરિકા કરતા વધુ સમૃદ્ધ’

    ક્રિસ્ટન ફિશરે વર્ષ 2022માં અમેરિકા છોડ્યું હતું અને ભારતની રાજધાની દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે દિલ્હીમાં સ્થળાંતર કરવાના ક્રિસ્ટને 3 કારણો ગણાવ્યા હતા. આ સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે, અમેરિકાને છોડીને તે પરિવાર સાથે ભારતમાં રહે છે, તેમાં તેને કોઈપણ પ્રકારનો અફસોસ પણ નથી.

    - Advertisement -

    છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત વિશ્વમાં વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યું છે. મોદી સરકાર આવ્યા બાદ શિક્ષણ સહિતની માળખાગત સુવિધાઓમાં મોટા પ્રમાણમાં સુધારો થયો છે. જોકે, વર્ષોથી એવી ચર્ચાઓ ચાલતી રહી છે કે, ભારત કરતા અમેરિકામાં જીવનધોરણ સારું છે. ત્યારે આ અંગે અમેરિકા છોડી પરિવાર સાથે ભારત રહેવા આવેલ અમેરિકન ક્રિસ્ટન ફિશરે આ મુદ્દે તેનો અભિપ્રાય આપ્યો હતો. તથા ભારતમાં રહેવા આવવાના ત્રણ કારણો પણ તેણે રજૂ કર્યા હતા. ઉપરાંત તેણે ભારતની ભરપૂર પ્રશંસા પણ કરી હતી.

    ક્રિસ્ટન ફિશરે વર્ષ 2022માં અમેરિકા છોડ્યું હતું અને ભારતની રાજધાની દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે દિલ્હીમાં સ્થળાંતર કરવાના ક્રિસ્ટને 3 કારણો ગણાવ્યા હતા. આ સાથે જ તેણે એવું પણ કહ્યું હતું કે, અમેરિકાને છોડીને તે પરિવાર સાથે ભારતમાં રહે છે, તેમાં તેને કોઈપણ પ્રકારનો અફસોસ પણ નથી. ક્રિસ્ટન ફિશરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો હતો અને ભારતની ભરપૂર પ્રશંસા કરી હતી.

    વિડીયોમાં તેણે જણાવ્યું હતું કે, “અમેરિકામાં ખૂબ જ વ્યક્તિવાદી સમાજ છે. સામાજિક રીતે ખૂબ જ અલગ છે. દરેક માણસ પોતાની જાત માટે એક પ્રકારની માનસિકતા ધરાવે છે અને લોકો ભાગ્યે જ અજાણ્યા લોકોને મદદ કરવા તૈયાર થાય છે.” ભારત અંગે વાત કરતા ક્રિસ્ટને કહ્યું, “બીજી તરફ, ભારત જીવનના રંગો, સંસ્કૃતિ, સમુદાય અને એકતાની એકંદર ભાવનાથી ભરેલું છે. લોકો ખૂબ આતિથ્યશીલ છે અને તેઓ ભલે ગમે તે વ્યક્તિ હોય તેને મદદ કરવા માટે પોતાનું કામ પણ મૂકી દે છે.”

    - Advertisement -

    આગળ તેણે કહ્યું કે, “ભારતમાં તમે ક્યારેય એકલા નથી પડતાં. તમે ગમે ત્યાં જાઓ, ત્યાં ઘણા બધા લોકો હોય છે. હું અમેરિકામાં રહેતા ઘણા ભારતીયોને મળી છું, જેઓ માણસોને શોધતા હોય છે. તેઓ અમેરિકામાં પોતાની જાતને સામાજિક રીતે ખુબ અલગ અને એકલી સમજે છે.”

    તેમણે તેમની પોસ્ટમાં પણ ભારતના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, “મને લાગે છે કે મારા બાળકો ભારતમાં વધુ સફળ જીવન અને ભવિષ્ય માટે તૈયાર થઈ રહ્યા છે. તેમની પાસે એટલું સમૃદ્ધ જીવન, અનુભવો અને સમુદાય હશે જે તેઓ USAમાં ક્યારેય મેળવી શક્યા ન હોત.”

    આગળ તેણે લખ્યું હતું કે, “હું વિદેશમાં રહેતા ઘણા ભારતીયો પાસેથી સાંભળું છું કે, તેઓ ભારતને ખૂબ યાદ કરે છે અને પરત જવા પણ માંગે છે. તેઓ વિચારે છે, બીજે ક્યાંક સારું જીવન જીવી શકાય છે, પરંતુ જ્યાં સુધી તેઓ જગ્યા છોડીને જતા નથી ત્યાં સુધી તેમને ખ્યાલ નથી આવતો કે તેઓ ઘરમાં કેવી રીતે રહેતા હતા.”

    તેમણે કહ્યું હતું કે, “હું હૃદયપૂર્વક માનું છું કે જીવનમાં પૈસા સિવાય પણ બીજું ઘણું બધું છે. હા, ચોક્કસથી USAમાં વધુ પૈસા છે, પરંતુ સમુદાય, સંબંધો, અનુભવો અને આનંદ જેવી બાબતોની વાત કરીએ તો ભારતમાં ઘણી વધુ સંપત્તિ છે.” ઉલ્લેખનીય છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતની સંસ્કૃતિ દેશ-વિદેશમાં પહોંચી રહી છે. તેના પ્રભાવ સ્વરૂપે ઘણા લોકોને ભારત પ્રત્યે આકર્ષણ થઇ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં