Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ'આ મુસ્લિમ દીકરીઓનું અપમાન છે': રાહુલ ગાંધીએ માતાને આપેલ ડોગીનું નામ રાખ્યું...

    ‘આ મુસ્લિમ દીકરીઓનું અપમાન છે’: રાહુલ ગાંધીએ માતાને આપેલ ડોગીનું નામ રાખ્યું ‘નૂરી’, ભડક્યાં ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા

    નૂરી મુસ્લિમોમાં ખૂબ જ સામાન્ય નામ છે. ગાંધી પરિવારે તેમના કૂતરાનું નામ 'નૂરી' રાખવા સામે સખત વાંધો ઉઠાવતા AIMIM નેતાએ કહ્યું, "રાહુલ ગાંધીનું કૃત્ય નિંદનીય અને શરમજનક છે."

    - Advertisement -

    રાહુલ ગાંધીના પાલતુ ડોગીનું નામ ‘નૂરી’ રાખવાને લઈને હોબાળો થયો છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના (AIMIM) નેતા મોહમ્મદ ફરહાને ગુરુવારે (5 ઓક્ટોબર) કૂતરીનું નામ ‘નૂરી’ રાખવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તે મુસ્લિમ છોકરીઓનું અપમાન છે.

    રાહુલ ગાંધીએ પોતાના કૂતરાનું નામ ‘નૂરી’ રાખવા સામે વાંધો ઉઠાવતા AIMIM નેતાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું આ પગલું નિંદનીય અને શરમજનક છે. તેમના અનુસાર કૂતરાનું નામ નૂરી રાખવું એ મુસ્લિમ દીકરીઓનું અપમાન છે. આનાથી મુસ્લિમ દીકરીઓ અને મુસ્લિમ સમાજ પ્રત્યે ગાંધી પરિવારના માન-સન્માન પર નકારાત્મક અસર પડશે.

    નૂરી મુસ્લિમોમાં ખૂબ જ સામાન્ય નામ છે. ગાંધી પરિવારે તેમના કૂતરાનું નામ ‘નૂરી’ રાખવા સામે સખત વાંધો ઉઠાવતા AIMIM નેતાએ કહ્યું, “રાહુલ ગાંધીનું કૃત્ય નિંદનીય અને શરમજનક છે. કૂતરાનું નામ નૂરી રાખવું એ એ જ નામ ધરાવતી મુસ્લિમ દીકરીઓનું અપમાન છે અને તે ગાંધી પરિવારના મુસ્લિમ દીકરીઓ અને મુસ્લિમ સમુદાય પ્રત્યેના આદરને નકારાત્મક રીતે પ્રતિબિંબિત કરે છે.”

    - Advertisement -

    સોનિયા ગાંધીને ગિફ્ટ કરી હતી ‘નૂરી’

    બે દિવસ પહેલા પશુ દિવસના અવસર પર એટલે કે બુધવારે (4 ઓક્ટોબર) કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી એક કૂતરી ‘નૂરી’ ઘરે લાવ્યા હતા. કોંગ્રેસ સાંસદે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નૂરી’ તેની માતા સોનિયા ગાંધી માટે ભેટ છે.

    રાહુલ ગાંધીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ ગોવામાં એક પરિવારને મળ્યા હતા, જ્યાં તેમને ‘નૂરી’ ભેટમાં આપવામાં આવી હતી. વીડિયોમાં સોનિયા ગાંધી નૂરીને પકડીને કહેતી જોવા મળી હતી કે તે ખૂબ જ ક્યૂટ છે. તે નૂરી માટે રાહુલનો આભાર માને છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના ઘરમાં એક બીજો પાલતુ કૂતરો છે, જેનું નામ છે ‘લાપો’. ડોગી નૂરી માત્ર ત્રણ મહિનાનું છે અને જેક રસેલ ટેરિયર જાતિનું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં