Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીરમાં બોલીવુડ અભિનેતા ઇમરાન હાશમી પર હુમલો થયો, શુટિંગ પતાવીને ફરવા નીકળેલા...

    કાશ્મીરમાં બોલીવુડ અભિનેતા ઇમરાન હાશમી પર હુમલો થયો, શુટિંગ પતાવીને ફરવા નીકળેલા અભિનેતા પર સ્થાનિકોએ પથ્થરમારો કર્યો

    કાશ્મીરમાં પોતાની આવનારી ફિલ્મનું શુટિંગ કરી રહેલા અભિનેતા ઇમરાન હાશ્મી પર કેટલાક સ્થાનિકોએ પથ્થરમારો કર્યો છે.

    - Advertisement -

    છેલ્લા ઘણાં સમયથી કાશ્મીરની ઘાટીઓ માંથી સ્થાનિક હિંસાની ખબરોથી છુટકારો મળ્યો હતો, પરંતુ ફરી એક વાર કાશ્મીર સ્થાનિક હિંસા માટે ચર્ચામાં છે, કાશ્મીરમાં ઇમરાન હાશમી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મી આજકાલ જમ્મુ-કાશ્મીરમાં પોતાની આગામી ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગનું તમામ કામ પહેલગામમાં ચાલી રહ્યું છે. પરંતુ અહીં ઈમરાન હાશ્મીને પથ્થરબાજોનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલ છે કે કાશ્મીરમાં ઈમરાન હાશમી શૂટિંગ પૂરું કરીને સેટની બહાર આવ્યો ત્યારે બદમાશોએ ઇમરાન હાશમી પર હુમલો કર્યો હતો.

    અન્ય અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ સાંજે શૂટિંગ પૂર્ણ કર્યા પછી ઇમરાન હાશ્મી ફિલ્મની બાકીની ટીમ સાથે પહેલગામના મુખ્ય બજાર ફરવા માટે રવાના થયો હતો. ત્યારે અચાનક કેટલાક અજાણ્યા લોકોએ અભિનેતા સાથે હાજર તમામ લોકો પર હુમલો કર્યો અને તેમના પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તે જ સમયે આ કેસની FIR પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પથ્થરમારો કરનારા લોકો પર કલમ ​​147, 148, 370, 336, 323 લગાવવામાં આવી છે. આ કેસમાં અનંતનાગ પોલીસે એક વ્યક્તિની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. બહાર આવેલા નિવેદનમાં પોલીસે કહ્યું કે બદમાશની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ગ્રાઉન્ડ ઝીરો’ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાન પર આધારિત છે. અગાઉ ફિલ્મનું શૂટિંગ પણ શ્રીનગરમાં થયું હતું. આ દરમિયાન અભિનેતા 14 દિવસ શ્રીનગરમાં રહ્યો હતો. આ દરમિયાન પર ઈમરાન તેના ચાહકોને મળવા પણ જવાનો હતો પરંતુ કોઈ કારણસર આ વિઝીટ તેણે મુલતવી રાખી હતી.

    - Advertisement -

    ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો આ ફિલ્મ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાન પર આધારિત છે. આ ફિલ્મમાં ઈમરાન હાશમી આર્મી ઓફિસરના પાત્રમાં જોવા મળશે. પહેલગામ પહેલા ઈમરાન હાશ્મી શ્રીનગરમાં શૂટિંગ કરી રહ્યો હતો. ઈમરાને શ્રીનગરની એસપી કોલેજમાં વિદ્યાર્થીઓ ને મળવા જવાની યોજના હતી. ફિલ્મમાં હાશ્મી સાથે સાઈ તામ્હંકર અને ઝોયા હુસૈન જોવા મળશે. ફિલ્મમાં સાઈ અને ઈમરાન હાશ્મી રોમાન્સ કરતા જોવા મળશે. અહેવાલ છે કે સાઈ આ ફિલ્મમાં ઈમરાનની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન તેજસ દેઓસ્કર કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં