Thursday, April 25, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘રમઝાન દરમિયાન મુસ્લિમોને નમાજ પઢતા રોક્યા, યુપી પોલીસે 5 લાખનો દંડ ફટકાર્યો’:...

    ‘રમઝાન દરમિયાન મુસ્લિમોને નમાજ પઢતા રોક્યા, યુપી પોલીસે 5 લાખનો દંડ ફટકાર્યો’: ઝુબૈર અને અન્યોએ પ્રોપેગેન્ડા ફેલાવ્યો, જાણો શું છે વાસ્તવિકતા

    સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે ઉત્તર પ્રદેશ પોલીસ ઘરમાં નમાજ અદા કરનારાઓને રોકી રહી છે અને હિંદુવાદી સંગઠનોના ઈશારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    યુપી સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે લિબરલ ગેંગનો દ્વેષ જગજાહેર છે. યોગી રાજમાં જે મુજબ કામ થઈ રહ્યાં છે તેનાથી ડાબેરીઓ અને લિબરલો અકળાયેલા રહે છે અને જેના કારણે આ ગેંગ યુપી સરકાર અને રાજ્યની પોલીસ વિરુદ્ધ જુઠ્ઠાણાં ફેલાવવાની તકોની શોધમાં જ રહે છે. તેવામાં હવે આ લેફ્ટ લિબરલ ગેંગે સોશિયલ મીડિયા પર મુરાદાબાદમાં મુસ્લિમોને તેમના ઘરમાં નમાજ પઢવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી હોવાના દાવા કર્યા હતા.

    સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે ઉત્તર પ્રદેશ પોલીસ ઘરમાં નમાજ અદા કરનારાઓને રોકી રહી છે અને હિંદુવાદી સંગઠનોના ઈશારે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રોપેગેન્ડા ફેલાવવામાં ઑલ્ટ ન્યૂઝનો સહસ્થાપક મોહમ્મદ ઝુબૈર પણ સામેલ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર દાવો કર્યો હતો કે યુપીના મુરાદાબાદમાં મુસ્લિમોને તેમના ઘરમાં નમાજ પઢતા રોકવામાં આવી રહ્યા છે.

    મોહમ્મદ ઝુબૈરે પહેલાં તો ગોડાઉનને ઘર કહ્યું અને તેવું દર્શાવવાના પ્રયાસ કર્યા કે મુરાદાબાદમાં મુસ્લિમો પોતપોતાનાં ઘરમાં નમાજ પઢી રહ્યા હતા અને પોલીસ તેના કારણે તેમને રોકી રહી હતી. પરંતુ પછીથી જ્યારે ઉત્તર પ્રદેશની પોલીસે ખુલાસો કર્યો તો પોલ ખુલી જતાં તેણે ફેરવી તોળ્યું કે મોટાભાગની મસ્જિદો ભરાયેલી છે, તેવામાં ગોડાઉનમાં મઝહબી કાર્યક્રમો કેમ ન થઈ શકે?

    - Advertisement -

    માત્ર ઝુબૈરે જ નહીં, ‘રેડિયો મિર્ચી’ની RJ સાયમાએ પણ આ જુઠ્ઠાણું ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે પત્રકાર વિનોદ કપરીના ટ્વીટને ટાંકયું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે, “મુરાદાબાદના કેટલાક મુસ્લિમો તેમના જ ઘરના ગોડાઉનમાં રમઝાનના દિવસોમાં તરાવીહની નમાજ અદા કરી રહ્યા હતા. બજરંગ દળે આ નમાજ બંધ કરાવી, એટલું જ નહીં હવે આ મુસ્લિમોને 5-5 લાખ રૂપિયાની નોટિસ પણ સોંપવામાં આવી છે. આટલી બધી હેરાનગતિ? આટલો બધો ત્રાસ?” RJ સાયમાએ આ ખોટા સમાચારને ક્વોટ કરતા લખ્યું હતું કે, “ચોખ્ખે ચોખ્ખું ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે, ક્યાં છે અહીંનું ન્યાયાલય? ક્યાં છે ન્યાય? ક્યાં છે માણસાઈ? ગુંડાઓને પકડવાની જગ્યાએ તેમની મનમાની ચલાવવામાં આવી રહી છે.”

    પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા સદાફ આફરીને આ જ મામલે લખ્યું હતું કે, “પહેલા નમાજ ન પઢવા માટેની નોટિસ, પછી દંડ! હવે પોતાના ઘરમાં નમાજ કરવી એ એટલો મોટો ગુનો બની ગયો છે કે મેજિસ્ટ્રેટે 5-5 લાખની નોટિસ ફટકારી! મુરાદાબાદ પ્રશાસનને એક જ નાનકડો સવાલ – કયા કાયદા હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો છે? આ લોકો જાણે ‘બજરંગ દળ’ના ઈશારે પોલીસે કાર્યવાહી કરી હોય તેમ લાગી રહ્યું છે.

    આવી જ રીતે મુસ્લિમોના ઠેકેદાર હોવાનો દાવો કરતા સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આવા ટ્વિટ્સ શેર કર્યા હતા અને યુપી પોલીસને બદનામ કરી હતી. જ્યાં સુધી કાનૂની નોટિસ આપવાની વાત આવે છે તો બંધારણ દરેક વ્યક્તિને પોતાનો અધિકાર આપે છે. નોટિસ મોકલવામાં આવે છે, નોટિસનો જવાબ આપવામાં આવે છે. કોણ ખોટું છે અને કોણ સાચું છે તે કોર્ટ નક્કી કરે છે. આમાં, પોલીસની ભૂમિકા માત્ર તપાસ કરવા પૂરતી જ હોય છે. તપાસ બાદ નિષ્કર્ષ નીકળે છે. જેથી માત્ર કેસ થઇ જવાના કારણે લોકતંત્રની હત્યા થઇ હોવાનું કહેવું એ યોગ્ય નથી.

    જાણો શું છે વાસ્તવિકતા અને યુપી પોલીસને બદનામ કરવાનું ષડયંત્ર

    ઉત્તર પ્રદેશ પોલીસે જણાવ્યું છે કે ખરેખર આખી ઘટના શું છે. વાસ્તવમાં આ કેસ કટઘર સ્થિત લાજપત નગર ચોકી હેઠળના વિસ્તારનો છે. જ્યાં ‘ઝાકિર આયર્ન સ્ટોર’ ચલાવતા ઝાકિર હુસૈનનું ગોડાઉન પણ છે. નમાજની જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે શનિવાર (25 માર્ચ, 2023)ના રોજ બની હતી. ઝાકિર હુસૈને આ ગોડાઉનમાં રમઝાનના ત્રીજા દિવસે તરાવીહ (કુરાન મુજબ સુન્ના દુઆ) પઢવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 25-30 લોકો હાજર હતા.

    યુપી પોલીસે એ પણ માહિતી આપી છે કે આ વિસ્તાર હિંદુ બહુમતી ધરાવે છે, જ્યાં મિશ્ર વસ્તી રહે છે. જેના કારણે સ્થાનિક લોકોએ ગોડાઉનમાં ભીડ દ્વારા જાહેરમાં નમાજ અદા કરવાનો વિરોધ કર્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરી હતી. યુપી પોલીસે નમાજ બંધ નહોતી કરાવી, પરંતુ સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે તેમની હાજરીમાં જ તરાવીહની નમાઝ પૂરી કરાવી હતી. જ્યારે પોલીસે પોતે હાજર રહીને નમાજના કાર્યક્રમને થવા દીધો તો કઈ રીતે કહી શકાય કે ‘લોકોને નમાજ પઢતા રોકવામાં આવ્યા હતા’?

    જોકે, આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસે નમાજ પઢનારાઓને પરંપરાગત રિવાજો અનુસાર ચિહ્નિત મઝહબી સ્થળોએ અથવા વ્યક્તિગતરૂપે તેમના ઘરોમાં આ પ્રકારના મઝહબી કાર્યક્રમ સામૂહિક રીતે પઢવાનો નિર્દેશ આપ્યો હતો. આ અંગે ઝાકિર હુસૈને પોલીસ સ્ટેશનમાં લેખિત સંમતિ પણ આપી દીધી છે. યુપી પોલીસે પણ માહિતી આપી છે કે તકેદારીની દ્રષ્ટિએ જરૂરી નિવારક કાર્યવાહી કરવામાં આવી છે. અહીં સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે કે વામપંથીઓ ખોટું બોલીને યોગી સરકારને બદનામ કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં