Saturday, May 18, 2024
More
    હોમપેજગુજરાતલિંબાયતમાં 9 વર્ષની માસુમ બાળકી સાથે મકસૂદ અન્સારીએ કરી છેડતી, ઘરે લઇ...

    લિંબાયતમાં 9 વર્ષની માસુમ બાળકી સાથે મકસૂદ અન્સારીએ કરી છેડતી, ઘરે લઇ જઈને કર્યાં શારીરિક અડપલાં: સુરત પોલીસે કરી ધરપકડ

    બનાવ બાદ બાળકી ગભરાઈ જતા રડવા લાગી હતી. જેથી પરિવાર દ્વારા પૂછવામાં આવતા તેણે સમગ્ર આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતા બાળકીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં મકસૂદ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    લિંબાયત વિસ્તારમાંથી એક 9 વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કરવાના મામલે સુરત પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મકસૂદ આલમ અન્સારી તરીકે કરવામાં આવી છે અને તે મૂળ બિહારનો રહેવાસી છે. પીડિત બાળકીના પરિવારે ફરિયાદ નોંધવતા સુરત પોલીસે મકસૂદ અન્સારી સામે POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

    મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક પરપ્રાંતીય મકસૂદ આલમ કયુમ અન્સારી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. તેના પર ત્રીજા ધોરણમાં ભણતી 9 વર્ષની એક બાળકી સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપ છે. બાળકીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત મુજબ પીડિત બાળકી અને તેનો પરિવાર મૂળ બિહાર રાજ્યના છે અને હાલ લિંબાયત વિસ્તારમાં આવેલા શાહપુરા મટકા ગલીમાં રહે છે. બાજુમાં મૂળ બિહારનો જ રહેવાસી મકસૂદ આલમ અન્સારી પણ રહે છે. બાળકીના માતા-પિતા બંને મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકી સ્થાનિક શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરે છે. લોકોના કહેવા પ્રમાણે મકસૂદ અન્સારીની માનસિક સ્થિત ઠીક નથી.

    બનાવ બન્યો તે રાત્રે બાળકીની માતા કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી. જેથી તકનો લાભ લઇ વિકૃત માનસિકતા ધરાવતો મકસૂદ આલમ માસુમ બાળકીને પોતાના ઘરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે 9 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાં હતા. બનાવ બાદ બાળકી ગભરાઈ જતા રડવા લાગી હતી. જેથી પરિવાર દ્વારા પૂછવામાં આવતા તેણે સમગ્ર આપવીતી જણાવી હતી. ઘટનાની જાણ થતા બાળકીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં મકસૂદ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    પીડિત બાળકીના પરિવાર દ્વારા FIR દાખલ થયા બાદ લિંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય. જે. અંજારિયા દ્વારા તત્કાલ કાર્યવાહી કરી બાળકી સાથે અડપલાં કરનાર મકસૂદ આલમ કયુમ અન્સારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે આરોપી સામે 363, 354(ક) (1), 354 (ઘ) (1),  342 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોધી કાર્યવાહી શરૂ કરી છે.

    આજ પ્રકારનો બનાવ થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લામાં થવા પામ્યો હતો. જ્યાં બાલાસિનોરમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અબુબકર સિદ્દિકી ઉસ્માનગની શેખ (એ.યુ. શેખ) સામે શાળાની જ એક શિક્ષિકાએ છેડતી અને શારીરિક અડપલાં કર્યાંની ફરિયાદ દાખલ કરી હતી. શિક્ષિકાએ બાલાસિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કેસ દાખલ કર્યાં બાદ બાલાસિનોર ટાઉન પોલીસે તાત્કાલિક પ્રિન્સિપાલ અબુબકર શેખની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં