Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના ડ્રાઈવર ઇમરાન કાસમે ડીસાની હિંદુ યુવતીને સ્લીપર બસમાં પીંખી: ત્રાસેલી પરિણીતાએ...

    વડોદરાના ડ્રાઈવર ઇમરાન કાસમે ડીસાની હિંદુ યુવતીને સ્લીપર બસમાં પીંખી: ત્રાસેલી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી; પીડિતાનાં ચિત્રોનાં વખાણ કરીને આવ્યો હતો સંપર્કમાં

    પીડિતા ફાઈન આર્ટસની વિદ્યાર્થિની હોવાથી તે ચિત્રકલામાં પારંગત છે, યાત્રામાં તે પોતાના સાથે પ્રવાસ કરી રહેલા યાત્રીઓને પોતાનાં ચિત્રો દેખાડી રહી હતી. દરમિયાન બસના ડ્રાઈવર ઇમરાન કાસમ હુસૈન ઘોરીએ તેના ચિત્રોનાં ભરપેટ વખાણ કર્યા હતા.

    - Advertisement -

    ડીસાની એક 25 વર્ષીય પરણિત હિંદુ યુવતી બળાત્કારનો ભોગ બની છે. આ ચોંકાવનારી ઘટનામાં આરોપી વડોદરામાં રહેતો ઇમરાન કાસમ હુસેન નામનો બસ ડ્રાઈવર છે. તે ફાઈન આર્ટસમાં ભણતી પરિણીતાના ચિત્રોના વખાણ કરીને આરોપી તેના સંપર્કમાં આવ્યો હતી. જે બાદ પીડિતાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેણે અનેક વાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે પીડિતાએ કાસમથી ત્રાસીને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર ડીસા તાલુકાના એક ગામમાં રહેતી 25 વર્ષની યુવતીના લગ્ન નવસારી રહેતા એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. આશરે 6 મહિના પહેલા આ યુગલ એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઉત્તર ભારતના પ્રવાસે ગયું હતું. પીડિતા ફાઈન આર્ટસની વિદ્યાર્થિની હોવાથી તે ચિત્રકલામાં પારંગત છે, યાત્રામાં તે પોતાના સાથે પ્રવાસ કરી રહેલા યાત્રીઓને પોતાનાં ચિત્રો દેખાડી રહી હતી. દરમિયાન બસના ડ્રાઈવર ઇમરાન કાસમ હુસૈન ઘોરીએ તેના ચિત્રોનાં ભરપેટ વખાણ કર્યા હતા.

    ચિત્રોનાં વખાણ કરી સંપર્કમાં આવ્યો

    કાસમે ચિત્રોનાં વખાણ કરીને પોતે પણ કેટલાક ચિત્રો બનાવવા હોવાનું કહીને પરિણીતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ માંગ્યું હતું. પીડિતાએ તેને પોતાનું ઈન્સ્ટાગ્રામ આઈડી આપ્યું હતું. આઈડી મળ્યા બાદ ઈમરાને તેની સાથે પરિચય કેળવ્યો હતો અને મેસેજમાં વાત કરવાનું ચાલુ કરી દીધું હતું. થોડા સમય બાદ તેણે તેને ભરોસામાં લઈને મોબાઈલ નંબર પણ મેળવી લીધો અને ફોન પર પણ વાત કરવા લાગ્યો. ટેલીફોનીક વાતચીત આરોપીએ પીડિતાને પતિની હત્યાની ધમકી આપી સંપર્કમાં રહેવા કહ્યું હતું જેથી તે ડરી ગઈ હતી.

    - Advertisement -

    ચાલુ બસે પરિણીતાને પીંખી

    આ બધા વચ્ચે એક દિવસ પરિણીતા નવસારીથી ડીસા આવી રહી હતી. જેની જાણ ઇમરાનને થતા તેણે વડોદરા પાસે બસ અટકાવી તેની સાથે સ્લીપર કેબીનમાં બેસી ગયો હતો. જેવી બસ ઉપડી, તેણે યુવતીને પરિવારની હત્યાની ધમકીઓ આપીને ચાલુ બસે પીડિતાની આબરૂ લૂંટી હતી. આવી જ રીતે જયારે પીડિતા ડીસાથી પરત નવસારી આવી રહી હતી, ત્યારે ઈમરાને અંકલેશ્વર પાસે આવેલી એક હોટલ પાસેથી યુવતીને બસમાંથી ઉતારી પોતાની સાથે ઉઠાવી ગયો હતો અને ફરી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને પ્રતિકાર કરવા અક્ષમ ગણી ઈમરાને બળાત્કારનો ક્રમ ચાલુ રાખ્યું હતો.

    ધાક-ધમકીથી ડરીને પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

    એક વાર પરિણીતાને ડીસા જવાનું હોવાથી આરોપી તેને પરાણે પોતાની કારમાં મુકવા ગયો. આ દરમિયાન ડીસા પાલનપુર હાઈવે પર રસાણા કલ્યાણપુરા પાટિયા પાસે આવેલા એક અવાવરું ખેતરમાં લઇ જઈ ફરી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે પરિણીતાને ડીસા ગાયત્રી મંદિર પાસે ઉતારી મૂકી હતી. પરિણીતા ત્યાંથી તેના પિતાના ઘરે જઈ રહી તે દરમિયાન ઈમરાને તેનો પીછો કરી તેના પિતાનું ઘર જોઈ લીધું હતું.

    ત્યાર બાદ તેણે તેને ફોન કરીને ધમકીઓ આપી હતી કે, “હવે મેં તારા પિતાનું ઘર જોઈ લીધું છે, હું ત્યાં સળગીને મરી જઈશ અને તમને બધાને જેલમાં પુરાવી દઈશ.” આમ સતત ઇમરાનના ત્રાસથી હેરાન પરિણીતાએ કંટાળીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પોતાના પિતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણવાનો પ્રયત્ન કર્યો હતો. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી 25 વર્ષીય પરિણીતાને ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા ડીસા પોલીસ સિવિલ ધસી ગઈ હતી અને પીડિતાનું નિવેદન લીધું હતું.

    હાલ પોલીસે પીડિતાના નિવેદનના આધારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઇમરાન કાસમ હુસૈન ઘોરી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડીસાની યુવતી બળાત્કારનો ભોગ બની તે સમગ્ર મામલે કાર્યવાહી કેટલે પહોંચી તે જાણવા ઑપઇન્ડિયાએ ડીસા પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક સ્થાપી શકાયો નહતો. વધુ માહિતી મળતાની સાથે જ આ લેખને અપડેટ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં