Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાભારત તરફ આવી રહ્યું હતું બ્રિટિશ જહાજ, યમનના હૂતી આતંકવાદીઓએ ઇઝરાયેલી સમજીને...

    ભારત તરફ આવી રહ્યું હતું બ્રિટિશ જહાજ, યમનના હૂતી આતંકવાદીઓએ ઇઝરાયેલી સમજીને હાઇજેક કરી લીધું: હમાસે માન્યો આભાર

    ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે બ્રિટિશ માલિકીના જાપાની કાર્ગો જહાજને ઈરાનના સાથી ગણાતા હૂતી બળવાખોરોએ હાઈજેક કર્યું છે. બીજી તરફ પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે આવા કૃત્ય માટે હૂતીનો આભાર પણ માન્યો છે.

    - Advertisement -

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે હમાસને સમર્થન આપનાર અને ઇઝરાયેલને હુમલાની ધમકી આપનાર યમનના ઈસ્લામિક આતંકી સંગઠન હૂતીએ ભારત તરફ આવી રહેલા એક જહાજને લાલ સમુદ્રમાં (રેડ સી) હાઈજેક કરી લીધું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હૂતી એક જૈદી શિયા આતંકી સંગઠન છે, જે 1990ના દશકમાં ઉત્તરી યમનમાં ઊભરી આવ્યું હતું. તે સંગઠન સુન્ની પ્રભુત્વ ધરાવતી સરકારનું વિરોધી માનવામાં આવે છે. 2004થી લઈને હમણાં સુધીમાં તેણે 6 વખત યમનની સરકાર સામે યુદ્ધ પણ કર્યું છે.

    રવિવારે (19, નવેમ્બર) ઇઝરાયેલે આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે યમનના ઈસ્લામિક સંગઠન હૂતીએ દક્ષિણ લાલ સમુદ્રમાં એક આંતરરાષ્ટ્રીય માલવાહક જહાજને હાઈજેક કરી લીધું છે. ઇઝરાયેલે તેને ‘ઈરાનનું આતંકી કૃત્ય’ અને વૈશ્વિક સ્તરે ‘ખૂબ ગંભીર ઘટના’ ગણાવી છે. ઇઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે બ્રિટિશ માલિકીના જાપાની કાર્ગો જહાજને ઈરાનના સાથી ગણાતા હૂતી બળવાખોરોએ હાઈજેક કર્યું છે. બીજી તરફ પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે આવા કૃત્ય માટે હૂતીનો આભાર પણ માન્યો છે.

    હૂતીએ જહાજ હાઈજેક કર્યાની વાત કબુલી

    ઇઝરાયેલ વડાપ્રધાન ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજમાં કોઈપણ નાગરિક ઇઝરાયેલી નહોતા. તેમણે કહ્યું કે, “ઈરાનનું આ અન્ય એક આતંકી કૃત્ય છે, જે વૈશ્વિક શિપિંગ માર્ગોની સુરક્ષા પર સવાલો ઊભા કરે છે.” સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે ઈસ્લામિક સંગઠન હૂતીએ પણ જાહજ હાઈજેક કર્યું હોવાની પુષ્ટિ કરી છે. જોકે, હૂતી સંગઠને ઇઝરાયેલી જહાજ હાઈજેક કર્યું હોવાનો દાવો કર્યો છે. જ્યારે બીજી તરફ ઇઝરાયેલે બળવાખોર સંગઠનના આ દાવાને ફગાવી દીધો છે. હૂતી સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજને દક્ષિણી લાલ સમુદ્રમાંથી યમનના એક બંદર પર લઈ જવામાં આવ્યું છે.

    - Advertisement -

    ઈસ્લામિક આતંકી સંગઠન હમાસે માન્યો આભાર

    પેલેસ્ટિયન આતંકી સંગઠન હમાસના પ્રતિનિધિ ઓસામા હમદાને હૂતીના આ કારસ્તાનને ‘આવકાર્ય પગલું’ ગણાવ્યું અને કહ્યું કે ઇઝરાયેલ વિરુદ્ધ સૌએ સાથે આવવું જોઈએ. આ સિવાય તેમણે આતંકી સંગઠનને શુભકામનાઓ પણ પાઠવી અને લેબનોન અને ઈરાકમાં ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન કરતા લોકોનો આભાર માનીને ઉમેર્યું કે, બીજા ઇસ્લામિક દેશોએ પણ ઇઝરાયેલ વિરુદ્ધ રસ્તા પર ઉતરવું જોઈએ.

    બળવાખોરોએ હેલિકોપ્ટરમાંથી ઉતરી જહાજ હાઈજેક કર્યું

    યમનના બળવાખોર સંગઠન હૂતીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે જહાજના ક્રૂ મેમ્બરો સાથે ઈસ્લામિક સિદ્ધાંત અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ.” હૂતીએ તેના બળવાખોરોને હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને જહાજ પર ઉતાર્યા અને જહાજ હાઈજેક કર્યું હતું. ઇઝરાયેલે કહ્યું છે કે આ માલવાહક જહાજ એક બ્રિટિશ કંપનીની માલિકીનું છે અને તેનું સંચાલન જાપાનની એક કંપની કરે છે.

    જહાજમાં યુક્રેન, બલ્ગેરિયા, ફિલિપાઈન્સ અને મેક્સિકો સહિત અન્ય દેશોના 25 ક્રૂ મેમ્બરો હતા. અન્ય એક નિવેદનમાં હૂતીએ એવું કહ્યું છે કે, “અમારું સંગઠન ઇઝરાયેલી કંપનીઓની માલિકીના અથવા ઇઝરાયેલનો ધ્વજ ધરાવનાર તમામ જહાજોને હાઈજેક કરશે. નોંધનીય છે કે હૂતી સંગઠનના લોકો ઈરાન પાસેથી પ્રશિક્ષણ, તકનીકી કુશળતા અને અત્યાધુનિક શસ્ત્રો મેળવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં