દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે CMના નજીકના સાથી બિભવ કુમારને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. બિભવ જેલમાંથી બહાર આવી ગયો છે. તેની એક તસવીર પોસ્ટ કરીને અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલે X પર લખ્યું હતું- ‘સૂકુન ભરા દિન.’ જેની ઉપર હવે સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી છે.
सुकून भरा दिन🤗 pic.twitter.com/Qe7KqL3Rcj
— Sunita Kejriwal (@KejriwalSunita) September 3, 2024
સ્વાતિએ સુનિતા કેજરીવાલની પોસ્ટનો સ્ક્રીનશૉટ પોસ્ટ કરીને લખ્યું કે, ‘મુખ્યમંત્રીજીનાં પત્ની, જેઓ મારી મારપીટ દરમિયાન ઘરે જ હતાં, તેમને ઘણું ‘સૂકુન’ અનુભવાય રહ્યું છે. એ એટલા માટે કારણ કે એ વ્યક્તિ જેણે મને તેમના ઘરમાં મારી અને અભદ્રતા કરી હતી, તે શરતી જામીન પર બહાર આવ્યો છે.’
આગળ તેમણે લખ્યું, “તમામને સ્પષ્ટ સંદેશ છે. મહિલાઓને મારો અને ત્યારબાદ અમે પહેલાં ગંદી ગાળો અપાવીશું અને પીડીતાને સંપૂર્ણ રીતે બરબાદ કરી દઈશું અને કોર્ટમાં એ વ્યક્તિને બચાવવા માટે દેશના સૌથી મોંઘા વકીલોની ફોજ ઉભી રાખી દઈશું. જેમને આવા લોકોને જોઈને પણ રાહત અનુભવાય છે, તેમની પાસેથી બેન-દિકરીઓના સન્માનની શું અપેક્ષા રાખી શકાય. ઈશ્વર બધું જોઈ રહ્યા છે. ન્યાય જરૂરથી થશે.”
मुख्यमंत्री जी की पत्नी, जो मेरी पिटाई के दौरान घर पे ही थीं, उनको बड़ा “सुकून🤗” महसूस हो रहा है।
— Swati Maliwal (@SwatiJaiHind) September 4, 2024
सुकून इसलिए कि वो आदमी जिसने मुझे उनके घर में पीटा और अभद्रता की, वो शर्तिया बेल पर आया है।
सबको ये साफ़ संदेश है, महिलाओं को मारो पीटो, उसके बाद हम पहले गंदी ट्रोलिंग करवा… pic.twitter.com/fQ9vNBpwz6
ઉલ્લેખનીય છે કે કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ બિભવ કુમારને સુપ્રીમ કોર્ટે સોમવારે (2 સપ્ટેમ્બર) જામીન આપ્યા હતા. જોકે, સાથે કોર્ટે અમુક શરતો મૂકી છે. જેમકે, તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રવેશી શકશે નહીં કે CM ઑફિસમાં પણ કોઈ કામ કરી શકશે નહીં. કોર્ટે નોંધ્યું હતું કે, મામલામાં પોલીસ ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે અને કુલ 51 સાક્ષીઓની ઉલટતપાસમાં સમય લાગી શકે છે, જેથી જામીન મંજૂર કરવામાં આવે.
બિભવ કુમાર પર AAP સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવાનો આરોપ છે. ગત 13 મેની સવારે સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેઓ કેજરીવાલને મળવા માટે ગયાં હતાં ત્યારે ત્યાં CMના પર્સનલ આસિસ્ટન્ટ બિભવ કુમારે પહેલાં તેમની સાથે અભદ્ર વર્તન કર્યા બાદ મારપીટ કરી હતી. આ મામલે પછીથી FIR નોંધવામાં આવી, જેના આધારે બિભવની ધરપકડ કરી લેવામાં આવી હતી, ત્યારથી તે જેલમાં બંધ હતો.
બીજી તરફ, કાયમ મહિલા સુરક્ષા મુદ્દે વાતો કરતી આમ આદમી પાર્ટી જ્યારે પાર્ટીનાં જ સાંસદ સાથે આવી ઘટના બની ત્યારે તેમની સાથે ઉભી રહેવાના સ્થાને નેતાઓએ તેમની ઉપર જ આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું અને બિભવ કુમારનો બચાવ કર્યો હતો. સોશિયલ મીડિયા પર AAP સમર્થકોએ સ્વાતિ માલીવાલને ગાળો પણ ભાંડી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.