Thursday, November 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિવાદિત માળખા જ્ઞાનવાપીના સરવેનો આદેશ આપનાર જજ રવિ દિવાકરને અપાઈ હત્યાની ધમકી,...

    વિવાદિત માળખા જ્ઞાનવાપીના સરવેનો આદેશ આપનાર જજ રવિ દિવાકરને અપાઈ હત્યાની ધમકી, સુરક્ષામાં વધારો

    વારાણસી કોર્ટના જજ રવિ દિવાકરને સ્થાનિક ઇસ્લામી કટ્ટર જુથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, જેના પર જજે ફરિયાદ પણ નોંધાવી છે.

    - Advertisement -

    એક તરફ જ્ઞાનવાપી વિવાદિત માળખા મામલે સુનાવણી ચાલી રહી છે ત્યાં હવે નવો જ વિવાદ સર્જાયો છે. આ કેસમાં જ્ઞાનવાપી પરિસરમાં સરવે કરવાનો આદેશ આપનાર જજ રવિ દિવાકરને હવે જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. 

    જજ રવિ દિવાકરે વારાણસી સ્થિત જ્ઞાનવાપી વિવાદી માળખામાં એડવોકેટ કમિશનરની કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, આ નિર્ણય બાદ તેમણે આ પ્રકરણને લઈને પરિવારમાં ચિંતા હોવાનું પણ કહ્યું હતું. હવે જજ રવિ દિવાકરને જાનથી મારી નાંખવાની ધમકી મળ્યા બાદ તેમની સુરક્ષાને લઈને તંત્ર સ્તરેથી તપાસ ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ શરૂ થઇ ગઈ છે.

    આ મામલે કમિશનર એ સતીશ ગણેશે કહ્યું કે, “જજ રવિ દિવાકરને મંગળવારે (7 જૂન 2022) રજીસ્ટર્ડ પોસ્ટ મારફતે ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેમાં અમુક કાગળો હતા. જોકે, જે બાદ તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી. 

    - Advertisement -

    ધમકીભર્યા પત્રમાં લખવામાં આવ્યું છે કે, “હવે ન્યાયાધીશ પણ ભગવા રંગે રંગાઈ ગયા છે. ઉગ્રવાદી હિંદુઓ અને તેમની સાથે જોડાયેલા સંગઠનોને ખુશ કરવા માટે નિર્ણય સંભળાવે છે અને ઠીકરું વિભાજીત ભારતના મુસ્લિમો પર ફોડે છે. તમે ન્યાયિક કાર્ય કરો છો. તમને સરકારી મશીનરી મળી છે તો તમારી પત્ની અને માને શાનો ડર છે? આજકાલ ન્યાયિક અધિકારીઓ હવાની લહેર જોઈને ચાલબાજી દેખાડી રહ્યા છે. તમે નિવેદન આપ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનું નિરીક્ષણ એક સામાન્ય પ્રક્રિયા છે. તમે પણ તો મૂર્તિપૂજક છો. તમે મસ્જિદને મંદિર જાહેર કરી  દેશો. કોઈ પણ કાફિર મૂર્તિપૂજક હિંદુ ન્યાયાધીશ પાસેથી મુસ્લિમ તરફી નિર્ણયની આશા રાખી જ ન શકે.”

    તસ્વીર: ટ્વિટર

    જજને ધમકી મળ્યા બાદ સ્થાનિક સ્તરે હાહાકાર મચી ગયો છે. બીજી તરફ, આ ધમકી કોઈ ઇસ્લામિક આઝાદ મૂવમેન્ટ નામની સંસ્થાએ આપી હોવાનું જાણવા મળ્યું છે.

    તસ્વીર: ટ્વિટર

    મીડિયા રિપોર્ટ અનુસાર, ધમકીભર્યા પત્ર અંગે ન્યાયાધીશ રવિ કુમાર દિવાકરે મુખ્ય ગૃહ સચિવને જાણકારી આપી છે. જે બાદ તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે ન્યાયાધીશ રવિ દિવાકર સિવિલ સિનિયર ડિવિઝન વારાણસી કોર્ટમાં કાર્યરત છે. હાલ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ, ડીસીપી આ મામલાની તપાસ કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે ગત મહિને વિવાદિત માળખા જ્ઞાનવાપીમાં સરવે અને વીડિયોગ્રાફી દરમિયાન વજૂખાનામાંથી શિવલિંગ મળી આવ્યું હતું. વજૂખાના એ જગ્યા હોય છે જ્યાં ઇસ્લામિક નમાઝ પહેલાં લોકો હાથ-પગ ધૂએ છે અને કોગળા કરે છે. મસ્જિદ કાશી વિશ્વનાથના હિંદુ મંદિરને તોડીને બાંધવામાં આવ્યું હતું. વજૂખાનામાં જે સ્થળેથી શિવલિંગ મળી આવ્યું તેની સામે જ સ્થિત સદીઓ જૂની નંદીની મૂર્તિ પણ એ જ તરફ ઈશારો કરે છે. 

    વિવાદિત માળખામાંથી શિવલિંગ મળી આવ્યા બાદ જજે પરિસર સીલ કરવાનો આદેશ આપ્યો હતો અને શિવલિંગ મળ્યું તે સ્થળે વજૂ કરવા પર મુસ્લિમોને પ્રતિબંધ ફરમાવ્યો હતો. જોકે, શિવલિંગ મળ્યા બાદ ઇસ્લામીઓ અને ‘લિબરલો’એ શિવલિંગને ‘ફુવારો’ કહીને મજાક ઉડાવી હતી અને શિવલિંગ અંગે અભદ્ર ટિપ્પણીઓ પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં