Wednesday, September 11, 2024
More
    હોમપેજદેશ‘પાણીની બોટલમાં પેટ્રોલ ભરીને કરવામાં આવ્યા હુમલા, મહિલા પોલીસકર્મીઓનાં કપડાં પણ ફાડ્યાં’:...

    ‘પાણીની બોટલમાં પેટ્રોલ ભરીને કરવામાં આવ્યા હુમલા, મહિલા પોલીસકર્મીઓનાં કપડાં પણ ફાડ્યાં’: હલ્દ્વાનીમાં ઇજાગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યું ‘બજરંગ દળ’

    આ ઘટનાને નજરે જોનાર 'બજરંગ દળ'ના એક કાર્યકર્તાએ ઑપઇન્ડિયા સાથે વાત કરી અને આંખે દેખ્યો હાલ જણાવ્યો. હલ્દવાનીના રહેવાસી જોગિન્દર સિંહ રાણાએ તાજેતરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેમણે આવી ઘટના ક્યારેય જોઈ નથી.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દવાનીમાં કોર્ટના આદેશ બાદ સ્થાનિક તંત્ર ગેરકાયદે મદરેસા-મસ્જિદ તોડવા માટે પહોંચ્યું તો ટોળું હિંસક બન્યું અને પથ્થરમારો અને ગોળીબાર થયા. બનભૂલપુરા પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપને આગ ચાંપી દેવામાં આવી, વાહનોને નુકસાન થયું અને બુલડોઝરનો કાચ પણ તોડવામાં આવ્યો. પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. આ દરમિયાન હિંદુ કાર્યકરો આગળ આવ્યા અને પીડિતોની મદદ કરી. તેમણે પોલીસને પણ મદદ કરી.

    આ ઘટનાને નજરે જોનાર ‘બજરંગ દળ’ના એક કાર્યકર્તાએ ઑપઇન્ડિયા સાથે વાત કરી અને આંખે દેખ્યો હાલ જણાવ્યો. હલ્દવાનીના રહેવાસી જોગિન્દર સિંહ રાણાએ તાજેતરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેમણે આવી ઘટના ક્યારેય જોઈ નથી. આગળ જણાવ્યું કે, 1992માં બાબરી ઢાંચાના ધ્વંસ દરમિયાન રમખાણો ફાટી નીકળ્યાં હતાં, પરંતુ ત્યારે પણ આવી હિંસા થઈ ન હતી. તેમણે કહ્યું કે પોલીસ પર પથ્થર ફેંકવામાં આવ્યા, મહિલા કોન્સ્ટેબલનાં કપડાં પણ ફાડી નાખવામાં આવ્યાં.

    કેવી રીતે બનભૂલપુરા પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પમ્પને આગ ચાંપી દેવામાં આવી તે પણ તેમણે જણાવ્યું. જોગિન્દર સિંહ રાણાએ કહ્યું કે ગુરુવારે (8 ફેબ્રુઆરી, 2024) રાત્રે 10 વાગ્યે પોલીસ-પ્રશાસનના અધિકારીઓ સાથે તેમની વાતચીત થઈ હતી, જ્યારે તેમણે કહ્યું હતું કે હલ્દવાનીની 4 હોસ્પિટલોમાં 100-150 પોલીસકર્મીઓને દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ-વહીવટીતંત્રે હિંદુ કાર્યકરોને વિનંતી કરી હતી કે તેઓ ઘાયલ પોલીસકર્મીઓની સંભાળ રાખે.

    - Advertisement -

    બજરંગ દળના કાર્યકર્તાએ કહ્યું કે, તે સમયે પોલીસ સાથે અથડામણ ચાલી રહી હતી અને તેમનું હોસ્પિટલોમાં જવું જોખમી હતું, પરંતુ તેમ છતાં તેમણે રાત્રે દોઢ વાગ્યા સુધી સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે તેઓ એટલા માટે પણ ચિંતિત હતા કારણ કે થોડા મહિના પહેલાં જ હરિયાણાના નૂહમાં હિંસા થઈ હતી અને જેહાદીઓએ હોસ્પિટલમાં ઘૂસીને પોલીસકર્મીઓને મારવાનો પ્રયાસ કર્યો હતો. તેથી જ હિંદુ કાર્યકરો માત્ર સેવા જ નહીં પરંતુ હોસ્પિટલની સુરક્ષા પણ કરી રહ્યા હતા.

    તેમણે કહ્યું કે જો આવી કપરી પરિસ્થિતિ આવે તો દરેક હિંદુ કાર્યકર તેનો સામનો કરવા સક્ષમ છે. “જો તમે પીડિત હો તો તમે વહીવટીતંત્રને ફરિયાદ કરી શકો છો પરંતુ તેમણે પોલીસ પર હુમલો કરવાનું પસંદ કર્યું જે લોકશાહી પર હુમલો છે.” તેમણે જણાવ્યું કે કઈ રીતે મહિલા પોલીસકર્મીઓ રડી રહી હતી અને જણાવી રહી હતી કે તેઓ કઈ રીતે જીવ બચાવીને ભાગ્યાં. કેટલાકે અમુક ઘરોમાં ઘૂસીને જીવ બચાવ્યો હતો. રાણાએ વાલ્મીકિ સમાજની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્થાનિક વાલ્મિકી લોકોએ પોલીસ સાથે મળીને કામ કર્યું હતું.

    જોકે, આ દરમિયાન તેમણે બહારથી અહીં આવતા વસાહતીઓની ચકાસણી કરવાની માંગ પણ ઉઠાવી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે પ્લાસ્ટિક અને કાચની બોટલોમાં પેટ્રોલ નાખીને બૉમ્બ બનાવવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓ પાસેથી મેગેઝિન પણ છીનવી લેવામાં આવ્યાં હતાં. કચરામાં પડેલી બોટલોમાંથી પેટ્રોલ બૉમ્બ બનાવવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું. ‘તમામ મુસ્લિમો એક જેવા નથી હોતા’ના નેરેટિવ પર તેમણે કહ્યું કે તેમણે પોલીસ પર હુમલો કરનારાઓમાં પણ આ તમામને સામેલ થતા જોયા છે.

    તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે બનભૂલપુરા પોલીસ સ્ટેશનમાં તહેનાત એક ઇજાગ્રસ્ત મુસ્લિમ અધિકારીને ‘બજરંગ દળ’ના લોકો દ્વારા સેવા આપવામાં આવી, તેમજ તેમને ઘરે પણ છોડી દેવામાં આવ્યા હતા. જોગિન્દર સિંહ રાણાએ કહ્યું, “જો પોલીસકર્મીઓ અથવા વાલ્મિકી સમાજે તેમને રોક્યા ન હોત, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હોત. 5-6 હજાર લોકોની ભીડ હતી. આટલા ઓછા સમયમાં પેટ્રોલ કે પથ્થરોનો આટલો જથ્થો કેવી રીતે એકઠો કરવામાં આવ્યો તેની તપાસ થવી જોઈએ. દેખીતી રીતે જ હિંદુ કાર્યકરોએ પોલીસકર્મીઓની સારવાર કરાવવા અને તેમનું રક્ષણ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો હતો.

    અન્ય એક પ્રત્યક્ષદર્શી દીપાંશુએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “કલ્પના કરો કે જો કોઈ વ્યક્તિ પર ઈંટ પડે તો તે કેટલું રડે. તે ખૂબ જ દર્દનાક દ્રશ્ય હતું. હુમલાખોરો છત પરથી પથ્થરો ફેંકી રહ્યા હતા, ટાંકીમાં પાણીને બદલે પથ્થરો ભરેલા હતા. વીડિયો સરવેમાં કોઈ પત્થર મળ્યા નહોતા, તેને છુપાવીને રાખવામાં આવ્યા હતા. VHP અને ‘બજરંગ દળ’ના કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું. આમાં વહીવટીતંત્રનો કોઈ દોષ નથી. તે સરકારી આદેશ પર ફરજ બજાવવા આવ્યા હતા.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં