કટ્ટર ઇસ્લામી દેશ ઈરાન (Islamic Nation Iran) કલાકારો માટે હવે દોજખ બની રહ્યો છે. તાજેતરમાં જ એક મહિલા ગાયકની હિજાબ (Hijab) વગર ઓનલાઈન કોન્સર્ટ કરવા બદલ ધરપકડ કરાઈ હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે ઈરાનમાં પ્રખ્યાત પોપ સિંગર આમિર તાતાલુને (Amir Tataloo) મોતની સજા ફટકારવામાં આવી છે. તેના પર મહોમ્મદ પૈગમ્બરનું અપમાન કરવાના આરોપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોપ સિંગર તાતાલુનું અસલ નામ આમીર હુસૈન મધસૂદલૂ (Amir Hossein Maghsoudloo) છે. આ પહેલા તેમને ઈશનિંદાના (Blasphemy) આરોપસર 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે તે કેસમાં ફરીયાદીએ આપત્તિ જતાવતાં કોર્ટે પાંચ વર્ષની સજાને મોતની સજામાં પલટાવી દીધી હતી. નોંધનીય છે કે તાતાલુ પોતાના પોપ કોન્સર્ટ ઉપરાંત આખા શરીર પર બનાવેલા ટેટુને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
ફરિયાદીને અસંતોષ, સુપ્રીમ કોર્ટે સજા ફેરવી નાંખી
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ફરિયાદીના વાંધા બાદ તાતાલુનો કેસ રી-ઓપન કર્યો હતો. કેસ રી-ઓપન બાદ તેના પર મહોમ્મદ પૈગંબરનું અપમાન કરવાની દોષસિદ્ધિ કરવામાં આવી. તથાકથિત તપાસમાં તેના ઈશનિંદાના આરોપો સાચા ઠર્યા હતા અને આખરે કોર્ટે તેને મોતની સજા ફટકારી હતી. જોકે કહેવામાં આવી રહ્યું છે કે આ કોઈ અંતિમ નિર્ણય નથી, તે આપીલમાં જઈ શકે છે અને પોતાનો કેસ લડી શકે છે. આમ છતાં તેના વિરુદ્ધ સાબિત ગુનો તેને સ્વીકારવો જ રહ્યો.
An Iranian court has sentenced the popular singer Amir Hossein Maghsoudloo, known as Tataloo, to death on appeal after he was convicted of blasphemy, according to local media reports.
— Lance Aloud (@Lanceloadin) January 19, 2025
The 37-year-old underground musician had been living in Istanbul since 2018 before Turkish… pic.twitter.com/ZkO6L3XuTM
જોકે આ કોઈ પહેલો આરોપ નથી જેમાં તાતાલુ દોશી ઠર્યો હોય. આ પહેલા તેમના વિરુદ્ધ વેશ્યાવૃત્તિને પ્રમોટ કરવા અને ઇસ્લામી દેશ ઈરાન વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા અને અશ્લીલ સામગ્રી શેર કરવાના આરોપ પણ લાગી ચૂક્યા છે. આ મામલા પણ હાલ કોર્ટમાં ચાલી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તુર્કીમાં સંતાઈને રહી રહ્યો હતો તાતાલુ
ઉલ્લેખનીય છે કે આમિર તાતાલુ 37 વર્ષના છે. તેઓ વર્ષ 2018થી તુર્કીમાં સંતાઈને રહી રહ્યા હતા. તે ઘણો લાંબો સમય સુધી ઇસ્તાનબુલમાં રહ્યા. તેવામાં તુર્કીની પોલીસને તેમની માહિતી મળી જતા તેમને ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા અને ઈરાનને સોંપી દેવામાં આવ્યા છે. 2023માં તેમને તુર્કીથી ઇસ્તાનબુલ લઈ આવવામાં આવ્યા અને ત્યારથી તે ઈરાનની જેલમાં બંધ છે.
નોંધવું જોઈએ કે રૈપ, પોપ અને R&B કમ્પોઝીશન માટે જગવિખ્યાત ગાયક આમિર તાતાલુએ અઢળક ગીતો ગયા છે. તેના આલ્બમ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેણે 2015માં ઈરાનના પરમાણું પ્રોગ્રામ માટે પણ ગીત ગયું હતું.
આ પહેલા મહિલા ગાયકની કરવામાં આવી હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે ઈરાન કટ્ટર ઇસ્લામી દેશ છે અને અહીં શરિયા અનુસાર કાયદા ચાલે છે. આમિર તાતાલુને મોતની સજા મળી, એ કલાકાર વિરુદ્ધ કાર્યવાહીનો કોઈ પહેલો કિસ્સો નથી. થોડા સમય પહેલા યુટ્યુબ પર ઑનલાઇન કોન્સર્ટ કરનાર ગાયિકાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ ઓનલાઈન કાર્યક્રમમાં હિજાબ ન પહેરવા બદલ કરવામાં આવી હતી. ઈરાની પ્રશાસને રાજધાની તેહરાનથી લગભગ 300 કિલોમીટર દૂર આવેલા માજંદરાનના સારી શહેરમાંથી ગાયિકાની ધરપકડ કરી હતી.
ગાયિકાનું નામ પરાસ્તૂ અહમદી હતું. 27 વર્ષીય પરાસ્તૂએ પોતાની સત્તાવાર યુ-ટ્યુબ ચેનલ પર એક અડધો કલાકનો કોન્સર્ટ વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તે પોતાના 4 સાથી પુરુષ કલાકારો સાથે ગીત ગાતી જોવા મળી હતી. આ વિડીયોમાં તેણે ગળા અને સ્લીવ વગરનું કાળા રંગનું બોલ્ડ ગાઉન પહેર્યું હતું. વિડીયોમાં તેના વાળ પણ ખુલ્લા જોવા મળ્યા હતા. તેમનું આ રૂપ જોઈ કટ્ટર ઇસ્લામી સરકાર ઉકળી ઉઠી હતી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.