પોલીસે હલ્દ્વાની સ્થિત બનભૂલપુરામાં તોફાનીઓના પરિવારોને નોટોના બંડલ વહેંચવાના મામલે તપાસ કરવાનું કહ્યું છે. પોલીસે કહ્યું છે કે પૈસાનું વિતરણ કરનાર NGO ‘હૈદરાબાદ યુથ કરેજ’ના ફંડિંગ વિશે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ઑપઇન્ડિયાએ સૌપ્રથમ તોફાનીઓને પૈસાની વહેંચણી અંગેના સમાચાર પ્રકાશિત કર્યા હતા.
નૈનીતાલ પોલીસે આ અંગે X હેન્ડલ પર જણાવ્યું કે, “સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવક દ્વારા બનભૂલપુરા વિસ્તારના લોકોને પૈસા વિતરણ કરતો દેખાઈ રહ્યો છે. આ અંગે હવે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. NGOના એકાઉન્ટ નંબર, રજિસ્ટ્રેશન નંબર, પાન નંબર સાથે સંબંધિત માહિતી પણ આવકવેરા વિભાગ અને અન્ય એજન્સીઓને આપવામાં આવી છે, જેના દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ‘હૈદરાબાદ યુથ કરેજ’ NGOને દાન આપનાર લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.“
आवश्यक सूचना📢📣
— Nainital Police Uttarakhand (@nainitalpolice_) February 23, 2024
#UKPoliceStrikeOnCrime #UttarakhandPolice pic.twitter.com/ioxmpazTKV
પોલીસે કહ્યું છે કે, “આ NGOનું એકાઉન્ટ અને રજીસ્ટ્રેશન નંબર જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોટી રીતે પૈસા આપીને, તથ્યોને વિકૃત કરીને અને ભ્રામક તથ્યો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તોફાનીઓને ટેકો આપનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેથી, દરેકને વિનંતી છે કે આવા NGOને દાન ન આપો.”
શું છે મામલો?
મંગળવારે (21 ફેબ્રુઆરી, 2024), હલ્દ્વાનીના હુલ્લડગ્રસ્ત બનભૂલપુરા વિસ્તારના કેટલાક વિડીયો વાયરલ થયા હતા. આ વિડીયોમાં બે યુવકો મુસ્લિમો સમુદાયના ઘરોમાં જઈને પૈસા વહેંચી રહ્યા હતા. આ યુવકો ‘હૈદરાબાદ યુથ કરેજ’ નામની સંસ્થા સાથે જોડાયેલા હતા. તેમના નામ સલમાન અને અયુબ છે.
બંને યુવકો એવા મુસ્લિમ પરિવારોને પૈસા આપી રહ્યા હતા, જેમના પરિવારના સભ્યો રમખાણો માટે પોલીસ કસ્ટડીમાં હતા અથવા તોફાનો દરમિયાન હિંસામાં માર્યા ગયા હતા. મહિલાઓ અને યુવાનોને નોટોના બંડલ આપતા તેઓ જેલમાં બંધ તોફાનીઓને મુક્ત કરવાની વાત કરતા હતા.
#Haldwani का एक वीडियो वायरल हो रहा है जिसमें हैदराबाद की एक संस्था बनभूलपुरा इलाके में जाकर कैश में रुपए बांट रही है
— ABHISHEK SEMWAL (@Abhiisshhek) February 21, 2024
@nainitalpolice_ @pushkardhami जी, इन रूपयों का इस्तेमाल किसलिए किया जाएगा और ये फंडिंग कहां से आ रही है, जांच का विषय है। pic.twitter.com/wKYR8n8vGh
હૈદરાબાદ યુથ કરેજ નામના પેજ પરથી આ વિડીયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે નૈનીતાલ પોલીસે આ યુવકોની અટકાયત કરી હતી. જોકે, આ પછી તેમણે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે પોલીસે તેની થોડીવાર પૂછપરછ કરી અને પછી તેને છોડી દીધો.
ઑપઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તોફાનીઓને પૈસા વહેંચનારા યુવાનોએ હલ્દ્વાનીમાં પોલીસ અને વહીવટીતંત્ર પર થયેલા હુમલાની ઉજવણી પણ કરી હતી. આ પહેલા પણ તેમણે આવા જ ઘણા વિડીયો બનાવ્યા હતા. 10 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના હલ્દ્વાનીમાં આગમન વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પોસ્ટ કરી હતી અને નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવકો મૌલાના સલમાન અઝહરીને પણ સમર્થન આપી ચૂકયા છે.
હલ્દ્વાની હિંસા
ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરી 2024ના રોજ, મહાનગર પાલિકા અને પોલીસની ટીમ હલ્દ્વાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર રીતે બનેલી મસ્જિદ અને મદરેસાને તોડવા ગઈ હતી. આ દરમિયાન મુસ્લિમ ટોળાએ પોલીસ પ્રશાસન પર હુમલો કર્યો હતો. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમને સળગાવીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઉશ્કેરાયેલી મુસ્લિમ ભીડે અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી અને કેટલાક કલાકો સુધી હિંસા કરી હતી. સ્થિતિ વણસતા વહીવટીતંત્રે કર્ફ્યુ લાદી દીધો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 68 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે. રમખાણોનો મુખ્ય આરોપી અબ્દુલ મલિક હજુ પણ ફરાર છે અને તેને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
શહેરભરમાં વોન્ટેડ તોફાનીઓને શોધવા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. પોલીસે આ રમખાણના માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્રનું ઘર જપ્ત કરી લીધું છે. ઑપઇન્ડિયાની ટીમ રમખાણો દરમિયાન ગ્રાઉન્ડ પર પહોંચી હતી અને ખરેખર શું બન્યું હતું અને કેવી રીતે ઈસ્લામી ટોળાએ હિંસા કરી હતી તેની જાણકારી આપી હતી.