નોઈડાની સોસાયટીમાં પરવાનગી વગર જાહેર નમાઝ પઢવાના મામલે વિરોધની ઘટના સામે આવ્યાં બાદ ‘અલ ઝજીરા’ અને ‘ધ વાયર’ માટે કામ કરતા પત્રકાર મીર ફૈઝલે મંગળવારે (28 માર્ચ 2023) ના રોજ એક ભ્રામક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે મુસ્લિમોને નમાઝ કરતા અટકાવવાની વાત સાથે પોલીસ પર તંબુ ઉખાડી ફેંકવાનો આરોપ પણ લગાવ્યો હતો. ફૈઝલે કરેલા આ ટ્વીટ બાદ સ્વર ભાસ્કરે પણ નમાઝનો વિરોધ કરવાની ઘટનાને શરમજનક ગણાવી છે.
તો બીજી તરફ ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ની પત્રકાર નેહા યાદવે ઉત્તર પ્રદેશ પોલીસને ઇસ્લામોફોબીક કહી હતી. પણ નોઈડાની સોસાયટીમાં જાહેર નમાઝ બાબતે ઑપઈન્ડિયાએ કરેલી જમીની હકીકતની તપાસમાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થયાં હતા.
આ ઘટના નોઈડાના બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારના સુપરટેક ઈકો વિલેજ-2ની છે. લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં કેટલાક લોકો સોસાયટીની અંદર એકઠા થયેલા જોવા મળી રહ્યા છે. પોલીસની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વિડીયોમાં ભીડ એકબીજા સાથે દલીલ કરી રહી હોય તેવું લાગે છે. પોલીસને જોઈને કેટલાક લોકો જવા લાગ્યા, તો કેટલાક લોકોએ તેમને ક્યાંય ન જવાની સલાહ આપી. સ્વરા ભાસ્કરે આ કૃત્યને તુચ્છ ગણાવ્યું છે.
The pettiness that we have to brandish proudly in the name of asserting our ‘majority’ status is just nauseating! Shame on these people… https://t.co/Avp1BXh5bk
— Swara Bhasker (@ReallySwara) March 28, 2023
હિન્દુસ્તાન ટાઇમ્સની પત્રકાર નેહા યાદવે તો ઉત્તર પ્રદેશ પોલીસ પર સીધેસીધો ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવ્યો હતો. નેહા યાદવે પોલીસ પર દેશના બંધારણીય માળખાને બગાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.
નમાઝ ન પઢવાનો નિર્ણય મુસ્લિમ સમુદાયનો
મીર ફૈઝલે શેર કરેલા વીડિયો પર કેટલાક લોકોના પ્રોપેગેન્ડા ફેલાવવાના દાવાઓવચ્ચે નોઈડા પોલીસનું વાસ્તવિક ઘટના શું હતી તેના પર નિવેદન સામે આવ્યું છે. ગ્રેટર નોઈડાના ડીસીપીએ કહ્યું હતું કે ખાલી કોમર્શીયલ માર્કેટના ત્રીજા માળે નમાઝ અદા કરવામાં આવતી હતી. આ દરમિયાન માત્ર સોસાયટીના લોકોની જ હાજરી જોવા મળી હતી. હિંદુ સમુદાયનો આરોપ છે કે કેટલાક બહારના લોકો પણ નમાજ પઢવા માટે આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હિન્દુ સમાજના લોકોએ સોસાયટીના સ્થાનિક લોકોનો નહીં પણ બહારના લોકોનો વિરોધ કર્યો હતો.
— DCP Central Noida (@DCPCentralNoida) March 28, 2023
આ બધા વચ્ચે પોલીસે એ પણ સ્પષ્ટતા કરી છે કે હવે જે તે સ્થળે નમાઝ ન પઢવાનો નિર્ણય ખુદ મુસ્લિમ સમાજના લોકોએ લીધો છે. અને સ્થળ પર શાંતિ ભર્યો માહોલ છે.
આ કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર મંજૂરી નહોતી લેવામાં આવી
ઑપઈન્ડિયા દ્વારા સ્થાનિક સ્તરેથી એકઠી કરવામાં આવેલી માહિતી અનુસાર, સોસાયટીમાં નમાજના આયોજકોએ તેમના કાર્યક્રમ માટે કોઈ સત્તાવાર મંજૂરી લીધી ન હતી. આમ છતાં સ્થળ પર તંબુ વગેરે બાંધી દેવામાં આવ્યા હતા. ખાલી ફ્લોર પર લાગેલા આ ટેન્ટમાં અનેક લોકો એકઠા થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
Greater Noida West
— Tricity Today (@tricitytoday) March 27, 2023
सुपरटेक इको विलेज-2 हाउसिंग सोसायटी में नमाज पढ़ने के लिए यह स्थान बनाया गया था। निवासियों का कहना है कि कई बार इसे हटाने के लिए मेंटेनेंस डिपार्टमेंट को कहा गया, लेकिन कोई सुनवाई नहीं हुई। सोमवार रात लोगों ने विरोध किया।@noidapolice @Uppolice pic.twitter.com/KqJIhwVoLB
અમને જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી સ્થાનિક લોકો સોસાયટીની ખાલી જગ્યા પર નમાઝ અદા કરતા હતા. આ વખતે સ્થાનિક લોકોએ બહારના લોકોને બોલાવ્યા હતા તેનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે અમે SHO બિસરખ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે સોસાયટીના લોકોની સહમતિથી આ મામલો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે. તેમણે તેમ પણ કહ્યું કે, કોઈપણ પ્રકારના તણાવકે અભદ્રતા વગેરેના આરોપો પાયાવિહોણા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પોલીસે નમાઝ પઢતા અટકાવ્યા હોવાનું જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું.