Friday, May 3, 2024
More
    હોમપેજક્રાઈમમહીસાગર: બાલાસિનોરની સરકારી શાળાના પ્રિન્સિપાલ અબુબકર શેખ સામે શિક્ષિકાની છેડતીની ફરિયાદ, બીભત્સ...

    મહીસાગર: બાલાસિનોરની સરકારી શાળાના પ્રિન્સિપાલ અબુબકર શેખ સામે શિક્ષિકાની છેડતીની ફરિયાદ, બીભત્સ માંગણી કરવાનો આરોપ; ધરપકડ

    આરોપ છે કે, શનિવારે શિક્ષિકા એક વર્ગખંડમાં પરીક્ષા લઇ રહ્યાં હતાં ત્યારે મુખ્ય શિક્ષક અબુબકર ત્યાં આવીને બાજુમાં ખુરશી નાખીને બેસી ગયો હતો. આરોપ છે કે તેણે શિક્ષિકાનો જમણો હાથ પકડી શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી.

    - Advertisement -

    રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાવે એવો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અબુબકર સિદ્દિકી ઉસ્માનગની શેખ (એ.યુ શેખ) સામે શાળાની જ એક શિક્ષિકાએ છેડતી અને શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ દાખલ કરાવી છે. શિક્ષિકાએ બાલાસિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કેસ દાખલ કર્યા બાદ બાલાસિનોર ટાઉન પોલીસે તાત્કાલિક પ્રિન્સિપાલ અબુબકર શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    મહીસાગર જિલ્લામાં આવેલા બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, શનિવારે (28 ઓક્ટોબર) તેઓ એક વર્ગખંડમાં પરીક્ષા લઇ રહ્યાં હતાં ત્યારે મુખ્ય શિક્ષક અબુબકર ત્યાં આવીને બાજુમાં ખુરશી નાખીને બેસી ગયો હતો. આરોપ છે કે તેણે શિક્ષિકાનો જમણો હાથ પકડી શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. જેને લઈને શિક્ષકાએ હાથ છોડાવીને દૂર બેસવા માટે જણાવ્યું હતું.

    રિપોર્ટ્સ મુજબ, ત્યારે આચાર્ય અબુબકરે કહ્યું હતું કે, “હું સ્કૂલનો આચાર્ય છું. હું કંઈ પણ કરું તારે શું? મને તારામાં કોઈ રસ નથી. તારા જેવી તો મારી ઉપર દસ કૂદે. તું તો રિટાયર્ડ થઈ ગયેલ છે.” જે બાદ શિક્ષિકાએ આ વિશે ઘરમાં જાણ કરી હતી અને પરિવારને જણાવ્યું હતું કે શેખ આ પહેલાં પણ ખરાબ નજરોથી જોયા કરતો હતો.

    - Advertisement -

    પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ, ધરપકડ

    શિક્ષિકાએ ઘરે જઈને પરિવારને આચાર્ય અબુબકરની કરતૂતો વિશે જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશને પહોંચી આરોપી પ્રિન્સિપાલ અબુબકર સિદ્દિકી ઉસ્માનગની શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પહેલાં પણ શિક્ષિકા જ્યારે શાળાના ક્લાસરૂમમાં ભણાવવા માટે જતી ત્યારે આચાર્ય અબુબકર અવારનવાર પાછળ ઊભો રહી એકીટકે જોઈ રહી બીભત્સ માંગણીઓ કરી હેરાન કરતો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો. ફરિયાદના આધારે કેસ દાખલ કર્યા બાદ પોલીસે પ્રિન્સીપાલની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

    અગાઉ પણ અનેક કાંડ બહાર આવ્યાં હતાં

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, આ પહેલાં પણ આ પ્રિન્સિપાલ સામે અનેક ફરિયાદો થઈ ચૂકી છે. થોડા સમય પહેલાં તેણે શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકને ચાલુ પ્રાર્થનાએ સાવરણીથી માર મારતાં મોટો વિવાદ સર્જાયો હતો અને આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જિલ્લા કક્ષાએથી ગાંધીનગર નિયામક કચેરીમાં તપાસ રિપોર્ટ મોકલવામાં આવ્યો હોવાનું પણ રિપોર્ટમાં જણાવવમાં આવ્યું છે. 

    આ ઉપરાંત, અન્ય એક કિસ્સાનો ઉલ્લેખ પણ છે જે અનુસાર તેણે સ્કૂલના નવા બાથરૂમને તાળાં મારી દીધાં હતાં અને વિદ્યાર્થીનીઓને બહાર શૌચક્રિયા કરવા જવા માટે કહેતો હતો. જેને લઈને પણ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં