અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. તેમ છતાં I.N.D.I. ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીના નેતા ભગવાન રામને અપમાનિત કરવાની એકપણ તક નથી છોડી રહ્યા. આ ક્રમમાં કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારના મંત્રી અને કોંગ્રેસના મોટા પ્રાદેશિક નેતા કેએન રાજન્નાનું નામ પણ જોડવામાં આવ્યું છે. કોંગ્રેસી કેએન રાજન્નાએ કહ્યું છે કે, ભાજપ ભગવાન રામના નામ પર લોકોને છેતરે છે. તેમણે કહ્યું કે તેઓ અયોધ્યા જઈ ચૂક્યા છે અને ત્યાં મસ્જિદમાં બે ઢીંગલીઓને રામ કહેવામાં આવે છે. તેમણે રામ મંદિર પવિત્ર ન હોવાનું પણ કહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 16 જાન્યુઆરીએ બેંગલુરુમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સહકારિતા મંત્રી કેએન રાજન્નાએ કહ્યું હતું કે ભાજપ ભગવાન રામના નામે લોકોને છેતરે છે. પોતાના નિવેદનમાં તેમણે ભગવાન રામની તુલના ‘તંબુમાં રાખવામાં આવેલી ઢીંગલી’ સાથે કરી હતી. કોંગ્રેસી રાજન્નાએ દાવો કર્યો છે કે, જ્યારે 1991માં બાબરી ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો, ત્યારે તેઓ અયોધ્યા ગયા હતા. તેમણે કહ્યું, “હિંદુઓએ તંબુમાં ઢીંગલી રાખી અને તેને રામ મંદિર કહી દીધું.” રાજન્નાએ અયોધ્યાના રામ મંદિરને પવિત્ર માનવાનો ઇનકાર કરતાં કહ્યું કે, અયોધ્યાથી વધુ પવિત્ર રામ મંદિર અન્ય સ્થળો પર છે.
Politics over #RamMandirUtsav
— TIMES NOW (@TimesNow) January 16, 2024
Cong MLA K.N Rajanna (@KNRajanna_Off) says, 'BJP is cheating the public; they have kept 2 idols in a tent and called it Ram'
Congress is morally and politically bankrupt: @MalavikaBJP slams Congress.
Watch as, Imran (@KeypadGuerilla) shares… pic.twitter.com/Mu3rPHkDhx
રાજન્નાએ કહ્યું, “આપણા દેશમાં હજારો વર્ષ પ્રાચીન ઐતિહાસિક રામ મંદિરો છે, જે વધુ પવિત્ર છે. હવે ભાજપ ચૂંટણી માટે મંદિર બનાવી રહી છે. ભાજપ લોકોને છેતરે છે.” રાજન્નાએ વધુમાં કહ્યું, “જ્યારે બાબરી તોડી પાડવામાં આવી, તો ત્યાં હું ગયો હતો. તે લોકોએ તંબુમાં બે ઢીંગલીઓ મૂકી દીધી અને તેને રામ કહેવાનું શરૂ કરી દીધું. આપણે જ્યારે રામ મંદિર જઈએ છીએ, ત્યારે એક પવિત્ર અનુભૂતિ થાય છે, પરંતુ અયોધ્યામાં મને કંઈ પણ મહેસુસ થયું નહીં. તે ટૉકીજમાં રાખેલી ઢીંગલીઓ જોવા જેવુ છે.”
આ મામલે ભાજપના નેતા માલવિકા અવિનાશે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો છે. માલવિકા અવિનાશે કહ્યું કે, કોંગ્રેસ રાજકીય અને માનસિક રીતે નાદારીનો શિકાર બની ગઈ છે. નોંધનીય છે કે, I.N.D.I. ગઠબંધનના નેતાઓ રામ મંદિરને લઈને સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. થોડા સમય પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે મંદિર રામલલાના જન્મસ્થળ પર નથી બની રહ્યું, પરંતુ મંદિર મૂળ સ્થાનથી 4 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે.