Tuesday, October 8, 2024
More
    હોમપેજરાજકારણ'ગ્લોબલ સાઉથના નેતૃત્વને UNSCમાં મળે સ્થાન': હવે ભૂટાન અને પોર્ટુગલ પણ ભારત...

    ‘ગ્લોબલ સાઉથના નેતૃત્વને UNSCમાં મળે સ્થાન’: હવે ભૂટાન અને પોર્ટુગલ પણ ભારત ભેગા; US, UK, ફ્રાંસ પણ આપી ચૂક્યા છે સમર્થન

    પોર્ટુગલ અને ભૂટાને UNSCમાં ભારતને સ્થાયી પદ આપવાની વાત કરતા ભારતને તમામ બાબતોમાં સક્ષમ ગણાવ્યું છે અને આ પદ માટે હકદાર ગણાવ્યું છે. આ બંને દેશોના વડાપ્રધાને શુક્રવારે (27 સપ્ટેમ્બર 2024) સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના 79મા સત્રમાં પોતાના સંબોધનમાં ભારતની તરફેણ કરી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ અમેરિકા, રશિયા, ફ્રાંસ, UK જેવા UNSCના સ્થાયી સભ્યો અને ચીલી જેવા દેશોએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ મળે તે માટે સમર્થન આપ્યું હતું. આ સમાચારોને હજુ તો જાજો સમય પણ નથી થયો, ત્યાં જ પોર્ટુગલ અને ભૂટાને પણ UNSCમાં ભારતને સ્થાયી સભ્યપદ આપવા માટે સમર્થન આપ્યું છે. પોર્ટુગલના વડાપ્રધાન લુઇસ મોંટેનેગ્રો અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે ભારત તરફે નિવેદન આપીને તેને સ્થાયી સભ્યપદ માટે હકદાર ગણાવ્યું છે.

    પોર્ટુગલ અને ભૂટાને UNSCમાં ભારતને સ્થાયી સભ્યપદ આપવાની વાત કરતા ભારતને તમામ બાબતોમાં સક્ષમ ગણાવ્યું છે અને આ પદ માટે હકદાર પણ ગણાવ્યું છે. આ બંને દેશોના વડાપ્રધાને શુક્રવારે (27 સપ્ટેમ્બર 2024) સંયુક્ત રાષ્ટ્રની (UN) સામાન્ય સભાના 79મા સત્રને સંબોધિત કરતી વખતે ભારતની તરફેણ કરી હતી. બંને દેશોએ માન્યું છે કે, દક્ષિણના નેતૃત્વ માટે ભારતનું UNSCમાં સભ્ય હોવું અનિવાર્ય છે અને તેના માટે તે હકદાર પણ છે.

    પોર્ટુગલના વડાપ્રધાને ભારતને આપ્યું સમર્થન

    વાત કરીએ પોર્ટુગલની, તો વડાપ્રધાન લુઇસ મોંટેનેગ્રોએ UNSCમાં ભારતના સ્થાયી સભ્યપદ માટેની દાવેદારીને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “અમે વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધાર સાથે આગળ વધવા માંગીએ છીએ, જેથી વધુ પ્રતિનિધિત્વ, પારદર્શિતા, ન્યાય અને સહયોગની ગેરંટી મળી શકે. પોર્ટુગલ ભારત, બ્રાઝિલ અને આફ્રિકાના દેશોને UNSCમાં સ્થાયી સભ્યપદ આપવાની આકાંક્ષાઓનું સમર્થન કરે છે.” આ સાથે તેમણે કહ્યું કે, “નાના અને મધ્યમ દેશોના પ્રતિનિધિત્વને પણ મજબૂત કરવામાં આવવું જોઈએ, તેમજ વીટો પાવરના ઉપયોગની સીમાઓમાં પણ સંશોધન કરવામાં આવે તે જરૂરી છે.” તેમણે સુરક્ષા પરિષદમાં સુધારની માંગ કરી અને કહ્યું કે, તેના થકી તેને વધુ પ્રગતિશીલ, પ્રતિનિધિત્વપૂર્ણ અને કાર્યત્મક બનાવી શકાશે.

    - Advertisement -

    ભૂટાન પણ ભારત ભેગુ

    પોર્ટુગલના વડાપ્રધાન વડાપ્રધાન લુઇસ મોંટેનેગ્રોના વક્તવ્ય બાદ જયારે ભૂટાનનો વારો આવ્યો. તો ભારતના આ નાનકડા પાડોશીએ પણ દેશની તરફેણ કરી હતી. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે ભારતની તરફેણ લેતા કહ્યું કે , “ભારત તેની ઉલ્લેખનીય આર્થીક વૃદ્ધિ અને ગ્લોબલ સાઉથના નેતૃત્વ સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદનું હકદાર છે. પરિષદે વર્તમાન સમયમાં વિશ્વની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લઈને વિકસિત થવું જોઈએ. વર્તમાનમાં તેની જે સ્થિતિ છે, તે તેના અતીતનો અવશેષ છે. આપણને એક એવા પરિષદની આવશ્યકતા છે, કે જે વર્તમાન ભૂ-રાજકીય, આર્થીક પરિદ્રશ્ય અને સામાજિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરી શકે.”

    તેમણે આગળ જણાવ્યું કે, “ભારત પોતાની મહત્વપૂર્ણ આર્થીક વૃદ્ધિ અને જનસંખ્યા તેમજ વૈશ્વિક દક્ષિણના નેતૃત્વ સાથે સ્થાયી સભ્યપદ મેળવવાનું હકદાર છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે ભૂટાન લાંબા સમયથી 15 દેશોની સુરક્ષા પરિષદમાં સુધારની તરફેણ લેતું આવ્યું છે, જેથી કરીને તેને વધુ પ્રભાવશાળી અને વૈવિધ્યપૂર્ણ પ્રતિનિધિત્વવાળું બનાવી શકાય.

    નોંધવું જોઈએ કે, અમેરિકા, રશિયા, ફ્રાંસ, ચીલી સહિતના દેશોએ તાજેતરમાં જ ભારતને સમર્થન આપ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન, ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક તેમજ રશિયાના વિદેશ મંત્રી સર્ગે લવરોવે આ મામલે પ્રતિક્રિયાઓ આપીને ભારતનું સમર્થન કર્યું હતું. તેમના સમર્થનને સામે આવ્યાને હજુ થોડો જ સમય વીત્યો હતો કે UKના વડાપ્રધાન કીર સ્ટારમરે 26 સપ્ટેમ્બરે UNSCના કાયમી કાયમી સભ્યપદ માટે ભારતને સમર્થન જાહેર કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં