Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘…તો દેશ ભડકે બળશે’: ઉત્તરાખંડની મદ્રેસાઓના આધુનિકીકરણની જાહેરાત બાદ મૌલાનાએ ધમકી આપી,...

    ‘…તો દેશ ભડકે બળશે’: ઉત્તરાખંડની મદ્રેસાઓના આધુનિકીકરણની જાહેરાત બાદ મૌલાનાએ ધમકી આપી, કહ્યું- ખાનગી મદ્રેસાઓમાં હસ્તક્ષેપ નહીં કરવા દઈએ

    "અમારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. સરકાર હસ્તકની મદ્રેસાઓમાં જે કરવું હોય તે કરો, પરંતુ ખાનગી મદ્રેસાઓમાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરશો નહીં. (નહીંતર) ભારત ભડકે બળશે."

    - Advertisement -

    તાજેતરમાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડના ચેરમેને જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર ડ્રેસ કોડ અને NCERT પુસ્તકો દ્વારા મદ્રેસાઓના આધુનિકીકરણ માટે પ્રયાસો કરશે. આ મામલે હવે એક મૌલાનાએ વિવાદાસ્પદ નિવેદન આપીને કહ્યું છે કે, જો સરકારે ખાનગી મદ્રેસાઓમાં હસ્તક્ષેપ કર્યો તો મુસ્લિમો આગળ આવશે અને આખો દેશ ભડકે બળશે. 

    ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં મૌલવી સાજિદ રાશિદીએ કહ્યું કે, “દરેક રાજ્યમાં મદ્રેસા બોર્ડ હોય છે, જે સરકાર હસ્તક આવે છે. આ મદ્રેસાઓમાં તેઓ (સરકાર) ડ્રેસ કોડનો પણ આદેશ આપી શકે, ગીતો અને ફિલ્મો પણ બતાવી શકે, કે જે કરવું હોય તે કરે અને તેમને કોઈ રોકશે નહીં. પરંતુ અમે તમને અમારી ખાનગી મદ્રેસાઓમાં કંઈ પણ કરવા દઈશું નહીં. કારણ કે ભારતીય મુસ્લિમો 4 ટકા બાળકોને ખાનગી મદ્રેસાઓમાં મૌલવી અને મૌલાના બનવા મોકલે છે. જો તેઓ આમાં પણ હસ્તક્ષેપ કરવાના પ્રયાસ કરશે તો ભારતભરના મુસ્લિમો તેની સામે અવાજ ઉઠાવશે અને અમે તેમને આમ કરવા દઈશું નહીં.”

    આગળ તેમણે કહ્યું કે, અમે સરકાર પાસેથી કશું લેતા નથી. આ મૂર્ખ લોકો છે જેઓ સરકારની આવક માટે તેમની મદ્રેસાઓ આપી દે છે. હવે તેઓ પરિણામ ભોગવી રહ્યા છે. એટલે જ અમારા મોટા મૌલવીઓ અને ઉલેમાઓ મદ્રેસા માટે સરકાર પાસેથી પૈસા લેવાની ના પાડે છે. 

    - Advertisement -

    ઉત્તરાખંડ રાજ્યની મદ્રેસાઓના આધુનિકીકરણને લઈને મૌલાનાએ આગળ કહ્યું કે, “અમારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. સરકાર હસ્તકની મદ્રેસાઓમાં જે કરવું હોય તે કરો, પરંતુ ખાનગી મદ્રેસાઓમાં હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરશો નહીં. (નહીંતર) ભારત ભડકે બળશે. 

    અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ વક્ફ બોર્ડ ચેરમેન શાદાબ શમ્સે ગુરુવારે (24 નવેમ્બર 2022) જાહેરાત કરી હતી કે, તબક્કાવાર સરકાર મદ્રેસાઓનું આધુનિકીકરણ કરશે. જેના ભાગરૂપે પુષ્કરસિંહ ધામી સરકાર આવતા સત્રથી સરકાર વક્ફ બોર્ડની મદ્રેસાઓમાં ડ્રેસ કોડ લાગુ કરશે, આ ઉપરાંત અભ્યાસક્રમમાં NCERT પુસ્તકોનો પણ સમાવેશ કરવામાં આવશે. 

    પ્રથમ તબક્કામાં ધામી સરકારે આવી સાત મદ્રેસાઓની પસંદગી કરી છે, જ્યાં આ નિયમો લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય સંસ્થાઓ પર પણ આ પ્રકારના જ નિયમોનો અમલ કરવામાં આવશે તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં