Friday, December 6, 2024
More
    હોમપેજક્રાઈમસંભલ હિંસા મામલે સામે આવી આરોપીઓની ઓડિયો ક્લિપ: જામા મસ્જિદ ખાતે વધુમાં...

    સંભલ હિંસા મામલે સામે આવી આરોપીઓની ઓડિયો ક્લિપ: જામા મસ્જિદ ખાતે વધુમાં વધુ મુસ્લિમોનું ટોળું ભેગું કરવા કરાઈ હતી અપીલ, હથિયારો લાવવાનો પણ ઉલ્લેખ

    સંભલ હિંસા મામલે ધરપકડ કરાયેલ આરોપીના ફોનમાંથી એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ સંભલની જામા મસ્જિદ પાસે વધુમાં વધુ લોકોને ભેગા કરવાની અપીલ કરતો સાંભળવા મળ્યો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરના રોજ થયેલ હિંસા (Sambhal Violence) મામલે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. આ મામલે હવે એક ઓડિયો ક્લિપ (Audio Clip) સામે આવી છે જે અનુસાર જામા મસ્જિદ (Jama Masjid) પાસે લોકોને ભેગા કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જામા મસ્જિદ પાસે હથિયારો લાવવા અને વધુમાં વધુ લોકોનું ટોળું ભેગું કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ અગાઉ પણ આ હિંસા યોજનાબદ્ધ રીતે કરી હોવાના પુરાવા સામે આવ્યા હતા.

    ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ સંભલ હિંસા મામલે ધરપકડ કરાયેલ આરોપીના ફોનમાંથી એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. જેમાં કોઈ અજ્ઞાત વ્યક્તિ સંભલની જામા મસ્જિદ પાસે વધુમાં વધુ લોકોને ભેગા કરવાની અપીલ કરતો સાંભળવા મળ્યો હતો. તે કહી રહ્યો હતો કે, “બધો સામાન લઈને મસ્જિદ જોડે આવ, ત્યાં મારા ભાઈનું ઘર છે.”

    ઉલ્લેખનીય છે કે ઓડિયો ક્લિપ મામલે પોલીસે કાર્યવાહી કરી છે. આ જ ક્લિપમાં દેશી બનાવટની બંદૂક લાવવાની વાત પણ વાત કરી હતી. ઉપરાંત પોલીસે ક્લિપમાંથી સામે આવેલ નામો અનુસાર 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં આમિર પઠાણ, મહોમ્મદ અલી અને ફૈઝાન અબ્બાસીનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    અહેવાલ મુજબ આ ત્રણ આરોપીઓએ અન્ય 49 ઉપદ્રવીઓના નામ પણ પોલીસને જણાવ્યા છે. જેમની ઓળખ કરી ધરપકડ અંગેની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આ જ લોકોએ એક બીજા સાથે વાત કરીને અન્ય લોકોને મસ્જિદ પાસે ભેગા થવાની અપીલો કરી હતી.

    શું છે સમગ્ર મામલો

    ઉલ્લેખનીય છે કે કોર્ટે સંભલ ખાતે આવેલ જામા મસ્જિદના સર્વેક્ષણનો આદેશ આપ્યા બાદ સર્વે કરવા ટીમ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન સર્વે રોકવા મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યાં હાજર પોલીસ દળ પર પણ પથ્થરમારો અને કાચની બોટલો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હિંસા દરમિયાન 5 લોકોના મૃત્યુ થયા હતા અને પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

    આ મામલે FIR નોંધાયા બાદ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુસ્લિમ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મુસ્લિમ મહિલાઓએ પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે હિંસા દરમિયાન મુસ્લિમ મહિલાઓને પોલીસ પર પથ્થરો અને બોટલો ફેંકવા તૈયાર કરવામાં આવી હતી, ઉપરાંત જો પોલીસ ઉપદ્રવીઓનો પીછો કરે તો પોલીસને રોકીને આરોપીઓને બચાવવાનું ષડ્યંત્ર ઘડાયેલું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં