Sunday, November 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ‘યે બડા હિંદુ નેતા બનકે ઘૂમ રહા હૈ, ઇસકો મારો’ કહીને...

    સુરત: ‘યે બડા હિંદુ નેતા બનકે ઘૂમ રહા હૈ, ઇસકો મારો’ કહીને બજરંગ દળ કાર્યકર પર કટ્ટરપંથી ટોળાનો હુમલો, અશાંતધારા મામલે પ્રશ્નો કરતા અદાવતમાં હુમલો થયાનો આરોપ

    સમગ્ર ઘટના મામલે પિન્કેશભાઈ રાણાએ મહિધરપુરા પોલીસ મથકે નાસીર, અરમાન, ઝહીર, જાવેદ, આદિલ, આસિફ, જાવેદ લંગડો અને યુસુફ વગેરે સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    સુરતમાં શનિવારે (16 જુલાઈ 2022) એક બજરંગ દળ કાર્યકર્તા પર મુસ્લિમોના ટોળાએ હુમલો કરવાની ઘટના બની છે. બજરંગ દળ કાર્યકર પિન્કેશ રાણા સાંજે ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે તેમના મોપેડ સાથે બાઈક અથડાવી બોલાચાલી કર્યા બાદ ટોળાએ માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે ફરિયાદમાં અશાંતધારા અંગે તેમણે કરેલી ફરિયાદની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. 

    ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં બજરંગ દળના સત્સંગ પ્રમુખ પિન્કેશ રાણા શનિવારે સાંજના અરસામાં ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બેગમપુરા નજીક બ્રાહ્મણ ફળીયા પાસે પહોંચતા અચાનક એક બાઈક પર ત્રણ જણા ઝડપથી પસાર થઇ ગયા હતા જેના કારણે તેમનું મોપેડ બાઈકને અડી ગયું હતું. જે બાદ પલ્સર ચાલકે અને તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી અને જે બાદ ત્રણેય પિન્કેશ રાણા તરફ ધસી ગયા હતા અને માર મારવા માંડ્યા હતા. 

    ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રણેય ઈસમોએ બજરંગ દળ કાર્યકરને નીચે પાડી દઈને ઢીકામુકકીનો માર મારવા માંડ્યા હતા અને એક ઈસમે પટ્ટા વડે માર માર્યો હતો. આ દરમિયાન આસપાસ માણસોનું ટોળું એકઠું થઇ જતાં પટ્ટા વડે મારનાર ઇસમે તેમને ‘યે બડા હિંદુ નેતા બનકે ઘૂમ રહા હૈ, ઇસકો મારો’ કહેતા ત્યાં હાજર ટોળાના માણસો પણ માર મારવા માંડ્યા હતા. તેમજ તેમને ઘસડીને લઇ જવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આ દરમિયાન સુરતના શાહપોરના બજરંગ દળ સંયોજક યજ્ઞેશભાઈ પટેલ પણ સંજોગવસાત ત્યાં જ હાજર હોઈ તેમણે પિન્કેશ રાણાની ઓળખ કરી લેતા તેમણે અન્ય એક વ્યક્તિ સાથે વચ્ચે પડીને ટોળાને વિખેરી નાંખ્યું હતું અને પિન્કેશભાઈને બચાવી લીધા હતા. 

    સીસીટીવી ફૂટેજ (via Sources)

    ફરિયાદમાં પિન્કેશ રાણાએ તેમણે પોલીસ સમક્ષ લોકદરબારમાં ગોલવાડ અને મહિધરપુરા વિસ્તારમાં મુસ્લિમો દ્વારા ખરીદવામાં આવતી મિલકતો અને અશાંતધારાના પ્રશ્નો બાબતે રજૂઆત કરતા, તેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. 

    આ મામલે ઘટનાને નજરે જોનારા બજરંગ દળ નેતા યજ્ઞેશભાઈ પટેલે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, જ્યારે ઘટના બની ત્યારે હું તે જ સ્થળે ચાઈનીઝની લારી નજીક ઉભો હતો. ટોળું માર મારવા માંડતા મેં પિન્કેશભાઈની ઓળખ કરી લીધી હતી અને જે બાદ અન્ય એક મિત્ર સાથે વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા. આ દરમિયાન તેમની ઉપર પણ ટોળાએ હુમલો કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, લગભગ ત્રીસથી ચાળીસ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને જો તેઓ પહોંચ્યા ન હોત તો ગંભીર ઘટના બની ગઈ હોત. તેમણે એમ પણ કહ્યું કે, આ આકસ્મિક બની ગયેલી ઘટના લાગતી નથી કારણ કે, ટોળામાં ઘણા પાસે દંડા વગેરે હથિયારો પણ હતા. આ પ્રિ-પ્લાન્ડ હુમલો હોવાની પણ તેમણે આશંકા વ્યક્ત કરી હતી.

    સમગ્ર ઘટના મામલે પિન્કેશભાઈ રાણાએ મહિધરપુરા પોલીસ મથકે નાસીર, અરમાન, ઝહીર, જાવેદ, આદિલ, આસિફ, જાવેદ લંગડો અને યુસુફ વગેરે સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આઈપીસીની કલમ 323, 143, 147 અને 504 હેઠળ આ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

    સુરતમાં બજરંગ દળ કાર્યકર્તા પર હુમલો થવા મામલે પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, એફઆઈઆર નોંધાયા બાદ કાર્યવાહી હાથ ધરીને પોલીસે ત્રણ આરોપીઓને ટ્રેસ કરી તેમની અટકાયત કરી લીધી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગાઈડલાઈન અનુસાર કોરોના ટેસ્ટ કર્યા બાદ તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 

    જોકે, આ પહેલો કિસ્સો નથી જ્યાં આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હોય. આ પહેલાં નર્મદાના સાગબારામાં પણ એક યુવકના ઘરમાં ઘૂસીને ઇસ્લામી ટોળાએ હુમલો કરી દીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં