Wednesday, December 4, 2024
More
    હોમપેજદેશજે ફૈઝાનના નંબર પરથી શાહરુખને મારી નાખવાની ધમકી અપાઈ, તેણે કહ્યું- મારો...

    જે ફૈઝાનના નંબર પરથી શાહરુખને મારી નાખવાની ધમકી અપાઈ, તેણે કહ્યું- મારો ફોન ચોરી થઈ ગયો હતો: ભૂતકાળમાં અભિનેતા વિરુદ્ધ નોંધાવી ચૂક્યો છે પોલીસ ફરિયાદ

    ફૈઝાને એવો દાવો કર્યો હતો કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો. જેની તેણે પોલીસ ફરિયાદ પણ કરાવી હતી. આ ઉપરાંત તેણે એવો દાવો કર્યો હતો કે તેને ફસાવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    સલમાન ખાન બાદ શાહરૂખ ખાનને (Shah Rukh Khan) પણ જાનથી મારી નાખવાની મળી છે. જેની ઉપર કાર્યવાહી કરતાં પોલીસે જે નંબર પરથી ધમકીભર્યો કૉલ આવ્યો હતો તે જેના નામે નોંધાયેલો છે એ છત્તીસગઢના ફૈઝાન નામના ઇસમ સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, પોલીસ કરતાં પહેલાં મીડિયા તેના સુધી પહોંચી ગયું. પણ તેણે દાવો કર્યો છે કે તેનો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને જે બાબતની તેણે ફરિયાદ પણ નોંધાવી છે. બીજી તરફ, જાણવા મળ્યું છે કે તેણે એક ફિલ્મમાં શાહરૂખ ખાનનાં દ્રશ્યો અને સંવાદ સામે વાંધો ઉઠાવીને અભિનેતા સામે ભૂતકાળમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી. તેનો આરોપ છે કે તેને ફસાવવા માટે તેના નામે ધમકી આપવામાં આવી રહી છે.

    અહેવાલો અનુસાર મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કોઈ અજ્ઞાત વ્યક્તિએ કોલ કરીને શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુંબઈ પોલીસને 5 નવેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે શાહરૂખને જાનથી મારી નાખવાની ધમકીનો કોલ મળ્યો હતો. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કોલ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ‘હિન્દુસ્તાની’ તરીકે આપી હતી.

    તેણે કોલ કરતી વખતે દાવો કર્યો કે તે શાહરૂખ ખાનના ઘર મન્નતની બહાર ઊભો છે. તેણે કહ્યું હતું કે, “હું મન્નત બેન્ડસ્ટેન્ડથી શાહરૂખને ફોન કરું છું. જો તે મને 50 લાખ નહીં આપે તો હું તેને મારી નાખીશ.” અભિનેતા શાહરૂખ ખાનને કથિત રીતે ધમકી આપવા બદલ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે 308(4), 351(3)(4) BNS હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

    - Advertisement -

    ધમકી મળ્યા બાદ પોલીસે શાહરુખ ખાનના ઘરની સુરક્ષા વધારી દીધી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ ધમકીભર્યો કોલ છત્તીસગઢના રાયપુરમાંથી કરવામાં આવ્યો હતો. જે નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબર કોઈ ફૈઝાન ખાન નામના વ્યક્તિના નામે રજિસ્ટર હોવાનું સામે આવ્યું હતું.

    ફોન ચોરી થયો હોવાનો ફૈઝાનનો દાવો

    અહેવાલો અનુસાર ફૈઝાને એવો દાવો કર્યો હતો કે તેનો ફોન 2 નવેમ્બરે ચોરાઈ ગયો હતો. જેની તેણે પોલીસ ફરિયાદ પણ કરાવી હતી. આ ઉપરાંત તેણે એવો દાવો કર્યો હતો કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું વ્યવસાયે વકીલ છું અને મેં શાહરૂખ ખાન વિરુદ્ધ મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. કદાચ આ જાણીને મારા ફોન અને નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.”

    ફૈઝાને કહ્યું કે તેણે શાહરૂખ વિરુદ્ધ ‘બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા’ માટે ફરિયાદ નોંધાવી હતી. એક વીડિયોની લિંક શેર કરતા ફૈઝાને શાહરૂખ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેનો આરોપ છે કે ‘અંજામ’ (1994) ફિલ્મમાં શાહરૂખે બતાવ્યું હતું કે તેણે એક હરણની હત્યા કરી નાખી અને તે પોતાના સ્ટાફને હરણનું માંસ પકવીને ખાવાનું કહે છે.

    ફૈઝાનનો આરોપ છે કે ફિલ્મમાં દર્શાવામાં આવેલ આ દ્રશ્ય થકી ‘બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઉભી થઇ શકે છે.’ આ ઉપરાંત તેણે એક વિડીયોના માધ્યમથી એવો પણ આરોપ લગાવ્યો હતો કે શાહરૂખ ખાનના કેટલાંક આતંકી સંગઠનો સાથે પણ કનેક્શન છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન વિરુદ્ધ પણ બિશ્નોઈ સમાજ દ્વારા પવિત્ર માનવામાં આવતા હરણની હત્યા મામલે કેસ ચાલી રહ્યો છે. જે મામલે લોરેન્સ બિશ્નોઈએ સલમાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં