Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકટ્ટર ઇસ્લામિક ઈરાની સેનાનું રાક્ષસી કૃત્ય, હિજાબનો વિરોધ કરી પ્રદર્શન કરતા લોકો...

    કટ્ટર ઇસ્લામિક ઈરાની સેનાનું રાક્ષસી કૃત્ય, હિજાબનો વિરોધ કરી પ્રદર્શન કરતા લોકો પર બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો, ગર્ભવતી મહિલા સહિત 13નાં મોત

    ઈરાનમાં હિજાબ સામેના વિરોધ વચ્ચે કુર્દિશ બળવાખોરો પર હુમલો કરવામાં આવ્યો, અનેકનાં મોત થયાં, અનેક ઈજાગ્રસ્ત થયા.

    - Advertisement -

    મહસા અમીનીના મોત બાદ હિજાબ વિવાદને લઈને વિશ્વભરમાં ટીકાનો સામનો કરી રહેલા ઈરાને કુર્દીસ્તાન પર મિસાઈલો ચલાવી હતી. હિજાબ વિરોધ ડામવા ઈરાને મિસાઈલો મારી જેમાં ગર્ભવતી મહિલા સહિત 13 લોકોનાં મોત થયાં છે અને લગભગ 58 લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ હુમલો ઈરાનના કટ્ટરપંથી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

    મળતા અહેવાલો અનુસાર ઈરાકના ઉત્તર-પૂર્વ કુર્દિસ્તાન વિસ્તારમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલામાં 13 લોકો માર્યા ગયા છે અને 58 ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સીઓના અહેવાલો અનુસાર ઈરાને કુર્દિસ્તાન પર હુમલો કરવા માટે મિસાઈલ અને ડ્રોનની મદદ લીધી છે અને આ હુમલો કુર્દિસ્તાનમાં ઈરાન વિરોધી જૂથોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે.

    આ હુમલાનો રતિભાર પણ પસ્તાવો ન હોય તેમ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું કહેવું છે કે તેઓએ હુમલામાં તાજેતરના રમખાણોને સમર્થન આપનારા લોકોને મારી નાખ્યા છે. મહસા અમીનીની હત્યાના વિરોધમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયાં છે. ઈરાનમાં વધી રહેલા વિરોધને જોતા સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

    - Advertisement -

    ઈરાનનો વધતો હિજાબ વિવાદ

    ઉલ્લેખનીય છે કે લગભગ 12 દિવસ પહેલા ઈરાની પોલીસે મહસા અમીની નામની મહિલાને હિજાબ ન પહેરવા બદલ અટકાયતમાં લીધી હતી. પોલીસ કસ્ટડીમાં અમીનીનું મોત થયુ હતું. ત્યારબાદ સમગ્ર ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન શરૂ થયાં હતાં. મહસા અમીનીની હત્યાના વિરોધમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં અનેક લોકોનાં મોત થયાં છે. તેવામાં ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી આખા વિશ્વમાં તેની ટીકા કરવામાં આવી રહી છે.

    ઈરાનમાં વધી રહેલા વિરોધને જોતા સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહસા અમીનીની હત્યાના વિરોધમાં મહિલાઓ જાહેરમાં હિજાબ સળગાવીને અને પોતાના માથાના વાળ કાપીને વિરોધ નોંધાવી રહી છે. સરકારી આંકડાઓ મુજબ આ વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 41 થી વધુ લોકોને ક્રુરતાથી મારી નાખવામાં આવ્યા છે. તેવામાં ઈરાને કરેલી મિસાઇલથી ક્રુરતાને વિશ્વ હવે કયા દ્રષ્ટિકોણથી જુએ છે તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં