Wednesday, November 13, 2024
More
    હોમપેજક્રાઈમ‘યે બાત કિસી કો બોલી તો જાન સે માર દૂંગા’: સુરતના લિંબાયતમાં...

    ‘યે બાત કિસી કો બોલી તો જાન સે માર દૂંગા’: સુરતના લિંબાયતમાં 10 વર્ષીય સગીરાની છેડતી, મારી નાખવાની ધમકી અપાઈ; 65 વર્ષના સબીર શેખ વિરુદ્ધ ગુનો

    ભોગ બનનાર બાળકીની ઉમર 10 વર્ષની છે. બાળકી પોતાના પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં જ રહે છે. બીજી તરફ 'સમીર કિરાણા સ્ટોર' નામે દુકાન ચલાવતો આરોપી સબીર સમસુદ્દીન શેખ ઉમરમાં 65 વર્ષનો છે.

    - Advertisement -

    સુરતના (Surat) લિંબાયતની એક સગીરા સાથે એક દુકાનદારે છેડતી કરવાની ઘટના સામે આવી છે. આરોપીની ઓળખ સબીર સમસુદ્દીન શેખ તરીકે થઈ છે. બાળકી આરોપીની દુકાને ચોકલેટ લેવા ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપ છે કે તેને એકલી જોઇને સમસુદ્દીને તેની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. આટલું જ નહીં તેણે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકીની ઉંમર 10 વર્ષની છે. તે પોતાના પરિવાર સાથે સુરતના લિંબાયત વિસ્તારમાં જ રહે છે. બીજી તરફ ‘સમીર કિરાણા સ્ટોર’ નામે દુકાન ચલાવતો આરોપી સબીર સમસુદ્દીન શેખ ઉંમરમાં 65 વર્ષનો છે અને તે મારુતિ નગરનો રહેવાસી છે. ઘટનાના દિવસે બાળકી દુકાને ચોકલેટ લેવા ગઈ હતી. જે સમયે બાળકી દુકાને ગઈ ત્યારે ત્યાં અન્ય કોઈ જ હાજર ન હોવાના કારણે શબ્બીરે એકલતાનો લાભ ઉઠાવીને અડપલાં કર્યાં હતાં તેમ કહેવામાં આવી રહ્યું છે.

    સમસુદ્દીને કરેલી હરકતથી બાળકી ડઘાઈ ગઈ હતી. તે હજુ કશું સમજે તે પહેલાં જ આરોપીએ તેને “યે બાત કિસી કો બતાના મત, અગર મુંહ ખોલા તો જાન સે માર દૂંગા” તેમ કહીને ધમકી આપી હતી. ડરના માર્યા તે સીધી ઘરે ચાલી ગઈ હતી અને ઘરે જઈને તેણે તેના પરિવારને ઘટના વિશે જાણ કરી હતી. સબીરની હરકત ખબર પડતાં જ પરિવારે તેના વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. લિંબાયત પોલીસે ઘટનાની સંવેદનશીલતા જોતાં તાત્કાલિક આરોપી વિરુદ્ધ FIR નોંધી હતી.

    - Advertisement -

    કાર્યવાહી વિશે વધુ જણાવતાં લિંબાયત પોલીસ મથકના પીઆઈ સહદેવસિંહ પઢેરિયાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ FIR થતાંની સાથે જ તેની અટકાયત કરી લેવામાં આવી છે. બાળકીએ તેના માતા-પિતાને જે ફરિયાદ કરી હતી, તેના આધારે જ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આ મામલે હાલ લિંબાયત પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુરતના આ વિસ્તારમાંથી અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં