Friday, September 20, 2024
More
    હોમપેજગુજરાતસનાતની ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો ઉત્સવ- રક્ષાબંધન: દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત ગુજરાતના...

    સનાતની ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો ઉત્સવ- રક્ષાબંધન: દેશના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત ગુજરાતના CM અને ગૃહ રાજ્યમંત્રી પાઠવી શુભકામનાઓ

    આજના દિવસ બહેન પોતાના ભાઈને રક્ષાકવચ બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે રાજનેતાઓએ પણ આ તહેવારનું મહત્વ પ્રદર્શિત કરી જનતાને પર્વની શુભેછાઓ પાઠવી હતી.

    - Advertisement -

    શ્રાવણ મહિનો આવતા જ ઉત્સવોની પણ શરૂઆત થઈ જાય છે. સોમવારે (19 ઓગસ્ટ) સમગ્ર દેશ પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજનેતાઓએ દેશવાસીઓને રક્ષાબંધન માટે શુભેચ્છાઓ પાઠવી છે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “રક્ષાબંધન અવસર પર, હું બધા જ દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ભાઈ-બહેનની વચ્ચે પ્રેમ અને વિશ્વાસની ભાવના પર આધારિત આ તહેવાર દરેક બહેન-દીકરીઓ પ્રતિ સ્નેહ અને સન્માનની ભાવનાનો સંચાર કરે છે.” તેમણે મહિલા સુરક્ષાની વાત કરતાં વધુમાં લખ્યું કે, “હું ઈચ્છું છું કે પર્વના દિવસે, બધા દેશવાસીઓ, આપણાં સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સન્માનને સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લે.”

    ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતી પોસ્ટ કરી હતી. PM મોદીએ લખ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓને ભાઈ-બહેનના અસીમ સ્નેહ પ્રતીક રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેછાઓ. આ પાવન પર્વ આપ સૌના સબંધોમાં નવી મિઠાશ અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સૌભાગ્ય લઈને આવે.”

    - Advertisement -

    ગૃહમંત્રી અમિત શાહે પણ રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “સમગ્ર દેશવાસીઓને ‘રક્ષાબંધન’ના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના આ પર્વ પર બધા માટે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.”

    આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પણ રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી છે. તેમણે લખ્યું હતું કે, “ભાઈ-બહેનના અથાગ સ્નેહ તથા અતૂટ વિશ્વાસના પ્રતીક, મહાપર્વ રક્ષાબંધનના પ્રદેશવાસીઓને હાર્દિક અભિનંદન તથા અનંત શુભેચ્છાઓ.” વધુમાં તેમણે લખ્યું કે, “આ પર્વ આપ સૌના જીવનમાં સૌભાગ્ય લાવે, સમાજમાં સદભાવ, સૌહાર્દ અને સહયોગની ભાવના વધારે સશક્ત બને એવી પ્રભુ શ્રીરામને પ્રાર્થના.”

    ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરતાં લખ્યું કે, “ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પાવન પર્વ રક્ષાબંધનનિ આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. આપણા તહેવારો એ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. એક રાખડીમાં એટલી બધી લાગણી સમાયેલી છે. એક રાખડીમાં કેટલી બધી શક્તિ સમાયેલી છે.” વધુમાં તેમણે લખ્યું કે, “રાખડીનું બંધન પરસ્પર વચનોનું બંધન છે. રાખડીનું બંધન એ કદીયે ના ખૂટે તેવા સ્નેહનું બંધન છે.” તેમણે બધા બહેનોના સુખમય અને મંગલમય જીવન માટે પ્રાર્થના પણ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે દેશમાં રક્ષાબંધનના પાવન પર્વની શુભેચ્છાઓ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યા છે. આજના દિવસ બહેન પોતાના ભાઈને રક્ષાકવચ બાંધી તેની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે રાજનેતાઓએ પણ આ તહેવારનું મહત્વ પ્રદર્શિત કરી જનતાને પર્વની શુભેછાઓ પાઠવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં