ભારતના ઈતિહાસના લેખકોએ જ્યારે પણ હિંદુઓના નરસંહાર સાથે સંકળાયેલી કોઈ પણ ઘટના વિશે લખ્યું છે, ત્યારે તેઓ તેને ‘બળવો’ અથવા ‘હિંદુ-મુસ્લિમ રમખાણો’નું નામ આપી દીધું છે. મહારાષ્ટ્રમાં, (Maharashtra) 19મી સદીના અંતમાં, હિંદુઓ માટે પૂજા પણ ગુનો બની ગયો હતો અને મુસ્લિમો વારંવાર હિંદુ સરઘસ પર હુમલો કરતા હતા, તેથી તેને ‘હિંદુ-મુસ્લિમ વિવાદ’ તરીકે લખી દેવામાં આવ્યું હતું. કેરળના મલબારમાં મોપલા (Moplah) મુસ્લિમો દ્વારા હિંદુઓના નરસંહાર વિશે ઉત્તર ભારતમાં ભાગ્યે જ કોઈ જાણતું હશે.
માત્ર અંગ્રેજોની નીતિ જ મુસ્લિમ તુષ્ટિકરણની હતી એવું નથી, પરંતુ મહાત્મા ગાંધી જેવા નેતાઓએ પણ ‘ખિલાફત ચળવળ’ને (Khilafat Movement) ટેકો આપીને હિંદુઓના નરસંહાર સામે આંખ આડા કાન કર્યા હતા. મોપલા હિંદુ નરસંહાર ઘણી વખત અંગ્રેજીમાં ‘મલબાર વિદ્રોહ’ (Malabar Rebellion) અથવા ‘બળવો’ તરીકે ઓળખાવી દેવામાં આવતો હતો. કેરળ BJPના પૂર્વ અધ્યક્ષ કુમ્મનમ રાજશેખરન અનુસાર, 1921માં બનેલી આ ઘટના રાજ્યમાં ‘જેહાદી નરસંહાર’ની પ્રથમ ઘટના હતી.
આજે કેરળમાં મુસ્લિમ વસ્તી લગભગ 27% છે. અહીંની પાર્ટી ‘મુસ્લિમ લીગ (IUML)’ પાસે 15 વિધાનસભા બેઠકો છે. રાજ્યમાંથી નોંધપાત્ર સંખ્યામાં લોકો આતંકવાદી સંગઠન ISISમાં સામેલ થાય છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પોતે પણ તાલિબાનમાં ‘મલયાલીઓ’ની હાજરીની વાત કરી છે. અહીંના ખ્રિસ્તીઓ પણ ‘લવ જેહાદ’થી (Love Jihad) પીડિત છે. હકીકતમાં, કેરળમાં ઇસ્લામિક કટ્ટરવાદના મૂળ ઇતિહાસ સાથે જોડાયેલા છે.
મોપલા હિંદુ હત્યાકાંડ અંગે વમપંથી ઈતિહાસકારો કહે છે કે તે અંગ્રેજો સામેનો બળવો હતો. જો એવું હતું તો મંદિરો શા માટે ધ્વસ્ત કરવામાં આવ્યા? જો આ ‘સ્વતંત્રતાની લડાઈ’ હતી, તો ભારતના લોકોએ શા માટે જેહાદીઓના ડરથી પોતાની જમીન છોડીને ભાગવું પડ્યું? ડાબેરીઓ તેને ‘મપ્પિલા મુસ્લિમોનો સશસ્ત્ર બળવો’ કહે છે. જો આ બળવો હતો તો પછી માત્ર મુસ્લિમો જ શા માટે તેમાં સામેલ હતા? બીજા ધર્મના લોકો કેમ સામેલ નહોતા?
લગભગ 6 મહિના સુધી હિંદુઓનો નરસંહાર ચાલુ રહ્યો, જેમાં 10,000થી વધુ લોકોના જીવ ગયા. ભારતના અન્ય વિસ્તારોની જેમ કેરળમાં પણ ઇસ્લામ અરેબિયામાંથી જ આવ્યો હતો. આરબ વેપારીઓ ત્યાં આવતા હતા અને આ રીતે 9મી સદીમાં ત્યાં ઇસ્લામનો વિકાસ થવા લાગ્યો. ઘણા ગરીબ હિંદુઓનું ધર્માંતરણ થયું. અહીં સ્થાયી થયેલા આરબ વેપારીઓના વંશમાં પણ વધારો થતો ગયો. આ રીતે કેરળમાં મુસ્લિમોની વસ્તી સતત વધતી જ ગઈ.
આ એ જ વિસ્તાર હતો જ્યાં હૈદર અલી અને તેના પુત્ર ટીપુ સુલતાન પર હુમલો થયો હતો. પોર્ટુગીઝ અહીં પહેલાથી જ સ્થપાયેલા હતા. તદુપરાંત, મૈસુરના આક્રમણથી અહીંના હિંદુઓને ભાગી જવાની ફરજ પડી હતી. હિંદુઓને મોટાપાયે લૂંટવામાં આવ્યા. લોકોને પણ નવાઈ લાગી કે ‘ મપ્પિલા મુસ્લિમો’ની વસ્તી અચાનક કેવી રીતે વધી ગઈ કે તેઓ બહુમતીમાં આવી વર્ચસ્વ ધરાવતા થઈ ગયા. તેના માત્ર બે કારણો હતા – વધુને વધુ બાળકો પેદા કરવા અને મોટી સંખ્યામાં ગરીબ હિંદુઓનું ધર્માંતરણ કરાવવું.
1921માં દક્ષિણ માલાબારના ઘણા જિલ્લાઓમાં મુસ્લિમ વસ્તી સૌથી વધુ હતી. તેઓ કુલ વસ્તીના 60% હતા. હવે એવો સમય આવ્યો જ્યારે મહાત્મા ગાંધીએ મુસ્લિમોનો ‘વિશ્વાસ જીતવા’ માટે ‘ખિલાફત ચળવળ’ને કોંગ્રેસનું સમર્થન જાહેર કરી દીધું. ‘ખિલાફત’ નો અર્થ શું છે? આ ચળવળ ઑટોમન સામ્રાજ્યને પુનઃસ્થાપિત કરવા માટે થઈ રહી હતી. તુર્કીના ખલીફાને સમગ્ર વિશ્વમાં ઇસ્લામના નેતા તરીકે નિયુક્ત કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો.
ત્યારે ભારતને ના તુર્કી સાથે કઈ લેવાદેવા હતી કે ના ઑટોમન સામ્રાજ્ય સાથે કોઈ સબંધ હતો. પરંતુ, મહાત્મા ગાંધીએ મુસ્લિમોને કોંગ્રેસ સાથે જોડવા માટે એક એક એવી ચળવળને સમર્થન આપ્યું, જેના પરિણામ હિંદુઓએ ભોગવવા પડ્યા. તે 18 ઓગસ્ટ, 1920નો સમય હતો જ્યારે મહાત્મા ગાંધી ‘ખિલાફત’ના નેતા શૌકત અલી સાથે માલાબાર ગયા હતા. તેઓ ‘અસહકાર આંદોલન અને ખિલાફત વિશે’ જાગૃતિ લાવવા ત્યાં ગયા હતા.
અહીં પણ મહાત્મા ગાંધીએ હિંદુઓને ‘જ્ઞાન’ આપ્યું હતું. કાલિકટમાં 20,000ની ભીડ સમક્ષ બોલતા તેમણે કહ્યું કે જો ‘ખિલાફત’ના મામલામાં ન્યાય માટે ભારતના મુસ્લિમો ‘અસહકાર આંદોલન’ને સમર્થન આપે તો હિંદુઓની પણ ફરજ છે કે તેઓ તેમના ‘મુસ્લિમ’ ભાઈઓને સહકાર આપે. જૂન 1920 માં, મહાત્મા ગાંધીના આદેશ પર માલાબારમાં ‘ખિલાફત સમિતિ’ની રચના કરવામાં આવી. જે પાછળથી ખૂબ જ એક્ટિવ થઈ ગઈ હતી.
મહાત્મા ગાંધી પણ એવા ભ્રમમાં જીવતા રહ્યા કે મુસ્લિમોએ ‘અસહકાર ચળવળ’ને ટેકો આપ્યો હતો. પરંતુ, તેનું પરિણામ એ આવ્યું કે ‘ખિલાફત’ની આગમાં મોપલા મુસ્લિમોએ હિંદુઓનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના ઘરો, મિલકતો અને ખેતરો બરબાદ કરી દેવામાં આવ્યા. ઘણાનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. અંગ્રેજોને દોષ આપીને કોંગ્રેસે આ મામલેથી છેડો ફાડી લીધો. પરંતુ, હિંદુઓને બચાવવા કોઈ આગળ ન આવ્યું.
હા, વામપંથી નેતાઓ આનાથી ખૂબ ખુશ હતા. સૌમ્યેન્દ્રનાથ ટાગોર જેવા સામ્યવાદી નેતાઓએ તેને ‘જમીનદારો સામે બળવો’ ગણાવી દીધો. ઈતિહાસકાર સ્ટીફન ફ્રેડરિક ડેલે સ્પષ્ટ લખ્યું છે કે આ ‘જેહાદ’ હતી. તે કહે છે કે મોપલા મુસ્લિમોમાં ઘણા સમય પહેલા જ ‘જેહાદ’નો સ્વભાવ હતો જે યુરોપિયનો અને હિંદુઓ સામે લડતી વખતે ઉજાગર થયો હતો. તેમનું કહેવું હતું કે આ હત્યાકાંડને આર્થિક સ્થિતિ સાથે કોઈ લેવાદેવા નહોતી. દેશમાં અનેક ‘ખેડૂત ચળવળો’ થઈ, પણ આ આંદોલનમાં ધર્મ પરિવર્તનનું શું કામ હતું?
આમાં સૌથી વિવાદાસ્પદ નામ વરિયામકુનનાથ કુંજાહમદ હાજીનું છે, જે આ સમગ્ર હત્યાકાંડનું સૌથી વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે. તે માલાબારમાં ‘મલયાલા રાજ્યમ’ નામની ઇસ્લામિક સમાનાંતર સરકાર ચલાવતો હતો. ‘ઈસ્લામિક સ્ટેટ’ની સ્થાપના કરનાર વ્યક્તિ સ્વતંત્રતા સેનાની કેવી રીતે હોઈ શકે? ‘ધ હિંદુ’ અખબારને પત્ર લખીને તેમણે હિંદુઓ વિશે ખરી-ખોટી સાંભળવી હતી. અંગ્રેજોએ તેને મૃત્યુદંડની સજા આપી હતી. હવે તેના પર ફિલ્મ બનાવીને તેનો મહિમામંડન કરવાની તૈયારી ચાલી રહી છે.
RSSના વિચારક જે નંદકુમાર અનુસાર હાજી એવા પરિવારમાંથી આવતો હતો જેને હિંદુ પ્રતિમાઓ તોડી પાડવાની આદત હતી. તેના અબ્બાએ પણ અનેક રમખાણો કર્યા હતા, ત્યારબાદ તેને મક્કામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. મોપલા રમખાણો દરમિયાન, ઘણી હિંદુ મહિલાઓ પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો અને મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે ‘Pakistan or The Partition of India’માં લખ્યું છે કે મોપલા કાંડ બે મુસ્લિમ સંગઠનો દ્વારા કરાવવામાં આવ્યા હતા.
તેમના નામ છે – ‘ખુદ્દમ-એ-કાબા (મક્કાના સેવકો)’ અને કેન્દ્રીય ખિલાફત સમિતિ. તેમણે લખ્યું છે કે હુલ્લડબાજોએ મુસ્લિમોને એવું કહીને ઉશ્કેરવાનું શરૂ કર્યું કે બ્રિટિશ શાસનનો રાઝ ‘દારૂલ હર્બ (એક ભૂમિ જ્યાં અલ્લાહની ઈબાદત કરવાની મંજૂરી નથી)’ છે. અને જો તેમની પાસે આની સામે લડવાની તાકાત ન હોય તો તેઓએ હિજરત (સ્થળાંતર) કરવી જોઈએ. આંબેડકરે લખ્યું છે કે આનાથી મોપલા મુસ્લિમો ભડક્યા અને તેઓએ અંગ્રેજોને ભગાડીને ઈસ્લામિક રાજ્યની સ્થાપના માટે લડાઈ શરૂ કરી.
‘Tharppanam’ performed for the Hindus massacred during 1921 Malabar riots
— VSK BHARAT (@editorvskbharat) August 10, 2021
Kozhikode. 1921, a year which cannot be forgotten by Hindus of Kerala. The cruel, barbaric and terrifying Hindu genocide by Muslim fundamentalists took place in Malabar. https://t.co/jgPV033DDi
ડૉ. આંબેડકર લખે છે, “અંગ્રેજો સામેનો વિરોધ વાજબી ગણી શકાય, પરંતુ મોપલા મુસ્લિમોએ માલાબારના હિંદુઓ સાથે જે કર્યું તે ચોંકાવનારું છે. માલાબારના હિંદુઓએ મોપલાના હાથે ભયંકર પરિણામો સહન કર્યા. નરસંહાર, બળજબરીથી ધર્મપરિવર્તન, મંદિરો ધ્વસ્ત કરવા, સ્ત્રીઓ વિરુદ્ધના અપરાધ, સગર્ભા સ્ત્રીઓના પેટ ફાડી નાખવા જેવા બનાવો, આ બધી જ ઘટનાઓ ઘટી. બધી ક્રૂર અને અનિયંત્રિત બર્બરતા હિંદુઓ સાથે થઈ. જ્યાં સુધી સેના ત્યાં પહોંચી નહીં ત્યાં સુધી મોપલોએ ખુલ્લેઆમ હિંદુઓ સાથે આ બધું જ કર્યું.”
મોપલા નરસંહારના કિસ્સામાં દિવાન બહાદુર સી ગોપાલન નાયરને ‘પ્રાથમિક સ્ત્રોત’ ગણી શકાય, કારણ કે તેઓ બ્રિટિશ કાળ દરમિયાન ત્યાં ડેપ્યુટી કલેક્ટર હતા. તેમણે પણ લખ્યું કે ગર્ભવતી મહિલાઓના મૃતદેહના ટુકડા કરી રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા. મંદિરોમાં ગૌમાંસ ફેંકવામાં આવતું હતું. ઘણા શ્રીમંત હિંદુઓ પણ ભીખ માંગવા મજબૂર બન્યા હતા. જે હિંદુ પરિવારોએ પોતાની બહેનો અને દીકરીઓને ઉછેર્યા હતા તેઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું અને પરિવારની સામે જ તેમના મુસ્લિમો સાથે લગ્ન કરવી દેવામાં આવ્યા હતા.
બાબાસાહેબ આંબેડકરે તેને હિંદુ-મુસ્લિમ હુલ્લડ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે હિંદુઓના મૃત્યુનો કોઈ આંકડો નથી, પરંતુ સંખ્યા ઘણી મોટી છે. ઈતિહાસમાં તમે જ્યાં પણ મોપલા વિશે વાંચશો, તો તમને એવું બતાવવામાં આવશે કે તે અંગ્રેજો સામે ‘ખેડૂત વિદ્રોહ’ હતો. પરંતુ, તેની આડમાં એ છુપાવવામાં આવે છે કે કેવી રીતે હજારો હિંદુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.