ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj) રવિવારે (6 એપ્રિલ, 2025) રામનવમી (Ram Navami) પર ગાઝી સલાર મસૂદની કબર (Ghazi Salar Masood Kabar) પર ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મહારાજા સુહેલદેવ સાથે સંકળાયેલા સંગઠનના કાર્યકરોએ આ કામ કર્યું હતું. ત્રણ યુવાનો દિવાલની મદદથી મંદિરની છત પર ચઢી ગયા અને ભગવા ધ્વજ લહેરાવ્યા હતા. આ સમય દરમિયાન, અન્ય હિંદુ કાર્યકરો નીચે ભગવા ધ્વજ લઈને ઉભા હતા. આ ધ્વજ પર ‘ઓમ’ લખેલું હતું. આ યુવાનોનું નેતૃત્વ પ્રતાપ સિંઘ કરી રહ્યા હતા. તેમણે પોતાને ભાજપ કાર્યકર તરીકે પણ ગણાવ્યા છે. તેમણે ગાઝી સલાર મસૂદને આક્રમણખોર ગણાવ્યો.
માનેન્દ્ર પ્રતાપ સિંઘના મતે, પવિત્ર સ્થળ પ્રયાગરાજમાં કોઈપણ આક્રમણખોરની કબર ન હોવી જોઈએ. તેમણે દરગાહને તાત્કાલિક તોડી પાડવાની માંગ કરી અને કહ્યું કે આ સ્થળને પૂજા માટે હિંદુઓને સોંપી દેવું જોઈએ. માહિતી મળ્યા બાદ યુપી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ, પરંતુ ત્યાં સુધીમાં આ યુવાનો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ‘સુહેલદેવ સન્માન સુરક્ષા મંચ’ના કાર્યકરોએ ડીએમ અને એસપીને એક આવેદન પણ આપ્યું હતું. આ ઘટના જ્યાં બની તે ગંગાપર વિસ્તાર પ્રયાગરાજ શહેરથી 40 કિલોમીટર દૂર છે.
ગાઝી સલાર મસૂદની દરગાહ પર ભગવા ધ્વજ લહેરાયા, ગૂંજ્યું ‘જય શ્રી રામ’
આ ઘટના અંગે ડીસીપી કુલદીપ ગુણવતનું કહેવું છે કે વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં દેખાતા યુવાનોની શોધ કરવામાં આવી રહી છે. દરગાહની છત પર ઉભા રહીને યુવાનોએ ‘જય શ્રી રામ’ના નારા પણ લગાવ્યા હતા. સાંજે 4 વાગ્યાની આસપાસ, આ યુવાનોએ ભગવા ધ્વજ સાથે બાઇક પર રેલી પણ કાઢી હતી. રેલીમાં 20 યુવાનોએ ભાગ લીધો હતો. મનેન્દ્ર પ્રતાપ સિંઘ ‘કરણી સેના’ના રાજ્ય પ્રમુખ રહી ચૂક્યા છે, ઉપરાંત તેઓ અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા પણ રહી ચૂક્યા છે. સંગઠન દ્વારા વહીવટીતંત્રને સોંપવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે ગાઝી સલાર મસૂદની દરગાહ બહરિયાના સિકંદરામાં આવેલી છે.
ગાઝી સલાર મસૂદને હિંદુઓના આક્રમણખોર અને હત્યારા ગણાવતા, એવું લખવામાં આવ્યું છે કે આ દરગાહ ગેરકાયદેસર છે, વધુમાં તે ક્યારેય સિકંદરા આવ્યો ન હતો. એવો દાવો કરવામાં આવે છે કે અહીં શિવક્ન્દ્રા વાલે મહાદેવ, સતી બડે પુરુખનું મંદિર હતું. આવેદનમાં, જમીન પર ગેરકાયદેસર કબજો કરવા ઉપરાંત, ઝાડફૂંક દ્વારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને હિંદુઓની જમીન પર ગેરકાયદે કબજો કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત શિવ-સતીનું મંદિર અને મહારાજ સુહેલદેવનો ઉદ્યાન બનાવવાની માંગ કરવામાં આવી છે.
#प्रयागराज में #रामनवमी के मौके पर महाराजा सुहेलदेव सम्मान सुरक्षा मंच के कार्यकर्ताओं ने सालार मसूद गाजी की दरगाह पर भगवा झंडे फहराए और नारेबाज़ी की।
— ANUPAM MISHRA (@scribe9104) April 6, 2025
"हंगामे की सूचना पर पुलिस मौके पर पहुंची, लेकिन हंगामा करने वाले युवक फरार हो चुके थे। ये दरगाह गंगापार इलाके में प्रयागराज शहर… pic.twitter.com/yjzkitPHWy
ઉલ્લેખનીય છે કે પોલીસે મે મહિનામાં યોજાતા વાર્ષિક નેજા મેળા પર પ્રતિબંધ મૂકતી વખતે આ દરગાહને તાળું મારી દીધું હતું. જોકે, અંદર કામ ચાલી રહ્યું હતી તેથી પોલીસે કહ્યું કે લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. ગુરુવાર (જુમેરાત) અને રવિવારે અહીં મોટી ભીડ ઉમટે છે. અખિલેશ યાદવે ભાજપ પર આ ઘટના અંગે સાંપ્રદાયિક રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય કોંગ્રેસના પ્રવક્તા હસીબ અહેમદે તેને ભાજપ દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
કોણ હતો આક્રમણખોર ગાઝી સલાર મસૂદ?
સલાર મસૂદ એક ક્રૂર આક્રમણખોર હતો જેણે મોટા પાયે હિંદુઓનો નરસંહાર કર્યો અને મંદિરો તોડી પાડ્યા હતા. આ કારણોસર તેને ‘ગાઝી’નું (ઇસ્લામ માટે કાફિરો સામે લડનાર) બિરુદ મળ્યું હતું. ભારત પરના આક્રમણ દરમિયાન સલાર મસૂદ ગાઝીએ જ્યાં જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં મુસ્લિમો દ્વારા ઉર્સ ઉજવવામાં આવે છે. તેમાંથી મેરઠનો નૌચંદી મેળો, પુરનપુરનો (અમરોહા) નેજા મેળો, થમલા અને સંભલનો મેળો મુખ્ય છે. 1400 વર્ષ પહેલાં, સલાર મસૂદના અબ્બા ‘બૂઢે બાબા’ તેની બીવી અને પુત્રો સાથે અજમેર શરીફ આવી ગયો હતો.
ત્યાં જ સલાર મસૂદ ગાઝીનો જન્મ થયો હતો. એવું કહેવાય છે કે બાળકના જન્મ પછી, તેની પત્ની અફઘાનિસ્તાન પાછી ચાલી ગઈ હતી. તે જ સમયે, અબુ સૈયદ સલાર સાહુ ગાઝી બૂઢે બાબા તેના પુત્ર સૈયદ સલાર મસૂદ ગાઝી સાથે બારાબંકીના સતરીખ આવી ગયો. અહીં અબૂ સૈયદનું અવસાન થયું અને તેને દફનાવવામાં આવ્યો હતો. મહમૂદ ગઝનીના નેતૃત્વમાં, સૈયદ સલાર મસૂદ ગાઝીએ ઈ.સ 1026માં સોમનાથ મંદિર પર સૌથી મોટો હુમલો કર્યો હતો. સાલાર મસૂદનો સામનો મહારાજા સુહેલદેવ સાથે બહરાઈચ જિલ્લા મુખ્યાલય પાસે થયો હતો.
મહારાજા સુહેલદેવે બીજા 21 નાના-મોટા રાજાઓ સાથે મળીને તેનો સામનો કર્યો અને ગાઝીનું બિરુદ ધારણ કરનારા આ આક્રમણખોરને મારી નાખ્યો. તે જ સમયે, ALTNewsના સ્થાપક મોહમ્મદ ઝુબૈર જેવા લોકોએ પ્રયાગરાજમાં ગાઝી સલાર મસૂદની કબર પર ભગવા ધ્વજ ફરકાવવાને ‘દરગાહનું અપમાન’ ગણાવ્યું. જોકે, લોકોએ યાદ અપાવ્યું કે તે ફક્ત એક આક્રમણકારની યાદમાં બનેલ એક માળખું હતું. લોકોએ કહ્યું કે આ મસ્જિદ નથી, તેથી તેને મસ્જિદના અપમાનની શ્રેણીમાં ન મૂકી શકાય.
નેજા મેળા પર યોગી સરકાર લગાવી ચૂકી છે રોક
નોંધનીય કે સંભલમાં ગાઝી સલાર મસૂદના નેજા મેળા પર રોક લગાવવામાં આવી છે. સંભલમાં દર વર્ષે નેજા મેળાનું આયોજન થતું હતું. આ મેળો આક્રમણખોર મહમૂદ ગઝનવીના ભત્રીજા સલાર મસૂદ ગાઝીની યાદમાં ઉજવવામાં આવતો હતો. આ વખતે પણ મુસ્લિમો તેને એ જ રીતે ઉજવવા માંગતા હતા. જોકે, વહીવટીતંત્રે તેનો ઇનકાર કર્યો હતો. દરમિયાન, મુસ્લિમો દાવો કરતા રહ્યા કે આ મેળો આટલા વર્ષોથી ચાલતો આવ્યો છે. ત્યારપછી ASPએ સ્પષ્ટતા કરી કે તમામ ઐતિહાસિક તથ્યો સલાર મસૂદની ક્રૂરતાને સાબિત કરે છે.