Friday, November 22, 2024
More
    હોમપેજદેશUPSCમાંથી ઉમેદવારી રદ થયા બાદ હવે પૂજા ખેડકર વહિવટી સેવાઓમાંથી (IAS) પણ...

    UPSCમાંથી ઉમેદવારી રદ થયા બાદ હવે પૂજા ખેડકર વહિવટી સેવાઓમાંથી (IAS) પણ સસ્પેન્ડ: કેન્દ્ર સરકારની કાર્યવાહી

    IASના આ નિયમો હેઠળ ફરી પરીક્ષામાં અનુતીર્ણ થનાર અથવા તો કેન્દ્ર સરકાર સંતુષ્ટ હોય કે તેઓ નોકરી માટે અયોગ્ય છે કે સર્વિસીસનાં સભ્ય હોવાની લાયકાત ધરાવતા નથી તો પ્રોબેશનરને નોકરીમાંથી છૂટા કરી શકે છે.

    - Advertisement -

    દિવ્યાંગતાનાં ખોટાં પ્રમાણપત્રો રજૂ કરી ખોટી રીતે OBCના લાભો મેળવી નોકરી મેળવવાનાં આરોપી પૂજા ખેડકરને ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (IAS)માંથી બરતરફ કરવામાં આવ્યાં છે. આ પહેલાં UPSCએ એક્શન લઈને તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી. તાજેતરમાં હવે કેન્દ્ર સરકારે પગલાં લીધાં છે.

    અહેવાલો અનુસાર, શનિવારે (7 સપ્ટેમ્બર) આ કાર્યવાહી કરવામાં આવી. કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધાં હોવાનું મીડિયા અહેવાલોએ જણાવ્યું હતું. સરકાર દ્વારા આ કાર્યવાહી IAS (પ્રોબેશન) નિયમ 1954ના નિયમ 12 હેઠળ કરવામાં આવી છે. આ અગાઉ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCએ પણ પૂજાની ઉમેદવારી રદ કરી હતી અને છેતરપિંડીનો કેસ દાખલ કરાવ્યો હતો, જે મામલે હાલ દિલ્હી પોલીસ કાર્યવાહી કરી રહી છે.

    નોંધનીય છે કે IASના આ નિયમો હેઠળ ફરી પરીક્ષામાં અનુતીર્ણ થનાર અથવા તો કેન્દ્ર સરકાર સંતુષ્ટ હોય કે તેઓ નોકરી માટે અયોગ્ય છે કે સર્વિસીસનાં સભ્ય હોવાની લાયકાત ધરાવતા નથી તો પ્રોબેશનરને નોકરીમાંથી છૂટા કરી શકે છે.

    - Advertisement -

    વધુ વિગતો અનુસાર, ગત 5 સપ્ટેમ્બરે પૂજા ખેડકરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે તેઓ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં વિકલાંગતા અંગે તેની મેડિકલ તપાસ કરાવવા માટે તૈયાર છે. પોલીસે કોર્ટ સમક્ષ આક્ષેપ લગાવ્યો હતો કે પૂજાનું વિકલાંગતા પ્રમાણપત્ર નકલી હોઈ શકે છે, જેની ઉપર તેમણે આ દલીલો કરી હતી. દિલ્હી પોલીસના વકીલે એવી દલીલ પણ કરી હતી કે પૂજા ખેડકરે સિવિલ સર્વિસની પરીક્ષામાં બેસતી વખતે તથ્યો છુપાવ્યાં હતાં, અન્યથા તેઓ પરીક્ષામાં બેસવા માટે લાયક જ ન હતાં. પૂજાએ દિલ્હી હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, જેની ઉપર હાલ કોર્ટ સુનાવણી કરી રહી છે.

    સમગ્ર ઘટના જૂન મહિનાની છે, ત્યારે પૂજા પ્રોબેશન પિરિયડ પર હતાં, અને બદલી મહારાષ્ટ્રના પુણે સ્થિત વાશીમ ખાતે કરી દેવામાં આવી હતી. ત્યારે તેણે તેમના ઉપરી અધિકારી પાસે પ્રોબેશન પીરીયડ પરના વ્યક્તિને ન મળી શકે તેવી સુવિધાઓની માંગણી કરી હતી. આ બાબત સામે આવ્યા બાદ જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ પૂજા ખેડકર વિરુદ્ધ અનેક મોટા ખુલાસા થયા અને આખરે તેમણે નોકરીમાંથી હાથ ધોવા પડ્યા.

    તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેમણે અન્ય પછાત વર્ગ માટેનું નકલી નોન ક્રીમીલેયર સર્ટીફીકેટ બનાવડાવ્યું હતું. આ સિવાય ઘરનું એડ્રેસ, રેશન કાર્ડ બધું જ નકલી આપવામાં આવ્યું હતું હતું. વિકલાંગતાનો લાભ લેવા માટે પણ નકલી પ્રમાણપત્રો બનાવડાવ્યાં હોવાનો પણ ઘટસફોટ થયો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ UPSCએ આ મામલે એક્શન લેતાં ઉમેદવારી રદ કરી છેતરપિંડીનો કેસ કર્યો હતો. દિલ્હી પોલીસ હાલ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં