હાલમાં જ કર્ણાટકમાં માંડ્યામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન હિંદુઓ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. આ મામલાની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં શુક્રવારે (13 સપ્ટેમ્બર) સોશિયલ મીડિયા પર એક ફોટો ફરતો થયો, જે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસકર્મીઓ ભગવાન ગણેશજીને પોલીસ વાનમાં લઇ જતા નજરે પડે છે.
ઘણા ભાજપ નેતાઓ પણ આ ફોટો શૅર કરી રહ્યા છે અને કર્ણાટકની કોંગ્રેસ સરકારને ટાર્ગેટ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ લખ્યું કે, ‘સરકાર (કોંગ્રેસ એક), ઇમરજન્સીનાં રૂપ અનેક.’ આ સિવાય પણ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ તસવીર શૅર કરી અને કોંગ્રેસ સરકારને પ્રશ્ન કર્યા અને પૂછ્યું કે આખરે ગણેશજીને આ રીતે પોલીસકર્મીઓ કેમ લઇ જઈ રહ્યા છે?
सरकार (कांग्रेस) एक,
— Smriti Z Irani (@smritiirani) September 14, 2024
इमरजेंसी के रूप अनेक!
📍कर्नाटक pic.twitter.com/9GoLXxSms1
ભાજપ સાંસદ અને યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યા લખે છે કે, “પોલીસ વાહનમાં ગણેશજીનાં આ દ્રશ્ય પીડાદાયક છે. કોંગ્રેસ કરોડો હિંદુઓની આસ્થાને ઓછી આંકીને આપણા ભગવાનનું અપમાન કરવાની હદ સુધી કેમ જઈ રહી છે?”
This visual of Lord Ganesha in a police vehicle is terrifying.
— Tejasvi Surya (@Tejasvi_Surya) September 13, 2024
Why is the Congress hell-bent on insulting our dieties, & belittling the belief and faith of millions of Hindus? pic.twitter.com/mFux03khJg
‘વન ઇન્ડિયા’નો એક રિપોર્ટ જણાવે છે કે, આ ઘટના હિંદુઓના એક વિરોધ પ્રદર્શન દરમિયાન બની હતી. બેંગ્લોરમાં હિંદુઓ માંડ્યામાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ વિસર્જન યાત્રા પર કરેલા હુમલાનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે બેંગ્લોર પોલીસે 40 વ્યક્તિઓની અટકાયત કરી લીધી હતી અને આરોપ પરવાનગી વગર પ્રદર્શનો કરવાનો લગાવ્યો હતો. આ પ્રદર્શનોનું આયોજન ‘બેંગ્લોર મેટ્રોપોલિટન ગણેશ ઉત્સવ સમિતિ’ દ્વારા કરવામાં આવ્યું હતું.
હિંદુઓની ધરપકડ બાદ પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દીધો અને ભક્તો પાસેથી ગણેશજીની મૂર્તિ લઈને પોલીસ વાહનમાં મૂકી દીધી હતી. આ જ સમયે પ્રદર્શનકારીઓ અને પ્રદર્શન કવર કરતા અમુક ફોટોગ્રાફરે આ તસવીર ખેંચી લીધી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મામલાની જાણકારી આપતાં એક પોલીસ અધિકારીએ ‘વન ઇન્ડિયા’ને જણાવ્યું કે, “લોકોનું એક જૂથ ટાઉન હોલ ખાતે પરવાનગી વગર પ્રદર્શન કરી રહ્યું હતું. સાવચેતીનાં પગલાંના ભાગરૂપે 40 વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.”
અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં ગણેશજીના મંડપો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી હતી તો કર્ણાટકમાં પણ આવી ઘટના બની હતી. જોકે, ફેર એ છે કે ગુજરાતમાં દરેક ઘટનાઓમાં તાત્કાલિક પગલાં લઈને આરોપીઓને સીધાદોર કરી નાખવામાં આવ્યા, જ્યારે કર્ણાટકમાં બીજી તરફ આવું ચાલી રહ્યું છે.