Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆદિવાસીઓને રીઝવવા જતાં રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ નડ્યો, ગુજરાતમાં પ્રચાર માટે ના...

    આદિવાસીઓને રીઝવવા જતાં રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ નડ્યો, ગુજરાતમાં પ્રચાર માટે ના પાડી: કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ પર ફરીથી ગ્રહણ લાગ્યું

    દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પ્રચાર માટે રાહુલ ગાંધી આવવાના હતાં અને એ માટે કોંગ્રેસે જોરશોરથી જાહેરાતો પણ કરી દીધી હતી પરંતુ હવે સમાચાર એવા આવ્યા છે કે રાહુલ ગાંધીએ ગુજરાત આવવાની ના પાડી દીધી છે.

    - Advertisement -

    જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજકીય પાર્ટીઓએ પોતાનો રાજકીય પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. પરંતુ આ પ્રચારમાં કોંગ્રેસ પક્ષ પાછળ છૂટતો દેખાઈ રહ્યો છે અને એમાં જ હવે પાછો રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ થવાના સમાચાર આવી રહ્યા છે.

    ભારતીય જનતા પાર્ટી દ્વારા લગભગ રોજ કોઈકને કોઈક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે પણ ભારતના પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસે છે અને નવસારી ખાતે અનેક યોજનાઓ નાગરિકોને સોંપવાના છે. ભારતના ગૃહમંત્રી પણ અમિત શાહ પણ અમદાવાદ પ્રવાસે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઘણા સમય પહેલાથી જ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં આ બંને પાર્ટીઓના મોટા નેતાઓ છાશવારે પ્રવાસે આવતા જોવા મળી રહ્યા છે.

    પરંતુ સામા પક્ષે કોંગ્રેસ રાજકીય પ્રચારની આ રેસમાં પાછળ છૂટતી નજરે પડી રહી છે. સ્થાનિક નેતૃત્વ દ્વારા એકલ દોકલ કાર્યક્રમો તો આપવામાં આવે છે પરંતુ શીર્ષ નેતૃત્વ તરફથી તેમને પૂરો સપોર્ટ ન મળી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આવા જ એક ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 12 જૂનના દિવસે રાહુલ ગાંધી ગુજરાત આવવાના હતા, પરંતુ મળી રહેલ માહિતી મુજબ રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો છે એટ્લે કે 12 તારીખે તેઓ ગુજરાત નહીં આવે.

    - Advertisement -

    નોંધનીય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં આદિવાસી મતદારોને રિઝવવા આદિવાસી અધિકાર સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ દ્વારા ભરપૂર પ્રચર કરવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી આ રેલીને સંબોધન કરવા આવવાના છે. પરંતુ આજે સ્પષ્ટ થયું કે રાહુલ ગાંધી આ કાર્યક્રમમાં આવવાના જ નથી.

    નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસને કારણે આ પ્રવાસ રદ્દ

    વાત એમ છે કે નેશનલ હેરાલ્ડ સમાચારપત્ર સાથે જોડાયેલ મની લોન્ડ્રીંગ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમણે નવી તારીખની માંગણી કરી હતી. જે બાદ હવે 13 જૂને ઈન્ફોર્સમેંટ ડિરોક્ટરેટ (ED)ની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉ ઇડીએ પૂછપરછ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી નેતા રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું હતું. સોનિયા ગાંધીને ઈડીએ 8 જૂનના રોજ દિલ્હી સ્થિત પોતાની ઓફિસે હાજર થવા માટે કહ્યું હતું. જ્યારે રાહુલ ગાંધીને બે જૂનના રોજ હાજર થવા માટે કહ્યું હતું, પણ તે થઈ શક્યુ નહીં અને ત્યાર બાદ ઇડીએ ફરી વાર સમન્સ જાહેર કર્યું હતું.

    આમ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા આ નેશનલ હેરાલ્ડ કેસ વિઘ્ન બનીને વચ્ચે આવ્યો હતો જેના કારણે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી હતી. હવે જોવાનું એ છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીના ધમાધમ પ્રચાર વચ્ચે કોંગ્રેસ રાહુલ ગાંધીની ગેરહાજરી દ્વારા પડેલી ખાલી જગ્યા કેવી રીતે અને કેટલી જલ્દીથી ભરી શકશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં