Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશવિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શરૂ કર્યું રાજકારણ, ઔપચારિક રીતે: કોંગ્રેસમાં સામેલ...

    વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શરૂ કર્યું રાજકારણ, ઔપચારિક રીતે: કોંગ્રેસમાં સામેલ થયાં, અધિકારિક રીતે

    કોંગ્રેસમાં સામેલ થવા પહેલાં વિનેશ ફોગાટે રેલવેની નોકરીમાંથી રાજીનામું આપ્યું. થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધી સાથે કરી હતી મુલાકાત.

    - Advertisement -

    પહેલવાન આંદોલનથી ચર્ચામાં આવેલા બે પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. બંનેએ થોડા દિવસ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરી હતી, ત્યારથી તેઓ કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. આખરે આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં બંને કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં છે. 

    પાર્ટીમાં જોડાવા પહેલાં બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં. ત્યારબાદ અધિકારિક રીતે પાર્ટીમાં જોડાયાં. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે બંનેને પાર્ટીમાં આવકાર્યાં હતાં.

    બંને પહેલવાનો કોંગ્રેસની ટીકીટ પરથી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે તેવું અનુમાન છે. જોકે, બજરંગ પુનિયા માટે એજન્સી ANIનાં સૂત્રો જણાવી રહ્યાં છે કે તેઓ ચૂંટણી નહીં લડે પરંતુ હરિયાણા ચૂંટણી માટે પાર્ટીના પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે વિનેશ ફોગાટનું ચૂંટણી લડવું નક્કી છે. જોકે, પાર્ટીએ હજુ અધિકારિક ઘોષણા કરી નથી.

    - Advertisement -

    કોંગ્રેસનો ખેસ પહેરવા પહેલાં વિનેશ ફોગાટે રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ‘ઉત્તર રેલવે’ના જનરલ મેનેજરને પાઠવેલો ત્યાગપત્ર પોસ્ટ કરીને તેમણે X પર લખ્યું કે, ‘ભારતીય રેલવેની સેવા મારા જીવનનો એક યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે.’ 

    આગળ તેમણે કહ્યું કે, ‘જીવનના આ વળાંક પર મેં પોતાને રેલ્વે સેવાથી અલગ કરવાનો નિર્ણય કરીને મારો ત્યાગપત્ર ભારતીય રેલવેના સક્ષમ અધિકારીઓને સોંપી દીધો છે. રાષ્ટ્રની સેવામાં રેલવે દ્વારા મને આપવામાં આવેલા આ અવસર માટે હું ભારતીય રેલ્વે પરિવારની હંમેશા માટે આભારી રહીશ.’

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિનેશ ફોગાટે પેરીસ ઓલમ્પિક્સમાં ભાગ લીધો હતો અને 50 કિલો વિમેન્સ કેટેગરીમાં ફાઈનલ સુધી પણ પહોંચ્યાં હતાં. ઓલમ્પિક્સમાં ફાઇનલમાં પહોંચનાર ખેલાડી માટે સુવર્ણ કે રજત પદક નક્કી થઈ જ જાય છે, પણ વિનેશ ફોગાટ સ્પર્ધાની સવારે જ ડિસ્કવોલિફાય જાહેર થયાં હતાં. કારણ તેમનું વજન 10૦ કિલોગ્રામ વધુ હોવાનું જાણવ મળ્યું હતું. આ મામલે પછીથી ભારતે ઓલમ્પિક્સ કમિટી અને સ્પોર્ટ્સ કોર્ટમાં પણ અપીલ કરી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહીં અને અપીલ ફગાવી દેવામાં આવી. આખરે ફોગાટે મેડલ વિના જ ભારત પરત ફરવું પડ્યું. 

    આ મેડલ મામલે થોડા સમય માટે રાજકારણ પણ રમાવાનું શરૂ થઈ ગયું હતું. એ પણ નોંધવું જોઈએ કે વિનેશ ફોગાટના સ્વાગત માટે હરિયાણાના કોંગ્રેસ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારથી જ રેસલર કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં શરૂ થઈ ગઈ હતી. 

    બીજી તરફ, બજરંગ પુનિયાની વાત કરવામાં આવે તો તેઓ પહેલવાન આંદોલન વખતે આગળ પડતો ચહેરો હતા. જેમણે તાત્કાલિક WFI અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ સામે મોરચો માંડ્યો હતો અને તેમની વિરુદ્ધ મહિલા પહેલવાનોના જાતીય શોષણનો આરોપ લગાવીને આંદોલન કર્યું હતું. આ મામલે હાલ કેસ ચાલી રહ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મે, 2024માં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં