મહારાષ્ટ્રના અમરાવતીમાં ઉમેશ કોલ્હે નામના એક કેમિસ્ટની હત્યા મામલેના કેસની તપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશથી નેશનલ એજન્સી NIA ને સોંપવામાં આવી છે. આ માટે NIA ની એક ટીમ તપાસ માટે પહોંચી છે. ઉમેશ કોલ્હેની હત્યા પણ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ મૂકવાના કારણે જ કરવામાં આવી હોવાની આશંકા છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ આ બાબતની જાણકારી આપી છે. મંત્રાલયના અકાઉન્ટ પરથી ટ્વિટ કરતાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના અમરાવતીમાં 21 જૂનના રોજ ઉમેશ કોલ્હેની થયેલી જઘન્ય હત્યા મામલેના કેસની તપાસ NIA ને સોંપી છે. ગૃહમંત્રાલયે એમ પણ જણાવ્યું કે આ હત્યા પાછળના કાવતરા, સંસ્થાઓની સંડોવણી તેમજ આંતરરાષ્ટ્રીય લિંકની પણ તપાસ કરવામાં આવશે.
MHA has handed over the investigation of the case relating to the barbaric killing of Shri Umesh Kolhe in Amravati Maharashtra on 21st June to NIA.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) July 2, 2022
The conspiracy behind the killing, involvement of organisations and international linkages would be thoroughly investigated.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની ઓળખ મુદસ્સિર, શાહરૂખ, અબ્દુલ, શોએબ અને આતિબ તરીકે થઇ છે. સ્થાનિક કોર્ટે આ તમામની પોલીસ કસ્ટડી 5 જુલાઈ સુધી લંબાવી છે. અમરાવતીના ડીસીપીએ જણાવ્યું કે આ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 (હત્યા), 120 B (ગુનાહિત કાવતરું) અને 34 (સામેલ તમામ લોકોએ સમાન ઈરાદાથી કરેલ કૃત્ય) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. નૂપુર શર્માના સમર્થન બદલ હત્યા કરવામાં આવી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે.
6 people arrested so far,sent to Police custody. They've been booked under IPC sec 302 (murder), 120 B (criminal conspiracy), 34: Vikram Sali, DCP Amravati on Amravati murder
— ANI (@ANI) July 2, 2022
"Prima facie it seems to be the case," he says on if the reason is his social media post on Nupur Sharma
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મેડિકલ શૉપ ચલાવતા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રિએ હત્યા કરી નાંખવામાં આવી હતી. ઉમેશ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના ગળા પર પાછળથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
આ મામલે અમરાવતી પોલીસે જણાવ્યું હતું કે, “કોલ્હે અમરાવતીમાં એક મેડિકલ શૉપ ચલાવતા હતા. કથિત રીતે તેમણે નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ પોતાના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં મૂકી હતી. જેમાંથી એક ગ્રુપમાં કેટલાક મુસ્લિમો પણ સામેલ હતા. જેમાંથી કેટલાક તેમના ગ્રાહકો હતા.”
આ પહેલાં રાજસ્થાનના ઉદયપુરમાં પણ 28 જૂન 2022ના રોજ એક હિંદુ ટેલર કન્હૈયાલાલની જઘન્ય હત્યા કરી નાંખવામાં આવી હતી. કન્હૈયાલાલના હત્યારાઓ રિયાઝ અન્સારી અને ગૌસ મોહમ્મદે હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેમાં પીએમ મોદીને પણ ધમકી આપી હતી. જે બાદ બંને ભાગી છૂટ્યા હતા, પરંતુ તે જ સાંજે પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. આ કેસની તપાસ પણ NIA કરી રહી છે.
આ ઉપરાંત, NIA ગુજરાતના કિશન ભરવાડ હત્યા કેસ, મહારાષ્ટ્રમાં ઉમેશ કોલ્હે હત્યા કેસ અને રાજસ્થાનના કન્હૈયાકુમાર હત્યા કેસ વચ્ચે કોઈ લિંક હોવા અંગે હાલ તપાસ કરી રહી છે. આ તમામની કટ્ટર ઇસ્લામીઓએ ‘ઇશનિંદા’ના આરોપસર હત્યા કરી નાંખી હતી.