ઉત્તર પ્રદેશમાં આવેલ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં (Banaras Hindu University) હિંદુ ધાર્મિક ગ્રંથ મનુસ્મૃતિની (Manusmriti Burn) પ્રત બાળવાનો પ્રયાસ કરવાના મામલે 13 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ નોંધાયો હતો. આ વિદ્યાર્થીઓને કોર્ટમાં પણ હાજર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વિદ્યાર્થીઓએ અને BHU પ્રોક્ટોરિયલ બોર્ડ વચ્ચે ભારે થયેલ હોબાળા દરમિયાન ભગત સિંઘ છાત્ર મોરચા (Bhagat Singh Chhatra Morcha) સાથે જોડાયલ કેટલાક વિદ્યાર્થીઓએ આ કારસ્તાન કર્યું હતું.
25 ડિસેમ્બરની રાત્રે ભગતસિંહ છાત્ર મોરચાના કાર્યકર્તાઓએ BHU આર્ટસ ફેકલ્ટીના ચોક પર મનુસ્મૃતિની પ્રતિકાત્મક નકલ બાળવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મળતાં જ પ્રોક્ટોરિયલ બોર્ડના સદસ્યો પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રત ન સળગાવવાનું કહ્યું જોકે વિદ્યાર્થીઓ માન્યા નહીં અને હાજર સેંકડો વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કરી દીધો.
નોંધનીય છે કે વિદ્યાર્થીઓ અને પ્રોક્ટોરિયલ બોર્ડ વચ્ચે લગભગ 3 કલાક સુધી ચર્ચા ચાલી હતી. બીજી તરફ અચાનક વિદ્યાર્થીઓના એક જૂથે મનુસ્મૃતિની નકલ સળગાવવાનો પ્રયાસ કર્યો. ત્યારે પ્રોક્ટોરિયલ બોર્ડના સભ્યો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભગતસિંઘ છાત્ર મોરચાના વિદ્યાર્થીઓએ પ્રોક્ટોરિયલ બોર્ડની મહિલા ગાર્ડને ધક્કો માર્યો હતો.
એવો પણ આરોપ છે કે વિદ્યાર્થીનીઓએ લેડી ગાર્ડને ઇજા પહોંચાડી હતી, તો બીજી તરફ ભગતસિંહ છાત્ર મોરચાના વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રોક્ટોરિયલ બોર્ડ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી. સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે તમામ વિદ્યાર્થીઓને લંકા પોલીસ સ્ટેશને કસ્ટડીમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ મામલે 13 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મુકેશ કુમાર, સંદીપ જયસ્વાલ, અમર શર્મા, અરવિંદ પાલ, અનુપમ કુમાર, લક્ષ્મણ કુમાર, અવિનાશ, શુભમ કુમાર, આદર્શ, અરવિંદ, ઇપ્સિતા અગ્રવાલ, સિદ્દી તિવારી, કાત્યાની બી. રેડ્ડી વગેરેનો સમાવેશ થાય છે. આ મામલે સીતામઢી પોલીસ સ્ટેશન દ્વારા એક નોટિસ પણ જારી કરવામાં આવી હતી.
सीतामढ़ी पुलिस के ट्विटर हैंडल एवं इंस्टाग्राम हैंडल पर वायरल खबर के संबंध में…. pic.twitter.com/8fWuDcI9rn
— SITAMARHI POLICE (@SitamarhiPolice) December 26, 2024
પોલીસે જણાવ્યું હતું કે, “સીતામઢી જિલ્લાનો રહેવાસી જય સરાફ નામનો વ્યક્તિ હિંદુ ધર્મગ્રંથ મનુસ્મૃતિને સળગાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે. જેનાથી સમાજમાં સાંપ્રદાયિક વાતાવરણ ખરાબ થઇ શકે છે સીતામઢી પોલીસ અધિક્ષકે માહિતી પર સંજ્ઞાન લીધું છે અને આ અંગે તપાસ હાથ ધરી છે. જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોને આની પુષ્ટિ કરવા માટે સૂચના આપી છે.”
મથુરાના મંદિરને કર્યું ખંડિત
આ સિવાય 26 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના મથુરામાં એક સ્થાનિક મંદિરમાં કેટલાક યુવકોએ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડીને મંદિરની બહાર ફેંકી દીધી હતી. ત્યારપછી મંદિરમાં ડૉ. ભીમરાવ આંબેડકરનો ફોટો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. અનુસૂચિત જાતિના યુવકો પર મંદિર પર હુમલો કરવાનો આરોપ છે.
દરમિયાન ગામના લોકોએ આ કૃત્ય જોયું અને અહીં પહોંચી ગયા. આ પછી આ તમામ યુવકો ભાગી ગયા હતા. આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો.