શેખ શાહજહાંની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરી 2024ના રોજ સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર હુમલાના કેસમાં ધરપકડ કરી હતી. આ પછી સમાચાર આવ્યા કે તૃણમૂલ કોંગ્રેસે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ જાહેરાત બાદ પાર્ટીના કેટલાક નેતાઓ આ મુદ્દાથી દૂર રહેતા જોવા મળ્યા હતા, તો કેટલાક નેતાઓ એવા પણ હતા જેઓ ખુલ્લેઆમ શેખ શાહજહાંના સમર્થનમાં આવ્યા હતા.
મમતા સરકારમાં કેબિનેટ મંત્રી ઉદયન ગુહા તે લોકોમાંથી એક છે. સંદેશખાલીમાં આ બધું થઈ રહ્યું હોવા છતાં ઉદયન ગુહાએ કહ્યું કે તેઓ (શેખ શાહજહાં) પ્રોપગેન્ડા દ્વારા ફસાયા છે. અફવામાં ફસાયા છે. નહિતર શેખ શાહજહાં ક્યારેય આવું કંઈ કરી શકે નહીં.
શાહજહાંનો બચાવ કરતાં તેણે કહ્યું- “હું ખાતરીપૂર્વક કહી શકતો નથી કે આ શેખ શાહજહાં વિરુદ્ધ આ કોઈનું કાવતરું છે કે નહીં. પરંતુ તેમની સામેના જે આરોપો લાગ્યા છે તે એક ભૂલ છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જ્યારથી ED અધિકારીઓ પર હુમલો થયો છે ત્યારથી આવુ થઈ રહ્યુ છે. ભૂતકાળમાં, અમે શેખ શાહજહાં પર આ પ્રકારના આરોપો ક્યારેય સાંભળ્યા નથી.”
સંદેશખાલીની અનેક સ્થાનિક મહિલાઓએ શેખ શાહજહાં પર જાતીય સતામણીના ગંભીર આરોપો પણ લગાવ્યા છે… તે જાણવા છતાંય ઉદયન ગુહા કહેતા જોવા મળે છે – “મને ખબર ન હતી કે તેને રાત્રે 12 વાગ્યે પેઠા ખાવાનું (મહિલાઓની જાતીય સતામણી તરફ ઈશારો) ગમે છે. હું જાણતો હતો કે વહેલી સવારે કે રાત્રે સૂતી વખતે આવી વસ્તુઓ કરવાનું મન થાય છે.”
જેણે કરી આ ટિપ્પણી તેના પર પણ લાગેલા છે ઉત્પીડનના આરોપ
ઉલ્લેખનીય છે કે આ શબ્દો બોલનાર TMC મંત્રી પર તેમના પોતાના સંસદીય મતવિસ્તાર, દિનહાટામાં જાતીય સતામણીનો આરોપ છે. 21 ફેબ્રુઆરીએ એક વિડીયો વાયરલ થયો હતો. આમાં એક મહિલા જોવા મળી હતી જેણે કહ્યું હતું કે ઉદયન ગુહા ‘પીઠા’ બનાવડાવવાના નામ પર તેની જાતીય સતામણી કરતો હતો.
Mamata Banerjee’s TMC regime has turned every village in Bengal into a den of horror, akin to #Sandeshkhali.
— BJP West Bengal (@BJP4Bengal) February 21, 2024
Today, a gut-wrenching video from Dinhata surfaced, exposing the TMC’s heinous sexual exploitation of vulnerable women, led by the likes of Udyan Guha.
In another… pic.twitter.com/3NGHWcc0Ah
મહિલાએ કહેતી સંભળાય છે કે, “રાત્રે 12 વાગે ઉદયન ગુહા અને તેના સાથીઓએ પાર્ટી ઓફિસ પર ‘પેઠા’ બનાવડાવવા માટે ફોન કર્યો હતો. પણ મેં ના પાડી અને અડધી રાત્રે પેઠા બનાવવાની તેની વાહિયાતતા પર પ્રશ્ન કર્યો. શું તેઓ અમારું સન્માન નથી કરતા કારણ કે અમે સ્ત્રીઓ છીએ?…હું સમય સમય પર ઉત્પીડનનો ભોગ બની છું. મેં હાથ જોડીને વિનંતી કરી, શું તેઓ મને શાંતિથી જીવવા નહીં દે? પરંતુ તેઓ રાજી ન થયા. ગઈ કાલે પંચાયત અને બૂથ પ્રમુખ આવ્યા અને મને કાલે આવવા સૂચના આપી. પરંતુ મેં એમ કહીને ના પાડી દીધી કે મારું થોડું સન્માન છે. મેં હાથ જોડીને વિનંતી કરી પરંતુ તેમની પ્રતિક્રિયા વધુ હિંસક હતી.”