Thursday, December 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટત્રિપુરાની જનતાએ મમતા બેનર્જીને કહ્યું 'કા કા ચી ચી': BJPને હરાવીને ત્રિપુરામાં...

    ત્રિપુરાની જનતાએ મમતા બેનર્જીને કહ્યું ‘કા કા ચી ચી’: BJPને હરાવીને ત્રિપુરામાં ‘બંગાળ મોડલ’ સ્થાપવાના બણગાં ફૂંકનાર દીદી રહ્યા NOTAથી પણ પાછળ

    ત્રિપુરાની જનતાએ મમતા બેનર્જીની પાર્ટીને એ હદે નકારી છે કે તેમને મત આપવા કરતા તેઓએ NOTAને મત આપવો વધુ યોગ્ય ગણ્યો છે. મમતા બેનર્જીની પાર્ટીના કોઈ ઉમેદવારની ડિપોઝીટ પણ નથી બચી. સામા પક્ષે જે BJPનો પર્યાય બનાવની વાત TMCના વડા કરી રહ્યા હતા, તેમને રાજ્યએ પૂર્ણ બહુમતી આપેલ જોવા મળી છે.

    - Advertisement -

    તો હવે નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ચુક્યા છે. અને એ સાથે બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનર્જીના એ દાવાના લીલેલીરાં ઉડી ચુક્યા છે જેમ તેમણે TMCને ભાજપનો પર્યાય ગણાવી હતી અને ત્રિપુરામાં ‘બંગાળ મોડલ’ સ્થાપવાની વાત કરી હતી. આજના પરિણામો મુજબ જોઈએ તો ત્રિપુરામાં મમતા બેનર્જીની પાર્ટી ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC)ને NOTA કરતા પણ ઓછા મત મળ્યા છે.

    ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ, ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC)ને કુલ મતદાનના 0.88% એટલે કે 1% કરતા પણ ઓછા મત મળ્યા છે. પરંતુ તેમના માટે વધુ શરમજનક વાત તો એ છે કે આ જ ચૂંટણીમાં NOTAને 1.36% મત મળ્યા છે.

    ચૂંટણી પંચની આધિકારિક વેબસાઈટનો સ્ક્રીનશોટ

    એટલે કે ત્રિપુરાની જનતાએ મમતા બેનર્જીની પાર્ટીને એ હદે નકારી છે કે તેમને મત આપવા કરતા તેઓએ NOTAને મત આપવો વધુ યોગ્ય ગણ્યો છે. મમતા બેનર્જીની પાર્ટીના કોઈ ઉમેદવારની ડિપોઝીટ પણ નથી બચી. સામા પક્ષે જે BJPનો પર્યાય બનાવની વાત TMCના વડા કરી રહ્યા હતા, તેમને રાજ્યએ પૂર્ણ બહુમતી આપેલ જોવા મળી છે.

    - Advertisement -

    મમતા બેનર્જીએ સતત 2 દિવસ ધૂંઆધાર પ્રચાર કર્યો હતો

    નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં, ચૂંટણી પહેલા, મમતા બેનર્જીએ ત્રિપુરામાં તેમના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી સાથે સતત બે દિવસ પ્રચાર કર્યો હતો. તેમણે અગરતલામાં લગભગ 5 કિલોમીટર લાંબી પદયાત્રા પણ યોજી હતી.

    પદયાત્રા બાદ એક રેલીમાં બોલતા, ટીએમસીના વડાએ ત્રિપુરાના મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસરૂપે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ‘વિકાસ’ મોડલ પર પ્રકાશ પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે પૂર્વોત્તર રાજ્યના લોકો જો નોકરી, વિકાસ અને શાંતિ ઇચ્છતા હોય તો તેમની પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. તેમને ત્રિપુરામાં ‘બંગાળ મોડલ’ લાવવાની પણ વાત કરી હતી.

    મમતાએ વારંવાર કહ્યું કે ત્રિપુરા તેમનું બીજું ઘર છે. કોંગ્રેસ પાર્ટી સાથેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન ત્યાં જમીન પરના તેમના નોંધપાત્ર કામને યાદ કરીને અને તેમણે બંગાળી પ્રભાવિત રાજ્યના લોકોને તેમને તક આપવા વિનંતી કરી હતી.

    ‘ટીએમસીને નોટા જેટલા વોટ નહીં મળે’- સુવેન્દુ અધિકારીએ કરી હતી આગાહી

    આ ફેબ્રુઆરીમાં મમતા બેનર્જી જયારે ત્રિપુરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોટી મોટી વાતો કરી રહ્યા હતા, ત્યારે જ ભાજપ નેતા અને બંગાળના વિરોધપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આગાહી કરી હતી કે ‘ટીએમસીને નોટા જેટલા વોટ નહીં મળે’. હવે તે આગાહી સાચી થતી જોવા મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં