Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઈસ્લામમાં નવા વર્ષની ઉજવણી કરવાની મનાઈ': 'રઝા એકેડેમી'ના અધ્યક્ષ સઈદ નૂરીએ કરી...

    ‘ઈસ્લામમાં નવા વર્ષની ઉજવણી કરવાની મનાઈ’: ‘રઝા એકેડેમી’ના અધ્યક્ષ સઈદ નૂરીએ કરી મુસ્લિમોને અપીલ- ‘પાર્ટીની જગ્યાએ અઝાન કરો’

    સઈદ નૂરીએ કહ્યું છે કે, "દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષની છેલ્લી રાત, જેને લોકો 31મી રાત કહે છે, તે બેશરમીની ચરમસીમા છે. મને લાગે છે કે ઉજવણીના નામે આવી પાર્ટીઓમાં તમામ જઘન્ય કૃત્યો કરવામાં આવે છે. તે શેતાનને પણ શરમાવે છે."

    - Advertisement -

    ‘મેરી ક્રિસમસ’ બાદ હવે નવા વર્ષની ઉજવણી પણ ઈસ્લામમાં ‘હરામ’ બની ગઈ છે. ઈસ્લામવાદી રઝા એકેડમી સંગઠનના પ્રમુખ સઈદ નૂરીએ મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ નવા વર્ષની પાર્ટીઓમાં ભાગ ન લે કારણ કે તે ઈસ્લામમાં પ્રતિબંધિત છે. નૂરીએ એવો પણ દાવો કર્યો છે કે 31મી ડિસેમ્બરની રાત્રે યોજાતી પાર્ટીઓમાં જે પ્રકારની ‘અશ્લીલ ગતિવિધિઓ’ થાય છે, તેનાથી ‘શૈતાન પણ શરમમાં મુકાય છે’.

    રઝા એકેડમીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરાયેલા એક વીડિયોમાં સઈદ નૂરીએ કહ્યું કે, “દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષની છેલ્લી રાત, જેને લોકો 31મી રાત કહે છે, તે બેશરમીની ટોચ છે. મને લાગે છે કે આવી પાર્ટીઓમાં ઉજવણીના નામે તમામ જઘન્ય કામો કરવામાં આવે છે. આવા ધિક્કારપાત્ર કૃત્યો શેતાનને પણ શરમમાં મૂકી શકે છે. તમામ ધર્મો અને પ્રદેશોના લોકો આવી ‘હરામ’ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.”

    અન્ય એક ટ્વિટમાં, રઝા એકેડમીએ મુસ્લિમોને નવા વર્ષની ઉજવણીના નામે અશ્લીલ કૃત્યો કરવાને બદલે અઝાન સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાની અપીલ કરી હતી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, “31 ડિસેમ્બરે અઝાન, આતે કરીમા અને મહેફિલ મિલાદનું આયોજન કરો. 31મી ડિસેમ્બરની રાત્રે તહેવારના નામે દુષ્કર્મ અને ધર્મનિંદાના કૃત્યો ગેરકાનૂની અને હરામ છે.”

    - Advertisement -

    આ પહેલા તેઓએ નાતાલની ઉજવણીને પણ હરામ ગણાવી હતી.

    શું છે રઝા એકેડમી?

    નોંધનીય છે કે રઝા એકેડેમી, એક ઇસ્લામિક સંગઠન, જેની સ્થાપના વર્ષ 1978 માં કરવામાં આવી હતી. તેની ઓફિસ મુંબઈમાં છે. આ સંસ્થાની સ્થાપના 20મી સદીના સુન્ની નેતા અહમદ રઝા ખાનના કાર્યોને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે ઈસ્લામવાદી સંગઠનના પ્રમુખ મુહમ્મદ સઈદ નૂરીએ ઔપચારિક ઈસ્લામિક શિક્ષણ પણ મેળવ્યું નથી.

    2012માં, રઝા એકેડેમી પર મ્યાનમારમાં મુસ્લિમો પર કથિત અત્યાચારો વિરુદ્ધ આયોજિત વિરોધ દરમિયાન અમર જવાન જ્યોતિ સ્મારકને અપમાનિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિરોધમાં હિંસક દેખાવકારો દ્વારા પોલીસ અધિકારીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને કરોડો રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થયું હતું.

    જુલાઈ 2020 માં, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારે, રઝા એકેડેમીના આદેશ પર, કેન્દ્રને ઈરાની ફિલ્મ ‘મુહમ્મદ: ધ મેસેન્જર ઓફ ગોડ’ના ઑનલાઇન સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી. આ ફિલ્મ મૂળ ઈરાનમાં વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મમાં ‘ઇશ્વરનિંદા’ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં