Sunday, April 28, 2024
More
    હોમપેજદુનિયા'ક્રિકેટનો નહીં, 5 ઓક્ટોબરથી શરૂ થશે આતંકનો વર્લ્ડ કપ': ખાલિસ્તાની આતંકી પન્નુએ...

    ‘ક્રિકેટનો નહીં, 5 ઓક્ટોબરથી શરૂ થશે આતંકનો વર્લ્ડ કપ’: ખાલિસ્તાની આતંકી પન્નુએ કોલ કરીને આપી ધમકી, કહ્યું- કેનેડામાં બંધ કરો તમારી એમ્બેસી

    SFJના આતંકીએ કેનેડામાં રહેતા ભારતીય રાજદ્વારીઓને, ખાસ કરીને ત્યાનાં ભારતીય હાઈ કમિશનર સંજય વર્માને પણ ધમકી આપી છે. ખાલિસ્તાની આતંકી ગ્રુપે ભારતને 'સલાહ' આપી છે કે તે ઓટાવા સ્થિત પોતાની એમ્બેસી બંધ કરે અને ત્યાં હાજર રાજદ્વારીઓને પાછા બોલાવે.

    - Advertisement -

    ભારતમાં આ વર્ષે 5-9 ઓકટોબર, 2023 સુધીમાં ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થવા જઈ રહ્યું છે. હવે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુએ આ અંગે ધમકી આપી છે. ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરે ગુજરાતના ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’માં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થવાની છે, જેમાં પન્નુએ આતંકી હુમલાની ધમકી આપી છે. તેણે ધમકી આપી છે કે 5 ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડ કપ નહીં, પણ ‘ટેરર વર્લ્ડ કપ’ શરૂ થશે. ભારતમાં ઘણા લોકોને યુકેના એક નંબર પરથી ફોન કરીને આ ધમકી આપવામાં આવી છે.

    ટેરર વર્લ્ડ કપની આપી ધમકી

    ફોન નંબર +44 7418343648 પરથી આવેલા કોલમાં પહેલાંથી રેકોર્ડ કરેલા ઓડિયો બોલી રહ્યો હતો. જેમાં ગુરપતવંત સિંઘ પન્નુ કહે છે કે, “શહીદ નિજ્જરની હત્યાને લઈને અમે બુલેટના વિરોધમાં બેલેટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. અમે તમારી હિંસાની વિરુદ્ધમાં વોટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. આ ઓકટોબરમાં ક્રિકેટ વર્લ્ડ કપ નહિ હોય, 5 ઓક્ટોબરે ‘ટેરર વર્લ્ડ કપ’ શરૂ થશે. આ મેસેજ ગુરપતવંત સિંઘ પન્નુ તરફથી છે, SFJ (શીખ ફોર જસ્ટિસ)ના જનરલ કાઉન્સિલ તરફથી.”

    ભારતના રાજદ્વારીઓને આપી ધમકી

    SFJના આતંકીએ કેનેડામાં રહેતા ભારતીય રાજદ્વારીઓને, ખાસ કરીને ત્યાનાં ભારતીય હાઈ કમિશનર સંજય વર્માને પણ ધમકી આપી છે. ખાલિસ્તાની આતંકી ગ્રુપે ભારતને ‘સલાહ’ આપી છે કે તે ઓટાવા સ્થિત પોતાની એમ્બેસી બંધ કરે અને ત્યાં હાજર રાજદ્વારીઓને પાછા બોલાવે. આ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના PM જસ્ટિસ ટ્રુડોનું અપમાન કર્યું છે. સાથે એમ પણ કહ્યું કે, “ગુરપતવંત સિંઘ પન્નુ અને કેનેડાની જનતા વતી, મોદી પ્રશાસનને સલાહ છે કે પોતાની એમ્બેસી બંધ કરી રાજદ્વારીને પાછો બોલાવો.”

    - Advertisement -

    ગુરપતવંત સિંઘ પન્નુએ ધમકી આપી છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના અપમાન માટે તે PM નરેન્દ્ર મોદી અને હાઈ કમિશનર સંજય વર્માને જવાબદાર ઠેરવશે. એવું જણાઈ રહ્યું છે કે IP-કોલ સર્વિસનો ઉપયોગ કરીને આ ફોન કોલ કરવામાં આવ્યો હતો. પત્રકાર આદિત્ય રાજ કૌલ એ લોકોમાંના એક છે જેમને આ કોલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કેનેડાના વડાપ્રધાને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે.

    NIA સતત પાડી રહી છે દરોડા

    ભારતમાં પણ NIA ખાલિસ્તાનીઓની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આ કડીમાં તે બાંબિયા, લોરેન્સ અને અર્શ ડલ્લા સાથે સંબંધિત ત્રણ કેસમાં છ રાજ્યોમાં 51 સ્થળોએ દરોડા પાડી રહી છે. આ અંતર્ગત પંજાબ, હરિયાણા, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનના અનેક લોકેશન પર તપાસ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. પંજાબમાં 30, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2 અને દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. 19 ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદીઓની લિસ્ટ પણ બહાર પાડવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં