Thursday, February 6, 2025
More
    હોમપેજદેશસંભલ જામા મસ્જિદ સામે બની રહેલ પોલીસ ચોકી વક્ફની સંપત્તિ પર હોવાનો...

    સંભલ જામા મસ્જિદ સામે બની રહેલ પોલીસ ચોકી વક્ફની સંપત્તિ પર હોવાનો દાવો સંપૂર્ણ ખોટો: જમીનની સંભાળ રાખતા અબ્દુલ સમદના પરિવારે સોંપી એફિડેવિટ, સરકારી મિલકત હોવાનો ખુલાસો

    મુહમ્મદ ખાલિદે એસપી સંભલના નામે આપેલ એફિડેવિટ અનુસાર, જામા મસ્જિદની સામે બનાવવામાં આવી રહેલી સત્યવ્રત પોલીસ ચોકી વક્ફ પ્રોપર્ટી પર નથી. તેમજ આ ચોકીની જમીન સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તે માત્ર આ જમીનની સંભાળ રાખતા હતા.

    - Advertisement -

    સંભલ શાહી જામા મસ્જિદની (Sambhal Shahi Jama Mosque) સામે બનાવવામાં આવી રહેલ પોલીસ ચોકી (Police Post) વક્ફ સંપત્તિ (Waqf Property) પર નહીં પરંતુ સરકારી સંપત્તિ પર બનાવવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાક સમયથી આ મામલે વિવાદ ચાલી રહ્યો હતો કે, પોલીસ ચોકી વક્ફની સંપત્તિ પર બનાવવામાં આવી રહી છે. જોકે, હવે આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. પોલીસ સમક્ષ એફિડેવિટ (Affidavit) રજૂ કર્યા બાદ આ વિવાદનો અંત આવ્યો છે.

    નોંધનીય છે કે, 27 ડિસેમ્બરથી સંભલ જામા મસ્જિદની સામે પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું, જેને સત્યવ્રત ચોકી એવું નામ અપાયું છે. આ પછીથી જ એવા દાવા કરવામાં આવ્યા હતા કે, ચોકી વક્ફની સંપત્તિ પર બનાવવામાં આવી રહી છે. આ મામલે AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઔવેસીએ પણ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, પોલીસ ચોકી વક્ફની સંપત્તિ પર બનાવવામાં આવી રહી છે.

    નકલી દસ્તાવેજો થયા હતા ફરતા

    નોંધનીય છે કે, આ મામલે અમુક નકલી દસ્તાવેજો પણ ફરતા થયા હતા, જેના આધારે આ જમીન વક્ફ સંપત્તિ હોવાના દાવા કરવામાં આવી રહ્યા હતા. 30 ડિસેમ્બરે, સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળ દ્વારા 20 મુદ્દા પર આધારિત દસ્તાવેજો પણ સંભલ જિલ્લા વહીવટીતંત્રને સોંપવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ 1929માં અબ્દુલ સમદ નામના વ્યક્તિએ પોતાની મિલકતો વકફને આપી દીધી હતી.

    - Advertisement -

    જોકે, પ્રશાસને આ દસ્તાવેજોની તપાસ કરી તો તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ જમીન વક્ફની સંપત્તિ હોવાના દાવા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. કારણ કે, મૃતક અબ્દુલ સમદના 90 વર્ષના પૌત્ર અને મિયાં સરાયના રહેવાસી મુહમ્મદ ખાલિદે આ મામલે ખુલાસા કર્યા હતા. તેમણે પોલીસને એક એફિડેવિટ સોંપીને આ અંગે ખુલાસા કર્યા હતા.

    એફિડેવિટમાં સરકારી સંપત્તિ હોવાનો ખુલાસો

    ઉલ્લેખનીય છે કે, મુહમ્મદ ખાલિદે એસપી સંભલના નામે આપેલ એફિડેવિટ અનુસાર, જામા મસ્જિદની સામે બનાવવામાં આવી રહેલી સત્યવ્રત પોલીસ ચોકી વક્ફ પ્રોપર્ટી પર નથી. તેમજ આ ચોકીની જમીન સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તે માત્ર આ જમીનની સંભાળ રાખતા હતા. તેમણે જણાવ્યું હતું કે, “તે તેમના પૂર્વજો અનુસાર ચોકીની દેખભાળ કરતા હતા, પરંતુ તેમને જાણ થઈ કે, આ સરકારી સંપત્તિ છે ત્યારથી તેમણે દેખભાળ કરવાનું બંધ કરી દીધું હતું.”

    આ સિવાય તેમણે એફિડેવિટમાં લખી આપ્યું છે કે, પોલીસ ચોકી બનવા પર તેમને અને તેમના પરિવારને ખુશી છે. તે અથવા તેમનો પરિવાર આગામી સમયમાં પણ આ જમીન પર કોઈ દાવો કરશે નહીં. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ પણ આ સંપત્તિ પર દાવો કરશે, તો તે ખોટું હશે કારણ કે, તેમના દાદા અને પિતા આ સંપત્તિની સંભાળ રાખતા હતા, પરંતુ આ સંપત્તિ તેમની વ્યક્તિગત નહીં પરંતુ સરકારી સંપત્તિ છે.

    મૃતક અબ્દુલ સમદના વંશજ મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે, શાહી જામા મસ્જિદની સામે જે પોલીસ ચોકી બનાવવામાં આવી રહી છે, તે તેમની જમીન નથી. તેના પૂર્વજો તેની સંભાળ રાખતા. પરંતુ હવે તેમને ખબર પડી કે, આ સરકારી જમીન છે, તેથી તેમને કોઈ વાંધો નથી કે ત્યાં ચોકી બનાવવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, “હવે અમારા પરિવારને આ મિલકત સાથે કોઈ લેવાદેવા નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં