Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કાશ્મીર ફાઇલ્સ' અને 'કેરાલા સ્ટોરી'ને પ્રોપેગેન્ડા કહેનાર ધ વાયરનાં ‘પત્રકાર’ આરફા...

    ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘કેરાલા સ્ટોરી’ને પ્રોપેગેન્ડા કહેનાર ધ વાયરનાં ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાનીને નેટિઝન્સે આપ્યો જડબાતોડ જવાબ, વિવેક અગ્નિહોત્રીએ પણ પડકાર ફેંક્યો

    આરફા ખાનમ શેરવાનીના આ ટ્વિટ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં તેમણે આ દુષ્પ્રચારને ખુલ્લો પાડ્યો હતો.

    - Advertisement -

    ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અને ‘ધ કેરાલા સ્ટોરી’ આ બંને ફિલ્મો સામે તેની કથાવસ્તુને કારણે અનેક લોકોને વાંધો પડતાં તેને ‘પ્રોપેગેન્ડા’ કહીને નકારી કાઢવાના પ્રયાસો કર્યા હતા. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં કાશ્મીરી હિંદુઓના નરસંહાર અને ‘ધ કેરાલા સ્ટોરી’માં કેરળની હિંદુ યુવતીઓ સાથે થયેલા લવ જેહાદ અને ધર્માંતરણ બાદ તેમણે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડવાની ઘટનાઓની વાતથી અનેક લોકોને વાંધો પડ્યો હતો અને તેઓ આ ફિલ્મોનો વિરોધ કરી રહ્યા છે. તેવામાં હવે લેફ્ટિસ્ટ પ્રોપેગેન્ડા પોર્ટલ The Wireનાં ‘પત્રકાર’ આરફા ખાનમ શેરવાનીએ આ બંને ફિલ્મોને ‘પ્રોપેગેન્ડા’ ગણાવતાં નેટિઝન્સે જવાબો આપ્યા તો બીજી તરફ, કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ તેમને પડકાર ફેંક્યો હતો.

    વાસ્તવમાં આરફાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ અને કેરાલા સ્ટોરી કોઈ ફિલ્મ નથી, પરંતુ સ્ટેટ સ્પોન્સર્ડ પ્રોપગેંડા છે.’ આ સાથે તેમણે લવ જેહાદ પર પણ ટિપ્પણી કરી અને કહ્યું કે, તે બીજું કશું જ નહીં પરંતુ જુઠ્ઠાણું અને દુષ્પ્રચાર છે.

    આરફા ખાનમ શેરવાનીના આ ટ્વિટ પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી, જેમાં તેમણે આ દુષ્પ્રચારને ખુલ્લો પાડ્યો હતો.

    - Advertisement -

    ધ હોક આઈ નામના ટ્વિટર હેન્ડલે ‘ધ કેરાલા સ્ટોરી’ એક પ્રોપગેંડા હોવાના આરફાના દાવાને કેટલાક સમાચાર પત્રોના અહેવાલોના હવાલાથી ખોટો હોવાની સાબિતી આપી હતી. હોક આઈ લખે છે, ‘આ 2009ના અહેવાલ છે, કેરળ હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે ‘લવ જેહાદ’ને રોકવા માટે કાયદો બનાવે જેમાં ‘પ્રેમપ્રસંગ’ના નામે 4000થી વધુ ધર્માંતરણ થયા હોવાનું ટાંકવામાં આવ્યું હતું. તે CPI-Mની સરકાર હતી. મુખ્યમંત્રી અચ્યુતાનંદે બાદમાં રેકોર્ડ પર કહ્યું હતું કે, PFI ઇસ્લામિક રાજ્ય બનાવવાનું કાવતરું ઘડી રહ્યું છે. જેને લગભગ 25 વર્ષથી નકારવામાં આવી રહ્યું છે.”

    અન્ય એક Incognito નામના ટ્વિટર હેન્ડલે તો એક વિડીયો શેર કરીને લવ જેહાદની સાબિતી આપી હતી, જેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું. ‘લવ જેહાદ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે. તે કોઈ પ્રોપગેંડા નથી.’ યુઝર દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક ગાડીમાં બેઠેલા યુવકની કેટલાક લોકો પૂછપરછ કરી રહ્યાં છે, આ યુવકને કહેતા સાંભળી શકાય છે કે, ‘મને દર મહીને છોકરી પટાવવાના 50,000 રૂપિયા મળે છે અને લગ્ન કર્યા બાદ 5 લાખ રૂપિયા મળે છે, મસ્જિદમાંથી પૈસા મળે છે. તેના માટે ગાડી વગેરેની વ્યવસ્થા પણ તે લોકો જ કરી આપે છે.’

    પ્રશ્ન પૂછનારા લોકોના લગ્ન વિશે પૂછતાં આ યુવક કહે છે કે, “હું છોકરી સાથે રહેવાનો ન હતો, લગ્ન બાદ બાળકો પેદા કરીને તેને છોડી દેવાનો હતો. લગ્ન બાળકો કરવા માટે જ કરવાનો હતો. પ્રશ્ન પૂછનારાએ જ્યારે તેને કહ્યું કે સાચું બોલી રહ્યો છે, ત્યારે આ યુવક ‘કુરાનની કસમ’ ખાઈને કહે છે સાચું બોલી રહ્યો છું. હું અને છોકરી કોલેજમાં મળ્યા હતા. છોકરી મેં જાતે ફસાવી હતી, પૈસાની વાત મસ્જિદમાંથી કરવામાં આવી હતી.”

    આરફાના ટ્વિટના જવાબમાં મુકવામાં આવેલો આ વિડીયો અત્યાર સુધી 36.500 લોકો જોઈ ચૂક્યા છે. 1 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે અને 417 લોકોએ તેને રીટ્વિટ કર્યો છે. જોકે ઑપઇન્ડિયા આ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.

    આરફા ખાનમ શેરવાનીના દાવાને વિવેક અગ્નિહોત્રીએ પડકાર્યો

    બીજી તરફ, ‘ધ કેરાલા સ્ટોરી’ સાથે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું નામ પણ આ ટ્વિટમાં લેવાતાં આરફા ખાનમ શેરવાનીના આ દાવાને વિવેક અગ્નિહોત્રીએ પડકાર્યો હતો. આરફાના ટ્વિટને રી-ટ્વિટ કરીને ધ કાશ્મીર ફાઈલ્સના નિર્માતા લખે છે, ‘ખુલ્લો પડકાર: કારણકે એક કથિત પત્રકાર તરીકે તમે આ ટ્વિટમાં #TheKashmirFiles નો ઉલ્લેખ કર્યો છે. એટલે હું તમને ખુલ્લો પડકાર આપું છું કે તમે મારી સાથે એક પોડકાસ્ટ કરો, અને સાબિત કરો કે આ ફિલ્મની કઈ ફ્રેમ, સંવાદ, શોટ, દ્રશ્ય કે પછી તેની વાસ્તવિકતા સાચી નથી. મિત્રો ત્યાં સુધી આમને આ પ્રકારના આતંકવાદી પ્રાયોજિત પ્રોપગેંડાને રોકવાનું કહો.”

    નોંધનીય છે કે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ‘માં તેમણે કાશ્મીરના હિંદુઓના નરસંહાર અને પલાયનનું આબેહૂબ ચિત્રણ કર્યું હતું. જેને લઈને એક આખો વર્ગ તેમના વિરોધમાં ઉભો થઈ ગયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં