ઇસ્લામિક દેશ ઈરાનમાં તાજેતરની ઘટનાઓએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પહેલાં હિજાબ અને બુરખાના વિરોધમાં લાખો મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. તો હવે ઈરાનની બે તૃતીયાંશ મસ્જિદો બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. અહીંના એક મૌલાનાએ કહ્યું છે કે, ઈરાનમાં મસ્જિદ બંધ થવાનો આંકડો ચિંતાજનક છે. 75,000 મસ્જિદોમાંથી 50,000 જેટલી મસ્જિદો બંધ થઈ ગઈ છે.
મૌલાનાનો દાવો- ‘નમાજ પઢનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો’
મૌલાના મોહમ્મદ અબોલઘાસીમ દૌલાબી ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની સરકાર અને દેશના મૌલાનાઓ વચ્ચે સેતુનું કામ કરે છે. ઈરાનમાં મસ્જિદ બંધ થવાની જાણકારી આપતા મૌલાનાએ કહ્યું હતું કે, નમાજ પઢનારા લોકોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. તેમણે કહ્યું કે, “આ મુલ્કનું નિર્માણ ઇસ્લામ મજહબની આસપાસ થયું છે. એવામાં નમાજ પઢનારા અને મસ્જિદોની સદસ્યતા લેનારા લોકોની સંખ્યા ઘટવી એ બહુ ચિંતાનો વિષય છે.”
Islam is dying in the Muslim world. Two-thirds of Iran's mosques are closed. Pakistani scholars are openly weeping about apostasy. Madrassas are filled with ex-Muslims pretending to believe in order to avoid persecution.
— Dr. David Wood (@Acts17David) June 4, 2023
DAWAH: "You see! Islam will conquer the world!" https://t.co/uSeDv4g0bF
મજહબના નામે લોકોને અપમાનિત કરવામાં આવે છે
દૌલાબી ઈરાનના સર્વોચ્ચ નેતાની પસંદગી કરનારી સમિતિના પણ સભ્ય છે. તેમણે કહ્યું કે, ઈરાનના સમાજમાં મજહબ પ્રત્યે ઘટતી રુચિને કારણે મસ્જિદો પર તાળા લાગી રહ્યા છે. મૌલાનાએ આ માટે મજહબી શિક્ષણને લઈને ફેલાવવામાં આવતી માન્યતાઓને જવાબદાર ગણાવી છે તેમજ મજહબના નામે લોકોને નીચા બતાવવામાં આવી રહ્યા છે તેવું પણ કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે મજહબના નામે લોકોને અપમાનિત કરવામાં આવે છે.
‘મહિલાઓના વિરોધ પ્રદર્શનને કારણે આવું થયું’
મૌલાનાએ કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો એવું માને છે કે ઈરાનનું શાસન ક્રૂર છે અને તેની તાનાશાહી પાછળ ઇસ્લામ જવાબદાર છે. તેમણે સપ્ટેબર 2022 બાદ દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનને આ માટે જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ઈરાનમાં 60% મસ્જિદો બંધ થઈ ગઈ છે. લોકો પરિણામોને આધારે ઇસ્લામ મજહબ અપનાવવા અથવા છોડવાનું નક્કી કરે છે.
હિજાબના વિરોધમાં દેશભરમાં થયું હતું આંદોલન
ઈરાનમાં 13 સપ્ટેમ્બર 2022ના રોજ 22 વર્ષીય મહસા અમિનીની પોલીસે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં તેનું મૃત્યુ થયું હતું. એ પછી દેશભરમાં મહિલાઓ પોતાના અધિકાર માટે રસ્તા પર ઉતરી આવી હતી અને હિજાબના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. મહિલાઓએ પોતાના હિજાબ સળગાવ્યા હતા અને પોતાના વાળ પણ કાપી નાખ્યા હતા.