Friday, October 18, 2024
More
    હોમપેજક્રાઈમહૈદરાબાદના મંદિરમાં તોડફોડ કરનાર નીકળ્યો 'સલીમ', હોટલમાં દરોડા પાડી પોલીસે ઝડપ્યો: ઇસ્લામી...

    હૈદરાબાદના મંદિરમાં તોડફોડ કરનાર નીકળ્યો ‘સલીમ’, હોટલમાં દરોડા પાડી પોલીસે ઝડપ્યો: ઇસ્લામી ટોપી પહેરીને હિંદુ દેવીની મૂર્તિને મારી હતી લાત

    સલીમે મસ્જિદ જતા સમયે મંદિરને નિશાન બનાવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે સિકંદરાબાદની 'સિને પોલીસ હોટલ'માં રોકાયો હતો. સલીમે કબૂલાત કરી હતી કે તેણે હોટલથી મસ્જિદ જતી વખતે મંદિર પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    હૈદરાબાદ પોલીસે મંગળવારે (15 ઓક્ટોબર 2024) મુત્યાલમ્મા મંદિરમાં તોડફોડના કેસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી સીસીટીવી ફૂટેજમાં ઇસ્લામી ટોપી પહેરેલો જોવા મળ્યો હતો. હૈદરાબાદમાં મુત્યાલમ્મા મંદિરમાં તોડફોડ કરનારની ઓળખ સલીમ સલમાન ઠાકુર તરીકે થઈ છે.

    સ્થાનિક અહેવાલો અનુસાર, સલીમે મસ્જિદ જતા સમયે મંદિરને નિશાન બનાવ્યું હતું. પોલીસે આરોપીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે સિકંદરાબાદની ‘સિને પોલીસ હોટલ’માં રોકાયો હતો. સલીમે કબૂલાત કરી હતી કે, તેણે હોટલથી મસ્જિદ જતી વખતે મંદિર પર હુમલો કર્યો હતો. આરોપીની માહિતીના આધારે પોલીસે 50 રૂમની હોટલમાં દરોડો પાડ્યો હતો, જ્યાં જાણવા મળ્યું હતું કે આ હોટલ મોટાભાગે ચોરો ભાડે રાખે છે.

    પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સલીમની સાથે અન્ય અસામાજિક તત્વો મંદિર પર હુમલો કરી રહ્યા હતા, પરંતુ બાકીના ભાગી ગયા હતા. સોમવારે (14 સપ્ટેમ્બર 2024) તેલંગાણાના કુર્માગુડા વિસ્તારમાં મુત્યાલમ્મા મંદિરની મૂર્તિની તોડફોડ કરવામાં આવ્યા બાદ સિકંદરાબાદમાં તંગદિલી વ્યાપી ગઈ હતી, જેના કારણે સ્થાનિક હિંદુ રહેવાસીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આ ઘટના નજીકની પાસપોર્ટ ઓફિસ પાસે બની હોવાનું કહેવાય છે અને એક ઇસ્લામી કટ્ટરપંથીને સ્થાનિક લોકોએ તરત જ પકડી પાડ્યો હતો. બાદમાં તેને માર્કેટ પોલીસ સ્ટેશનની હદમાં પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને પગલે પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી.

    આ દરમિયાન સ્થાનિક લોકોએ મંદિર પાસે વિરોધ પ્રદર્શન કરીને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા પણ જોડાયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન હૈદરાબાદ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર માધવી લતા સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ પણ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રદર્શન કરી રહેલા હિંદુઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ ઘટનાને “શરમજનક” ગણાવી હતી અને કેટલાક લોકો પર જાણી જોઈને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.

    આ દરમિયાન આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં સફેદ કુર્તા અને કાળી ઇસ્લામી ટોપી પહેરેલો એક યુવક દેવીની મૂર્તિને લાત મારતો જોવા મળ્યો હતો. તેણે બર્બરતાથી મૂર્તિ તોડી અને તેના ટુકડાઓ જમીન પર ફેંકી દીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો હતો. વિડીયોમાં જોઇ શકાય છે કે, દેવીની મૂર્તિ તૂટેલી છે, જેના કારણે હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ સાથે મંદિરનો બહારનો ભાગ પણ ક્ષતિગ્રસ્ત અને તૂટેલો જોઇ શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં