Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહોળી પર્વ નિમિત્તે આપણા જીવનમાં ઉડી ગયેલા રંગો પાછા ભરી આપવાની જવાબદારી...

    હોળી પર્વ નિમિત્તે આપણા જીવનમાં ઉડી ગયેલા રંગો પાછા ભરી આપવાની જવાબદારી લઉં છું ડાર્લિંગ: મહાઠગ સુકેશનું જેકલીનને વચન, તિહાર જેલમાંથી લખ્યો પત્ર

    સુકેશ હવાલા કુંભાડ મામલે જેકલીન પર પણ કેસ ચાલે છે. ઇડી દ્વારા પણ તેની પૂછપરછ થઇ ચુકી છે. કોર્ટમાં પણ તારીખ ભરી રહી છે. જો કે કોર્ટમાં જેકલીને વારંવાર સુકેશએ તેની સાથે દગો કરી છેતરી છે, તેવો આરોપ મુક્યો છે.

    - Advertisement -

    મહાઠગ સુકેશે મીડિયાને સંબોધીને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે મીડિયાનો હમણાં સુધી જે સમર્થન મળ્યું તે બાબતે આભાર વ્યક્ત કર્યો છે. પણ આ પત્ર તેણે મીડિયાની આડમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને જ લખ્યો છે. આ પત્ર હાલમાં સોશિયલ મડિયા અને મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

    મળતી માહિતી, મહાઠગ સુકેશ હાલમાં તિહાર જેલમાં બંધ છે, તેણે ત્યાંથી જ આ પત્ર લખ્યો હતો. આ પહેલા પણ અલગ અલગ બાબતે સુકેશે પત્રો લખ્યા છે અને લેટર બોમ્બ ફોડ્યા છે. આ પત્રમાં તેણે મીડયા વિષે લખ્યું છે કે હમણાં સુધી જે સાથ આપ્યો તે બદલ આભાર. સાથે જ તેણે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. 

    તેણે જેકલીનને સંબોધીને લખ્યું હતું કે “હું ઉમદા વ્યક્તિ, શાનદાર અને મારી સદાબહાર જેકલીનને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું…. રંગોત્સવ નિમિત્તે, હું તને વચન આપું છું કે,  ઉડી ગયેલા આ રંગોને 100 ગણા કરી પાછા લાવીશ. જો હું મારા અનુસાર કહું તો, આ વર્ષ ખુબ જ ચમકીલું રહેશે, આવું કરવાની જવાબદારી મારી છે.”

    - Advertisement -

    પત્રના અંતમાં તેને જેકલીનને કહ્યું કે “હું તને પ્રેમ કરું છું, તું મારા માટે શું છો? તે તમે બખૂબી જાણો જ છો. સદા ખુશ રહો. મારા સપનાની રાણી હું તને ખુબ જ યાદ કરું છું.” 

    સુકેશ કરોડોના હવાલ કૌભાંડમાં હાલમાં તિહાર જેલમાં બંધ છે, જેલમાં ગયા બાદ તેણે જેકલીનનું પણ નામ લીધું હતું. હાલમાં આ મામલે જેકલીન પર પણ કેસ ચાલે છે. ઇડી દ્વારા પણ તેની પૂછપરછ થઇ ચુકી છે. કોર્ટમાં પણ તારીખ ભરી રહી છે. જો કે કોર્ટમાં જેકલીને વારંવાર સુકેશએ તેની સાથે દગો કરી છેતરી છે, તેવો આરોપ મુક્યો છે. તેને એ પણ કહ્યું કે સુકેશે તેની ભાવનાઓનો ખોટો ઉપયોગ કર્યો છે. તે જયારે તેને મળ્યો ત્યારે મોટા અધિકારી છે તેવી રીતે મળ્યો હતો . તેની પાસે ઘણા બધા પ્રોજેક્ટો પણ ચાલે છે આવી વાતો કરી હતી. 

    આ સિવાય સુકેશે લેટર બોમ્બ ફોડીને આમ આદમી પાર્ટી પર પણ ઘણીવાર આરોપો મુક્યા છે. જેમાં તેણે આપ નેતાઓને કરોડો રૂપિયા આપ્યા હોવાની વાત કહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં